________________
૬૨
શારદા સરિતા
એટલે ભાણેજ હતા. ક્ષત્રિયામાં મામા-ફાઇના વતા હતા એટલે બીજી રીતે જમાલીકુમાર ભગવાન મહાવીર સ્વામીના જમાઈ હતા એ સગાઈ હતી. એમની વિશેષતા ભાણેજ કે જમાઈ હતા એટલા માટે નથી પણ એમને વેરાગ્ય કેવે મજબુત હતા. સસારના અંધન ક્ષણવારમાં કેવી રીતે કાપશે તેના ભાવ અવસરે કહેવાશે.
☆
વ્યાખ્યાન નં. ૧૧
અષાડ વદ ૬ ને શુક્રવાર
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ અને બહેન !
-
અનંત કરૂણાનીધિ જ્ઞાનચક્ષુના દેનાર પ્રભુ ફરમાવે છે કે હે ભવ્ય જીવેા ! આ સંસાર શું છે? સંસાર એક મેટો સાગર છે. એ એવેા ભયાનક છે કે તેમાં માહ – માયા – રાગ – દ્વેષ ને વિષયવિકારના જમ્મર મેજા ઉછળી રહ્યા છે. તેમાંથી પસાર થવાનુ છે. આવા ભયાનક સાગરમાંથી પસાર થવા માટે માનવજીવનની મહત્તા છે. આ ભવસમુદ્રમાં ડૂબી જવા માટે એની મહત્તા નથી. સ ંસારસમુદ્રને તરવા માટે મનુષ્યભવ સિવાય ખીજુ કોઈ સ્થાન નથી. સ્વર્ગ – મેાક્ષ અને નરકની ટિકિટ મનુષ્યભવમાં મળે છે. તમારે કયાંની ટિકિટ લેવી છે? (સભા – મેક્ષની) જો મેાક્ષની ટિકિટ જોઇતી હાય તા વિષાના રાગ છેડા, વૈરાગ્યભાવ લાવા ને વૈરાગીમાંથી ત્યાગી બનવાને પુરૂષાર્થ કરે.
તા૦ ૨૦-૭-૭૩
માણસ ત્યાગ કરી દે છે પણ એ ત્યાગની સાથે વૈરાગ્ય જોઇએ. કારણ કે વૈરાગ્ય વિનાના ત્યાગ આત્મા વિનાના દેહ જેવા છે. વૈરાગ્ય વિનાને ત્યાગ લાંબે સમય ટકી શકતા નથી. જીવને એવે વિચાર થાય કે અનાહ્નિકાળથી ભેગા ભાગળ્યા પણ હજુ આ તૃષ્ણાને! અંત આવ્યે નહિ. આ ભવમાં ભમાવનાર વિષયા છે. વિષયા ભયંકર ભારિંગ જેવા છે. એના વિશ્વાસ કરવા જેવા નથી. આ વિષયના રાગે મારું ઘણું નુકસાન કર્યું છે. હવે એને છાયા વિના મારા છૂટકો નથી. જેને આત્મધર્મની પીછાણુ થાય તેને વિષયે। દુશ્મન જેવા લાગે. કાઇ તમારા દુશ્મન હેાય તે તેની સાથે વ્યવહાર રાખવા તમને ગમે? (સભા: અરે વ્યવહાર રાખવાની કયાં વાત કરે છે. એ સામે મળે તે એનુ મેહુ જોવું પણ ન ગમે? (આ રીતે વિષયા દુશ્મન જેવા લાગે તે એના સામું જોવુ ગમે?) જેને ભાગા ખરાબ લાગ્યા હાય એ તેા જિનવાણીના અણુકારે જાગી જાય. ઉભા થઈ જાય. આટલા વખતથી સાંભળેા છે. હાજી હા કરેા છે પણ હજુ વિષયે ખરાબ લાગ્યા નથી એટલે જાગતા નથી.