________________
૯૬૨
શારદા સરિતા
જીવ વસે છે કે જેણે આપને આ ઘર ઉપસર્ગ આપે? આ વખતે જલંધર નામના દેવે ગિરીસેન સામે આંગળી ચીંધીને કહ્યું કે આ અધમે મુનિને ઘેર ઉપસર્ગ આપે છે. મુનિના કેઈ અશુભ કર્મના ઉદયથી બિચારો નિમિત્ત બન્યું લાગે છે.
ઈન્દ્ર દેવ સાથે મળીને સમરાદિત્ય કેવળીને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવે. ઈને ભગવાનની સ્તુતિ કરી, કિન્નરેએ ગીત ગાયું ને દેવીઓએ નૃત્ય કર્યું. આ બધે કેવળને મહિમા જઈને ગિરસેનના મનમાં પશ્ચાતાપ થયે કે ખરેખર! આ કઈ પવિત્ર આત્મા છે. દેવે પણ એના ચરણમાં નમે છે. એના ગુણ ગાય છે. આવા મહાન પુરૂષને મેં કષ્ટ આપ્યું? મેં ગંભીર ભૂલ કરી.
દેવાનુપ્રિય! હવે મુનિ સાથે અગ્નિશમનું વૈર પૂરું થયું એટલે તેને પિતાની ભૂલને પશ્ચાતાપ થવા લાગે. જે માણસ પોતાની ભૂલને ભૂલ સમજે છે તે કયારેક ઉચે આવે છે. અહીં ગિરસેનને પોતાની ભૂલને પશ્ચાતાપ થવા લાગ્યો ને પશ્ચાતાપના પાવકમાં આત્માને પવિત્ર બનાવવા લાગ્યા. અહીં આપણે એ વાત સમજવાની છે કે ગુણસેન અને અગ્નિશના ભવથી બંનેનું વૈર ચાલ્યું આવે છે. તેમાં એક આત્માએ ભવોભવમાં કેટલી સમતા રાખી છે. બે વ્યકિતઓને ઝઘડો ચાલતો હોય ત્યારે બેમાંથી એક વ્યકિત નમતું મૂકે તે ઝઘડે પતી જાય છે, પણ બંને સરખા ઉતરે તે ઝઘડો પતો નથી. તેમ અહીં પણ જે બંને સરખા ઉતર્યા હતા તે વૈરની પરંપરા વધી જાત, પણ ગુણસેનના જીવે ભવભવમાં સમતા રાખી તે એના કર્મો ખપી ગયા ને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને એમના કેવળજ્ઞાનના મહત્સવનું નિમિત્ત પામીને ગિરીસેનને પિતાની ભૂલને પશ્ચાતાપ થવા લાગે.
કેવલી ભગવાનના દર્શન કરવા ઉજજયિની નગરીની પ્રજા ઉમટી હતી. કેવળી ભગવંતે અમૃતમય વાણી વરસાવી. તેમને ઉપદેશ સાંભળી કંઈક જ વૈરાગ્ય પામી ગયા ને કઈ વ્રતધારી શ્રાવક બન્યા ને ઘણાએ બીજા નિયમ લીધા.
આ પછી મુનિચંદ્ર રાજાએ કેવળી ભગવંતને પૂછ્યું કે આપની સાથે એવું કયું વૈર હતું કે જેથી આપને જીવતા સળગાવી મૂકવાની ગિરીસેનને કુબુદ્ધિ સૂઝી. ત્યારે કેવળી ભગંવતે કહ્યું – રાજની આ ગિરીસેન અને મારા બંનેના નરક અને દેવના ભો ગણીએ તે આ સત્તરમો ભવ છે અને મનુષ્યના ભવ ગણીએ તે નવ ભવથી અમારા બંને વચ્ચે આ વૈરની પરંપરા ચાલી આવે છે. આ એક જ ભવનું વૈર નથી. સૌથી પ્રથમ ભાવમાં હું ગુણસેન રાજકુમાર હતું ત્યારે તે અગ્નિશમ તાપસ હતો. તે ભવમાં મારી સાથે વૈરનું બીજ વવાયું. તે ભવમાં એને એમ થયું કે ગુણસેન મારે શત્રુ છે. મને દર વખતે પારણનું આમંત્રણ આપે છે ને પારણું કરાવતું નથી. આ નજીવા પ્રસંગમાં વૈરનું બીજ વવાયું અને ફાલતુંફૂલતું હજુ સુધી તેના હદયમાંથી ખસ્યું નથી.