________________
( ૨૧ ) તથા ડાકડરના સંબંધવાળા હતાં. અને તે ગામમાં સારા લાગવાવાળા હતા. આવા સમયમાં ઈશ્વર દરેકને સહાય કરે છે. એ ભાઈ પુરૂષોત્તમને પવિત્ર નિશ્ચય અત્યારે ફળદ્રપ થયે. સ્થિતી નઠારી, તબીયત બીલકુલ અલિલ, કયાંય જઈ શકાય નહીં. એવી શારિરિક હાલત, ઈત્યાદી તરફ ડોકટર ધનજીશાહ કરીને ત્યાં તે વખતે ડેકટર હોઇને તેઓ જેવા આવતાં આ રિતીનું તેમને દર્શન થયું. તેમના હૃદયમાં ઈશ્વરશે, દયાએ અને લાગણીઓ પ્રવેશ કર્યો, નરમ થયા. અને ભાઈ પુરૂષોત્તમ
સ્થાનાંતર કરે તે શરિર સહન કરી ન શકે એવું જ્યારે પોતાને જણાયું ત્યારે અહી રહેવાની આજ્ઞા કરી. પરવાનગી આપી. અને રહ્યા. પરંતુ જોત જોતામાં પ્રકૃત્તિ એટલી તે પરવશ થઈ કે જોવા આવનાર લોકોના મન સંશય વિપર્યય યુક્ત થયાં અને આપણું ચારિત્રનાયકના શરિરનું તેની અત્યારની સિથતીનું દર્શન થતાં ધાસ્તી એવી લાગી કે વખતે આ કેશ ફેટલ થાય. અહીંયા જે જે મિત્રે સ્નેહી સંબંધીઓ હતાં તે સર્વે સેવામાં શામીલ થઈ યપચાર કરવા લાગ્યાં. પરંતુ સ્થિતી તે ઓર વધારે ભયવાળી જણાતી જતી હતી, એક ક્ષણ પછીતે ભાઈ પુરૂત્તમ જોવા આવેલા લકોને ઓળખવાનું ભાન પણ ભૂલી ચુક્યા હતા. આવા દુઃસહ અને સંકટના સમયમાં આથી પણ વધારે નઠારીસ્થિતી એથઈ કે શ્રી પુરૂષોત્તમનાં અધગના બાઈ વખતને પ્લેગ થવાનાં ચિહે જણાવ્યાં, તુરતજ પતિની સારવારથી ભ્રષ્ટ થવાને પ્રસંગ પતિની આવી દુર્દશા અને પોતે કાળની છાયામાં આવે છે એ સઘળું મનને કલેશના કારણરૂપ થઈ પડયું હતું. પતિપત્નિ બનેને પ્લેગ છે અને બંનેની એકબીજાની સમક્ષ હાજરી અને તેથી જુદા પડવું એ શું દુ:સહ પ્રસંગ નથી? મનને કયાં સુધી કબજેરાખવું ? હૈયે રાખવાની પણ અત્યારે તો સીમા નથી. ઈશ્વર ઈચ્છા! હવે શું વિચાર કર્તવ્ય છે? અને બાઈ વખતને કોઈ બીજે જ સ્થળે લઈ જવાં. એ સઘળાઓને એકત્ર અભિપ્રય હોવાથી અને બાઈ વખતનાં ભાગ્યેગે પિતાના માતા પિતા સાથેજ હોવાથી ભાઈ પુરૂત્તરથી જુદુ રહેવું હરકત ચરખું નથી. એવું ધારીને જુદા મકાનમાં લઈ જઈ ત્યાં સઘળી વ્યવસ્થા અને યોગ્ય ઉપચાર શરૂ કરવામાં આવ્યા, બાઈ વખતની સ્થિતિ વખત જતે ઘણી ભયંકર હાલતમાં આવી પડ, લેગની એક ગાંઠ તે સામાન્ય મનુષ્યોને પણ નીકળવાનું શ્રવણ થયું છે. પરંતુ આને તે તેથી પણ એક વધારે એમ બે ગાંઠ નીકળી. હવે ઇશ્વર શિવાય વૈદ્ય નહીં અને પ્રારબ્ધ શિવાય ઉપાય અને અવલબન નહી. એજ ખરો વિશ્વાસ રાખવાનું ફરજીયાત હતું, વખત બાઈને અને આપણા શ્રીયુત ચારિત્રનાયકને બે બાજુ કેવી કેવી સ્થિતીમાં આપણે અવલોકીએ છીએ તેનું વર્ણન કરવા હું સમર્થ થઈ શકતો નથી. જો કે મારી હાજરી કયાંથીજ હેઈ શકે, પરંતુ મારા પરમ સુહદય બધુ પ્રિય ભાઈ પુરૂત્તમ જ્યારે આ કથાનું શ્રવણ કરાવે છે ત્યારે રોમાંચ થાય છે, કંપ થાય છે અને કોઈ માનસિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com