Book Title: Sharda Sarita
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 1009
________________ ૯૬૮ શારદા સરિતા રાખ ઉપર અમૃતનું સિંચન કર્યું તેથી હું જીવતે બેઠો થયો. રાજાને હાય લાગી કે નક્કી, આ કે માયાવી માણસ છે. કંઈક લેકેએ મલયાસુંદરીને સમાચાર આપ્યા કે સિદ્ધપુરૂષ જીવતે આવી ગયા. મલયાને ખૂબ આનંદ થયો. મહાબલ-મલયા પ્રેમથી ભેટયા અને મલયાએ બધી હકીકત પૂછી. મહાબલે કહ્યું કે મેં અંધ કૂવા પાસે ચિતા ગઠવાવી હતી. તે કૂવાના ભૈયાને હું જાણતો હતે. તરત જ પથ્થર ખસેડીને હું ભંયરામાં પેસી ગયો અને આખી રાત્રી ત્યાં રહ્યો ને સવારમાં આ રીતે અહીં આવ્યું. મહાબેલે મલયાની માંગણી કરી ત્યારે આવા પ્રધાને કહ્યું કે અમારા મહારાજાને પિત્તની પીડા બહુ છે તે છિન્નકંટક નામના પહાડ પર એક આંબાનું ઝાડ છે તેની કેરી લાવીને અમારા મહારાજાને ખવડાવવામાં આવે તે પિત્તનું દર્દ મટી જાય. પણ એ કરી લાવવી ખૂબ કઠણ છે. કોઈ ત્યાં જઈ શકતું નથી. કારણ કે ત્યાં ચઢવું ઘણું મુશ્કેલ છે. છતાં પૂર્વદિશા તરફથી ચઢી શકાય છે. પણ ઉતરી શકાતું નથી. ત્યાંથી પડતું મૂકવું પડે છે. તે છે સાહસિક પુરૂષ! તમે આટલું કાર્ય કરી આપો. આ કાર્ય તે જીવના જોખમનું છે. અહીં તેના રક્ષણ માટે કંઈ હતું નહિ. છતાં હિંમતપૂર્વક સાહસથી બોલ્ય-ભલે, હું લાવી આપીશ. પણ તમે તમારું બોલેલું વચન નહિ પાળો તે બધાને નાશ થઈ જશે તેમ કહીને તે ઉભો થયે. મહાબેલ છિન્નકંટકના શિખર ઉપર”:- આ સમાચાર સાંભળી મલયા કાળાપાણીએ રડવા લાગી. ઝાલી કે બાંધી રહેતી નથી. મહાબલ મલયાના માથે હાથ મૂકીને કહે છે ગભરાઈશ નહિ, હું સના બળે હમણાં પાછો આવીશ. મહાબલ પહાડ તરફ ચાલે. સંખ્યાબંધ લો કે તેની પાછળ ચાલ્યા. લકે બોલવા લાગ્યા અરેરે... આ અન્યાય! રાજા ઘેર પાપ કરે છે. સતીયા પુરૂષને કેટલું કષ્ટ આપે છે! પહાડ ઉપરથી પડશે તે હાસ્કાના ચૂરેચૂરા થઈ જશે. લોકેને દેખતાં મહાબલ પહાડ ઉપર ચઢી ગયે. કેરી લઈને પાછલી ખીણમાં ઝંપાપાત કર્યો. હાહાકાર મચી ગયો. રાજા રાજી થયા ને પ્રજા રોતી રોતી ઘેર ગઈ. સવાર પડતાં સિદ્ધપુરૂષ માથે કેરીને કરંડીયે લઈને દરબારમાં આવ્યું. લાખ લોકોએ મહાબલને ઘેરી લીધે. મહાબલને જોઈને રાજાનું મોટું કાળું થઈ ગયું. માયાવી પ્રધાન બે –તમે ક્ષેમકુશળ છો ને? મહાબલ કહે મહારાજા! હવે તમે બધા આ કેરી ખાવ અને તમારો રોગ મટાડે, એમ કહી કરંડી છે ને પાંચ કેરીઓ લઈને મલયા પાસે પહોંચી ગયો. મહાબલને મલયા પૂછે છે નાથ! તમે કેવી રીતે જીવતા આવ્યા ત્યારે મહાબલ કહે છે મેં જ્યારે પહાડ ઉપરથી પડતું મૂકયું ત્યારે એક વ્યંતરદેવે મને ઝીલી લીધે ને કહ્યું કે હે રાજકુમાર! તું મારે અતિથિ છે. હું તારૂં સન્માન કરું છું. જ્યારે હું મનુષ્ય હતો ત્યારે તેં મને ખૂબ સહાય કરી છે માટે હું તારી મદદે આવ્યો છું. તું કહે તે કંદર્પ રાજાને પૂરેપૂરી શીક્ષા કરૂં. ત્યારે

Loading...

Page Navigation
1 ... 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020