________________
૭૪
શારદા સરિતા
ચેપન-પાંચને ચાર નવ, નવસતા ત્રેસઠ-છને ત્રણ નવ, નવ અડાં તેર-સાતને બે નવ, નવેનવ એકસી–આઠને એક નવ, નવેદાન નેવું. અહીં પણ નવ તે છે. જુઓ નવને આંક અમર છે ને? અહીં ઘટાડે થયે કે કંઈ નુકશાન થયું ? આત્માને પરમાત્મા બનાવવાને માલ નવના આંક જેવું છે. કારણ કે ત્રિશલાનંદનની દુકાનને માલ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે, અને કષાયોને સંપૂર્ણ અભાવ છે. એટલે અહીં નુકશાનની વાત કયાંથી હોય? એકલે નફે છે એ ન સદા વધતો જાય છે.
હવે તમારે આંક કે છે તે સાંભળો. અહીં તે એકલી બેટને વ્યાપાર છે. કદાચ ભાગ્યોદયે એકદમ ન થઈ જાય તે પણ પાછળથી બેટ આવે છે ને હતા ત્યાંના ત્યાં આવી જાય છે. તમારે આંક આઠન છે. આઠકા આઠ એટલે આઠના આઠ, આઠ૬ સોળ-એકને છ સાત, આઠત્રી ચોવીસ-બેને ચાર છ, આઠચેક બત્રીસ-ત્રણને બે પાંચ, આઠપંચા ચાલીસ એટલે ચાર તે રહ્યા. જુઓ, તમે જે માટે રાત-દિવસ પ્રયત્નશીલ રહે છે, જેને માટે રાત-દિવસ મહેનત કરે છે ને ખબ દુઃખ વેઠીને ધનની વૃદ્ધિ કરે છે, જેને માટે ધર્મને પણ ભૂલી જાય છે, સંતસમાગમ પણ કરતા નથી, ધર્મધ્યાન કરવાને તે ટાઈમ નથી. આટલું કરીને ધનની વૃદ્ધિ કરી છતાં જ્યારે આઠના આંકની જેમ ઘટી જાય છે. જેમ કે આઠના પાંચ સુધી એકેક આંક ઘટતાં છેવટે ચાર રહ્યા. ધન-વૈભવ-સંપત્તિ અને ઐશ્વર્ય તથા આયુષ્ય બધું પાણીના પરપોટા જેવું છે. સંસ્થાના રંગ જેવા છે. તેને કદી વિશ્વાસ કરવા જેવું નથી. એને માટે કેટલે પરિશ્રમ કરે છે?
ધનપ્રાપ્તિ માટે માણસ થાય તેટલા પ્રયત્નો આદરે છે. ગજા ઉપરાંત શ્રમ કરે છે. ભૂખ-તરસ વેઠીને ધન મેળવે છે. ધનને માટે પિતાની પ્રિય પત્ની, બાળકો અને મા-બાપ છોડીને પરદેશ જાય છે. નોકરી કરીને પણ પૈસા મેળવે છે. એને મેળવ્યા પછી ચાર ચોરી ન જાય તે માટે કેટલી સાવધાની રાખો છો ! માને કે એક વખત મળેલી લક્ષમી વ્યાપારમાં ખેટ જતાં ઘટી જાય અને વળી પાછો પુણ્યોદય થતાં વધી જાય છે. અહીં આઠના આંકની વાત ચાલે છે ને? આઠળ અડતાળીસ-ચારને આઠ બાર, એટલે તમારી સંપત્તિ દેઢી થઈ, ત્યાં ખુશ ખુશ થઈ ગયા. લેટરી લાગે ને લાખનું ઈનામ મળે ને જેમ આનંદ થાય તેમ તમારું હૃદય હર્ષથી નાચી ઉઠે છે. પણ શું એ સ્થિતિ કાયમ રહે છે? પુણ્યદય ખલાસ થતાં લક્ષમી ચાલી જાય છે. આજનો લખપતિ કાલે રાષ્ટ્રપતિ બની જાય છે. આજને કરોડપતિ કાલે રેડપતિ બની જાય છે. એટલે એ આનંદ ચાલ્યા જાય છે. હવે આગળ જુઓ. આઠસતાં છપ્પનપાંચને છ અગિયાર થયા એટલે ઘટ થઈને ! આઠ ગુણ્યા આઠ ચોસઠ-છને ચાર દશ થયા. આગળ જતાં એક ઘટી ગયે. બારમાંથી અગિયાર અને અગિયારમાંથી દશ રહ્યા. હવે