________________
(૨૩)
| વિરણી. कचिद् भूमौ शय्या कचिदपि च पर्यक शयनं काचेच्छाकाहारि कचिदपि च शालयोहनरुचि कचित्कंयाधारेि कचिदपि च दिव्यांवरधरी
मनस्विकार्याथै न मणयतीदुःखं न च मुरवं ॥ પરંતુ આ મળેલા ઉપહારો માટે અત્યારે ભાઈ પુરૂષોત્તમ કાંઈ પણ કરી શકે તેવી સ્થીતીમાં નહોતા, કારણ કે હાલને આ સમય તેટલું પ્રાપ્ત કરાવે તે પણ ઇંદ્રભૂવન માની લેવા જેવું હતું. આ પ્રમાણેની સ્થિતિ કાંઈ સ્વલ્પ કાળમાં ચાલી જાય કે સ્વમવત્ ટુંક સમયમાં પૂર્ણ થાય તેવું પ્રારબ્ધ જ નહોતું, અને તેથી અન્તકાળના છેલ્લા દુઃખદદ્વારનાં દર્શન કરી ફરી પર્યટણ કરી દોઢ માસે આ કરેલી પથારીને ત્યાગ કરવાને ભાગ્યોદય થયું હતું. શારિરિક વ્યાધિને અંત આવ્યે, પરન્ત હજી માનસિક આધિની સ્થિતી તે અધિક ચિન્તામાં નિમગ્ન થતી જાય છે. કારણ કે આવા દુષ્ટ દહન દાવાનલ રૂ૫ હેગના પંજામાંથી ભાઇ પુરૂષોત્તમનું શરિર કે પૂર્વના પૂન્ય પ્રતાપે વા વડીલના મહાન સત્કર્મના બળે રહેવા પામ્યું હતું પરંતુ બીજ સંબધી જ પ્લેગના વિકાળ મુખમાં ગ્રાસ રૂપ બન્યાના વર્તમાન મળતાં હદય કાંઈ જુદાંજ આંદોલન ઉપર ચઢયું. જેમ સમય જાય છે, તેમ તેમ એક તરફ મહદુપકારી પરમનેહમિત્ર પરમાણંદ કેશરીનું મૃત્યુ, પ્રેમાલ મૂતિ બેન મણીનું મૃત્યુ, મુરબીવર્ય ફઈ હરખબાનું મૃત્યુ. અને બીજા કેટલાએક આસપાસના કુટુમ્બી જને, મિત્ર વર્ગમાંના યુકે અને નેહી વર્ગમાં ઘણાઓનાં મૃત્યુના સમાચાર મળતા જતા હતા તેમ તેમ તેઓના વિયોગને અસહ્ય દુઃખદ સંતાપ વધારેને વધારે જાગૃત થઈ સંતપ્ત કરતે જતા હતા. આ વિગેરે ઘણું ટુંકા પણ દુઃખદ સમયમાં ભાઈ પુરૂષોતમને ઈશ્વરી લીલા કહો, કૃત્ય કહે, કે શિક્ષા કહે. તેનાથી ઘણી જાતના અનુભવ મળી જતાં હવે આવા પ્રસંગો જેઓ ઉપર આવે તેઓ તરફ સ્વાનુભવના સ્મરણ પૂર્વક દયાની લાગણીથી જોવાય તેને માટે એગ્ય સારવાર, એગ્ય ઉપહાપચારની વ્યવસ્થા તેઓની વસ્તુ પ્રાપ્તિની ઈચ્છાની પૂર્ણતા, આદિ તરફ ભાઈ પુરૂષોત્તમની પ્રવૃત્તિ ઘણી સ્તુતિપાત્ર થવા લાગી, સાજા થયા છતાં જે જે પ્લેગના દરદીઓ જોવામાં આવે તેઓની અંતઃ કરણથી સારવાર અને તેઓને યથાયોગ્ય મદદ કરવાના કામમાં એકદમ પ્રવૃત્ત થવાની વૃત્તિ તેઓની જાગૃત થઈ આવી હતી અને તે ત્યાં સુધી કે પ્લેગથી સપડાએલા મનુષ્યને શાની અગત્યતા છે, તે તથા તેઓને કેવા કેવા ઉપાયોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com