Book Title: Sharda Sarita
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 983
________________ ૯૪૨ શારદા સરિતા રાખતું નથી. લેહથીયાતે લેહી ચૂસી જાય છે, અને કુટુંબનું પિષણ કરવાની શક્તિ નથી એટલે દુઃખથી કંટાળી આપઘાત કરવા માટે આવ્યા છીએ. હવે અમારે માટે મરવા સિવાય બીજો કેઈ ઉપાય નથી. આ સાંભળી રાજાએ કહ્યું – ભાઈ! મારી પાસે ચાર અપૂર્વ વસ્તુઓ છે. એના ગુણ તમને હું સમજાવું છું. તેમાંથી તમને જે ગમે તે એક વસ્તુ માંગી લે ઃ (૧) સૌથી પ્રથમ આ મારે ઘડે છે એના ઉપર બેસીને તમારે દુનિયાભરમાં જ્યાં જવું હશે ત્યાં જઈ શકાશે. કેઈને રસ્તે પૂછવાની પણ જરૂર નહિ. ઘોડા ઉપર બેસીને જ્યાં જવું હોય તેનું ચિંતન કરવું એટલે ઈચ્છિત સ્થાને ઘેડો તમને લઈ જશે. (૨) બીજી એક પેટી છે, તેમાંથી તમે જેવા કપડાનું ચિંતન કરશે તેવા કપડા મળી રહેશે (૩) ત્રીજી આ એક મારી કથળી છે તેમાંથી જેટલા રૂપિયા જોઈશે તેટલા મળી જશે અને (૪) ચોથા નંબરમાં આ એક બોકસ છે તેમાંથી જે જાતનું ભેજન જમવાની ઈચ્છા થશે તે મળી જશે. આ ચાર વસ્તુમાંથી તમારે જે જોઈએ તે માંગી લે. રાજાની વાત સાંભળી ગરીબ વૃદ્ધ કહે છે આપ અહીં ઉભા રહો. હું હમણાં મારા કુટુંબીજનોને પૂછીને આવું છું. એમ કહીને બંને માણસે ઘેર ગયા અને એના દીકરા-દીકરીને વાત કરી. ત્યારે દીકરે કહે છે બાપા! ઘોડે માંગી લે. વગર પૈસે દુનિયાભરમાં મુસાફરી તે કરી શકાય? ત્યારે દીકરી કહે છે ભૂખ્યા મુસાફરી કેવી રીતે કરી શકાય? તેના કરતાં બેકસ માંગી લે. જોઈએ તેટલું ખાવાનું તે મળે. ત્યારે સ્ત્રી કહે છે પેટી માંગે તે સારાં સારાં કપડાં તે પહેરવા મળે? ત્યારે બાપ કહે છે બધા કરતા કથળી માંગીએ તે પૈસામાંથી બધી ચીજો મળી રહે. પણ ઘરના બધાને એકમત થયે નહિ. બધાને ખૂબ સમજાવ્યા પણ કેઈએ પોતાની વાત છેડી નહિ એટલે વૃદ્ધ કંટાળીને ઘણીવારે રાજા પાસે આવ્યો. રાજા કહે છે બેલે આપને શું જોઈએ? ત્યારે કહે છે ભાઈ! મારે કંઈ ન જોઈએ. ઘરના કેઈ કહે છે ઘેડે માંગે, કોઈ કહે છે પેટી, તે કઈ કહે છે બોકસ માંગે. મારે કેથળી જોઈએ છે. જે ચારમાંથી એક ચીજ લઈને જાઉં તે મારા ઘરમાં ઝઘડા થાય. માટે મારે કંઈ નથી જોઈતું. અમે તો જે સ્થિતિમાં છીએ તે સ્થિતિમાં સારા છીએ. ત્યારે દયાળુ વિકમ રાજા કહે છે એક વસ્તુથી તારા ઘરમાં ઝઘડે થાય છે ને ? તે લે, આ ચારેય ચીજ લઈ જા. એમ કહીને ચારે ય ચીજો વિકમરાજાએ પેલા ગરીબને આપી દીધી ને વિકમ રાજા પગે ચાલીને પિતાના મહેલે ગયા. બીરબલ કહે છે સાહેબ! આપ વિક્રમ રાજાની માફક પારકાનું દુઃખ મટાડવા માટે આપનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છો? તે આપના નામની સંવત ચાલે. ત્યારે અકબર કહે છે એ તે મેંઘુ પડી જાય. મારાથી એ બને નહિ. મારે મારા નામની સંવત ચલાવવી નથી. ટૂંકમાં તમે જીવન એવું જીવી જાવ કે તમારા

Loading...

Page Navigation
1 ... 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020