________________
૯૬૪
શારદા સરિતા
ખ્યાલ રાખજો અને જેની જેની સાથે વૈર થયુ' હાય તેમને ખમાવી લેજો. જેથી વૈરની પરંપરા લાંખ સમય ટકી શકે નહિ. આ રીતે સમરાદિત્યનું ચરિત્ર પૂર્ણ થાય છે. આજે કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસ છે એટલે ચાતુર્માસની પૂર્ણાહુતિના દિવસ છે. સાથે અમારી ક્ષમાપમાને દિન છે, તે ચાર ચાર મહિનાથી વીતરાગવાણીના એકધારા ઉપદેશ આપતા કડક શબ્દો કહેવાઈ ગયા હાય ને કાઈ પણ શ્રેાતાજનના દિલમાં દુઃખ થયું હાય અગર શ્રી સંઘના કાઇ પણ ભાઇ-બહેનેાને અમારા દશ સતીજીએમાંથી કાઇનાથી કંઇ કહેવાયુ હાય તા હું દરેક વતી ક્ષમાપના કરૂ છું. (પૂ. મહાસતીજીએ જ્યારે અંતરથી ક્ષમાપના કરી ત્યારે દરેક ભાઇ-બહેનેાની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી હતી)
“ ક્ષમાપના વખતે મત્રી રમણિકભાઇ કાહારીનું વક્તવ્ય ’
પરમ પૂજ્ય, પંચ મહાવ્રતધારી, વીતરાગના માર્ગે ચાલી વીતરાગ વાણીની વીણા મજાવનાર, જેની જીવા ઉપર સાક્ષાત સરસ્વતીદેવી મિરાજમાન છે એવા સરસ્વતીના અવતાર સમાન, પ્રખર વ્યાખ્યાતા, મહાવિદુષી મા. પ્ર. પૂજ્ય શ્રી શારદાબાઇ મહાસતીજી તેમજ અન્ય સતીજીએ ! તેમજ સઘના ભાઇ-બહેના !
આજે ચાતુર્માસની પૂર્ણાહુતિનેા દિવસ છે. બીજું, ક્રાંતિવીર લેાંકાશાહની જન્મ જયંતીના દિન છે અને ત્રીજું, આપણે ત્યાં કલકત્તા સંઘના ભાઇએ આવેલ છે. એ ખૂબ આનંદના વિષય છે.
આપણી વિનંતીને માન આપી પૂ. મહાસતીજી કાંદાવાડી ચાતુર્માસ પધાર્યા. તે સતીજીના સના પ્રભાવે ચાતુર્માસમાં અનેરો આનંદ વર્તાયા છે. દાન-શીયળ–તપ અને ભાવનાની ભરતી આવી છે. આટલા વખતમાં કદી નિહ થએલ એવા દશ લાખ રૂપિયાના ફાળા થયા છે. આઠ આઠ વર્ષની કુમળી બાલિકાઓએ અઠ્ઠાઇ છકાઈ કરી. દાતાઓએ દાનના વરસાદ વરસાવ્યેશ, તપસ્વીઓએ તપશ્ચર્યા કરી અને ઘણાં ભાઈ-બહેને એ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી. આ બધા યશ પૂ. મહાસતીજીના ફાળે જાય છે. આ વખતનુ ચાતુર્માસ અભૂતપૂર્વ છે. આ ચાતુર્માસ કાંદાવાડી સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. સતીજીની વાણીમાં અમૃત ભર્યુ છે. તેમને ઉપદેશ શ્રોતાજનાના દિલમાં આરપાર ઉતરી જાય છે. મુંબઇને ફરતે ખારે। સમુદ્ર છે. પણ માહમયી મુખઇનગરીમાં વસનાર માનવીના દિલ મીઠા છે. પૂ. મહાસતીજીના મુંબઈ પધારવાથી માનવીના દિલમાં ધર્મભાવનાની જયાત પ્રગટી છે. શાસનની પ્રભાવના થઈ છે. ફરી ફરીને આપણને આવે લાભ મળે એવી પૂ. મહાસતીજીને અમારા સંઘ વિનંતી કરે છે તેમજ અમારા સકળ સંઘના ભાઇ-બહેનેાથી કાઇ પણ રીતે અવિનય થયેા હાય ને કોઇ પણ સતીજીને દુઃખ થયુ... હાય તેા અમારા શ્રી સંઘવતી અ ંતઃકરણપૂર્વક ક્ષમા માંગી બેસી જાઉં છું.
કલકત્તાના સઘે પણ પૂજ્ય મહાસતીજીને કલકત્તા પધારવા માટે ખૂબ આગ્રહ ભરી વિનંતી કરી હતી.
ચાતુર્માસ વ્યાખ્યાન સમાપ્ત