Book Title: Sharda Sarita
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 1007
________________ શારદા સરિતા ખબર નથી. જ્યારે પહેરેગીરે જાગ્યા અને મલયાસુંદરીને ન જોઈ ત્યાં ખળભળાટ પેદા થ. તરત રાજા કંદર્પ અને તેને પરિવાર પગલું પકડતે કૂવાના કાંઠે આવ્યું. કૂવામાં તે ઝાકઝમાળ અજવાળું છે તેથી દેવરૂપ જેવા બંને માણસને બેઠેલા જોતાં વિચાર કરવા લાગ્યા કે અહો! જેડી કેવી શોભે છે! માયા કરીને રાજા બોલ્યા કે હું તમને કૂવામાંથી બહાર કાઢવા આવ્યો છું અને તમે બંને આ બે માંચીમાં બેસી જાવ. મલયાસુંદરીએ મહાબલને કહ્યું કે આ રાજા કામી છે. આપણે બહાર નીકળવું નથી પણ મહાબલે મલયાને સમજાવ્યું કે બહાર નીકળીને હું તેને પહોંચી વળીશ. હવે તું ગભરાઈશ નહિ. છેવટે બંનેએ એક માંચીમાં બેસવાને નિર્ણય કર્યો. માંચી ખેંચતા મહાબલનું રૂપ જોઈ રાજા વિચારે છે કે અહો! આ અદ્દભુત રૂપ લાવણ્યવાળે તેને યુવાન પતિ જીવતો હશે ત્યાં સુધી તે મને ચાહશે નહિ એટલે એકદમ માંચી ખેંચતા માણસોએ મલયાસુંદરીને ખેંચી લીધી અને માંચીની દેરી કાપી નાંખીને મહાબલને કૂવામાં નાંખી દીધે. પાછળ મલયા કૂવામાં ઝંપાપાત કરવા માટે દેડી પણ બધાએ તેને પકડી રાખીને તેને ગામમાં લઈ જઈ બધું પૂછવા માંડયું તે મલયાએ એક શબ્દને પણ જવાબ આપે નહિ. કારાગૃહમાં સર્પદંશ - છેવટે મલયાસુંદરીને રાજાએ કારાગૃહમાં પૂરી. પાણી વિના માછલી તરફડે તેમ મલયાસુંદરી કાળાપાણીએ રેતી તરફડી રહી છે. ત્યાં તેને ભયંકર સર્પ આવી ડંખ દે છે. મલયાસુંદરી કાળી ચીસ પાડે છે અને પછી નવકારમંત્રનું સ્મરણ કરવા લાગી જાય છે. તરત ચેકીયાતે દેડી આવે છે. રાજાને ખબર આપે છે. રાજાએ ઘણાં મંત્રવાદીઓને લાવ્યા ને અનેક ઉપચાર કર્યા પણ ઝેર ઉતર્યું નહિ ને મલયાસુંદરી ભાનમાં પણ ન આવી. રાજાએ ગામમાં ઉલ્લેષણ કરાવી કે જે કોઈ મલયાને સજીવન કરશે તેને મારો રણરંગ નામને હાથી, રાજકન્યા અને એક દેશ ઈનામ આપીશ. પડ૯ વાગે પણ કેઈએ ઝી નહિ. છેવટે એક પરદેશી પુરૂષે પડ ઝી અને તે રાજા પાસે આવ્યો. તેને જોતાં રાજાએ તેને ઓળખી કાઢયે. ઘણું તર્કવિતર્ક થયા. પણ એક વિચાર કર્યો કે મારું કાર્ય પહેલાં કરી લઉં, તેથી કહ્યું કે હે પરદેશી પુરૂષ! તું પહેલાં મલયાસુંદરીને સજીવન કર. હું તને આટલું ઈનામ આપીશ. મહાબલ કહે કે મારે કંઈ જોઈતું નથી. ફકત મને મલયાસુંદરી આપો. રાજા વિચાર કરે છે એને મેળવવા માટે તે મેં આટલાવાના કર્યા તે શું તને આપવાની છે? છતાં માયાજાળ મનમાં રાખીને તેને સજીવન કરવાનો આદેશ આપે. મલયા પાસે જતાં મહાબલનું હૃદય ભરાઈ ગયું પણ હિંમત કરીને કહ્યું–મહારાજા ! હવે તમે બધાને બહાર કાઢે. અંદર કે મનુષ્ય ન જોઈએ. પાણી છંટાવી જગ્યા શુદ્ધ કરીને રૂમ બંધ કરી મહાબલે નવકારમંત્રનું સ્મરણ કરી પિતાની કમ્મરેથી મણિ કાઢી પાણીમાં જોઈ આંખ પર તે પાણી છાંટયું ને શરીરે ચેપડયું. તરત ડીવારમાં મલયાસુંદરી બેઠી થઈ ગઈ. મહાબલ

Loading...

Page Navigation
1 ... 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020