Book Title: Sharda Sarita
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 1002
________________ શારદા સરિતા ૯૬૧ આપણે આગળ વાત આવી ગઈ કે ગિરિસેન એક માતંગને ત્યાં જ છે. તે જન્મથી કુબડે હતે. એ અગ્નિશમને જીવ હતું. આ સમાદિત્યકુમારે બંને પત્નીઓને વૈરાગ્ય પમાડી દીક્ષા લીધી એટલે એના ઠેરઠેર ગુણ ગવાય છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા તેના ગુણ ગાય છે. આ ગિરિસેનથી સહન થતું નથી. બસ, આખું ગામ એના જ ગુણલા ગાય? એ તો ઢગી છે. એ રાજકુમાર છે એને માર શી રીતે? જે બીજે કઈ હોત તો કયારને ય મારી નાંખત. આ ગિરિસેન ઈષ્યની આગથી સળગી રહ્યો છે. સમરાદિત્યકુમાર તે તેને ઓળખતું ન હતું. પણ આ તેને જોઈને સળગી ઉઠે છે. હવે સમરાદિત્યકુમાર મટી મુનિ બન્યા છે. તેઓ દીક્ષા લઈને ઉજજયિનીથી વિહાર કરી ગયા. તપ-ત્યાગને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત બની ગુરૂની સાથે વિચરવા લાગ્યા. થડા સમયમાં ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેમની યોગ્યતા જોઈને ગુરૂએ તેમને ઉપાધ્યાયનું પદ આપ્યું. ત્યાર પછી ઉપાધ્યાય એવા સમરાદિત્ય મુનિ ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં એક વખત પાછા ઉજયિની નગરીમાં પધાર્યા. તેઓ નગરની બહાર એક જગ્યાએ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર ઉભા હતા. સંધ્યાકાળના સમયે પેલે કદરૂપ ગિરસેન ફરતો ફરતો ત્યાં આવ્યા, ને મુનિને જોઈને એને કેધ ભભૂકી ઉઠ ને બે આણે ઢગ કર્યો છે. આખા ગામને ગાંડુ કરનાર ધૂતારે આજે ઠીક લાગમાં આવી ગયો છે. આજે આને જીવતે ન છેડું. આમ વિચાર કરી છેડા ચીંથરા લઈ આ ને મુનિના શરીરે વીંટયા ને ઉપર તેલ છાંટયું. તેલથી ચીંથરા પૂરા પલળી ગયા એટલે તેને અગ્નિથી સળગાવી આનંદ પામેલે ગિરસેન થોડે દૂર જઈને ઉભો રહ્યો. મુનિનું શરીર બળવા લાગ્યું. આ સમયે સમરાદિત્ય મુનિ આત્માને કહેવા લાગ્યા છે જે હોં...રખે ભૂલ ખાતે. આજે તારી પરીક્ષાનો દિવસ છે. કેઈ ભવના કરેલા ચીકણું કર્મો તને ઉદયમાં આવ્યા છે. બાંધતી વખતે તે વિચાર નથી કર્યો તો ભગવતી વખતે શા માટે નાસીપાસ થવું જોઈએ ! શરીર અને હું બંને જુદા છીએ. દેહ બળે છે. હું નથી બળતું. આ રીતે વિચાર કરતાં તેમને દેહાધ્યાસ છૂટી ગયો અને આ રીતે સમતારસનું પાન કરતાં સમરાદિત્ય મુનિ કર્મો ખપાવી કેવળજ્ઞાન પામ્યા. જ્યાં મુનિને કેવળજ્ઞાન થયું ત્યાં ઈન્દ્રનું સિંહાસન કંપ્યું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. દેવદ૬ભી વાગી અને દેવોએ જયજયકાર બોલાવ્યો અને સમરાદિત્ય કેવળીને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા માટે આવ્યા. અગ્નિની જવાળાઓ શીતળ બની ગઈ અને મુનિ જાણે સેનાના કમળ ઉપર બેઠેલા સેના જોવામાં આવ્યા. ઉજજયિનીના રાજા મુનિચંદ્ર પણ પરિવાર સહિત કેવળી ભગવાનના દર્શને આવ્યા. મુનિના શરીરને બળેલું જોઈને બોલ્યા. મારી નગરીમાં એ કણ દુષ્ટ

Loading...

Page Navigation
1 ... 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020