Book Title: Sharda Sarita
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 1006
________________ શારદા સરિતા ૯૬૫ શારદા સૌરભમાં મહાબલ-મલયાની અધૂરી રહેલી કહાણું અમદાવાદથી પ્રગટ થયેલા પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાન જે પુસ્તકનું નામ શારદાસૌરભ છે જેમાં થાવર્ચા પુત્રને અધિકાર છે અને પાછળ મહાબલ ને મલયાસુંદરીનું ચરિત્ર છે. તેમાં ચરિત્ર અધૂરું રહ્યું છે તેથી જનતાની ખૂબ માંગ છે, તેથી અમે પૂ. મહાસતીજીને વિનંતી કરી કે અધૂરું રહેલું ચરિત્ર આ પુસ્તકમાં ટૂંકમાં આપશે. વહી ગયેલી વાર્તાના રસિક ભાઈ-બહેનો! તમારા મનમાં એમ છે કે મલયાસુંદરી કૂવામાં પડી તે તેને મહાબલકુમારને ભેટે ક્યાં થશે? તેની અધિરાઈ આવી છે તે હવે સાંભળો. મહાબેલ મલયા ચરિત્ર મલયાસુંદરીએ કંદર્પ રાજાના ત્રાસથી અને પિતાના શીયળના રક્ષણ માટે તેણે નિર્ણય કર્યો કે શીયળના રક્ષણ માટે દેહનું બલિદાન આપવું તે શ્રેષ્ઠ છે તેમ વિચારી કૂવાના કાંઠે પહોંચી ગઈ. નવકારમંત્રના સ્મરણ સાથે મહાબલનું સ્મરણ કરતાં કૂવામાં પડતું મૂકે છે. મહાબલ... મહાબલ શબ્દ મહાબલના કાને પડે છે. તરત મહાબલ દોડ કે આ મલયાસુંદરીને સૂર લાગે છે. તેણે પણ તરત કૂવામાં પડતું મૂકયું અને તપાસ કરતાં પહેલા પડેલે પુરૂષ ગઢ મૂછમાં હતો. તે મંદમંદ સ્વરે સહેજ ભાન આવતાં એમ બોલ્યા કે મને મહાબલને મેળાપ થજે. તેને વિચાર થયે કે અહો! આ મારું નામ કેમ બેલત હશે? તેથી મહાબલ પૂછે છે કે સાહસિક પુરૂષ! તું કોણ છે અને શા માટે કૂવામાં પડે છે? મલયાસુંદરી મહાબેલને અવાજ ઓળખી ગઈ ને બેલી તમે કેણ છે? ને મારી પાછળ શા માટે કૂવામાં પડ્યા છો? તે વાત મારે તમને પૂછવી છે. પણ તે પહેલાં તમારા શૂક વડે મારા કપાળને ચાંદલે લુછી નાખે. આથી મહાબલ આ વાતનો મર્મ સમજી ગયો અને ચાંદલો લૂછતાં જ તે પુરૂષ મલયાસુંદરી સ્ત્રીના રૂપમાં પ્રગટ થઈ. આ બંનેને એક વર્ષે અંધ કૂવામાં મેળાપ થતે જોઈ કૂવાની ભીંતની પોલાણમાં રહેલે સર્પ વિચારવા લાગ્યું કે અહો! એક એક માટે પ્રાણ આપી દે તેવા બંનેના પ્રેમ છે. બાર બાર મહિને ભેગા થયેલા હોવા છતાં ભયંકર અંધકારમાં એક બીજાનું મુખ જોઈ શકતા નથી. તે લાવ, હું એ બંનેને કંઈક સહાય કરું. મણિધર સપે પિતાનું મુખ બહાર કાઢયું. મણિના તેજથી કૂવામાં ઝાકઝમાળ અજવાળું થઈ ગયું. બને હર્ષથી ભેટી પડ્યા અને નેત્રમાંથી હર્ષાશ્રુનો પ્રવાહ છૂટ અને અરસપરસ એક બીજાની કહાણુ પૂછી. મલયાસુંદરીની કહાણ સાંભળતાં મહાબલની આંખમાંથી ધાર આંસુ વહેવા લાગ્યા અને આપણે પુત્ર હાલ ક્યાં છે? વિગેરે વાત પૂછી. હવે જે રૂમમાં મલયાસુંદરીને પૂરી હતી ત્યાંથી ભાગીને તે કૂવામાં પડી તે પહેરેગીરને

Loading...

Page Navigation
1 ... 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020