________________
શારદા સરિતા
૯૪૯
એકેય શ્રાવક જાગતા નથી. કેઈના દિલમાં આવે અનાસકત ભાવ જાગે? આવા પ્રકારના મન ઉપરના સંયમથી જીવ મુકિતપુરીની નજીક પહોંચે છે ને દેવેને પણ પિતાના ચરણમાં મૂકાવી શકે છે. જનક રાજા સંસારમાં હતા છતાં વિદેહી કહેવાયા. આગળના એકેક શ્રાવક એવા દઢ હતા કે સાધુની ભૂલ થાય તો તેમને શ્રાવકનો દાખલો અપાતે હતો. આ જૈનદર્શનની ખૂબી તે જુઓ. અન્ય ધર્મોમાં સંસાર છોડી સાધુ બને, અને વર્ષો સુધી તપ કરે છતાં જે લાભ ન મેળવી શકે તે સાચે શ્રાવક મેળવી શકે છે. આપણી આરાધના જે સમજણપૂક થાય તે મૂલ્યવાન છે. જેમ કે માણસ હેરોને ખાવાનું ખાણુ, કપાસીયા, ગવાર વિગેરેને વહેપાર કરે છે, એને માલ ભરવા કેટલી બધી જગ્યા રોકાય છે! એટલી મેટી વખાર હોવા છતાં એને બધો માલ વેચી દેવામાં આવે તે પણ પાંચ-દશ હજાર રૂપિયા ઉપજે છે ને ઝવેરી એક નાનકડું પડીકું ખિસ્સામાં લઈને ફરે છે એના માલને માટે જગ્યા જ ન રોકવી પડે. એ બે-ત્રણ પડીકા વેચે તે લાખોની કમાણી કરે છે. તે રીતે આપણી ક્રિયાઓ મૂલ્યવાન છે. જે ઓછો કરવો છે ને થોડામાં ઘણું લાભ લે છે તે સમજણપૂર્વકની કરણી કરે. તપ ઓછો થાય તે ઓછો કરે પણ ક્ષમા વધુ રાખો. વર્ષો સુધી તપ કરે પણ સાથે ક્ષમા ન હોય તે તપને તાપ થઈ જાય છે ને મોટો અનર્થ થઈ જાય છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
દુર્વાસા ઋષિએ ઘણું વર્ષો સુધી અઘોર તપની સાધના કરી ત્યારે તેમને એક લબ્ધિ પ્રાપ્ત થઈ. પોતે કેઈના તરફ દષ્ટિ કરે અને તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય તે તે જ ક્ષણે સામાને બાળીને ભસ્મ કરી નાંખે તેવી શકિત પ્રગટ થઈ. ધ્યાન છેડી આંખ ખેલી સામે જોયું-સિદ્ધિ પ્રાપ્ત થવાને ખ્યાલ આવ્યો. તે વખતે પોતે એક વૃક્ષ નીચે બેઠા હતા. તે વૃક્ષ ઉપરથી એક ચકલી ચરકી અને તેની ચરક દુર્વાસા ઋષિ ઉપર પડી. દુર્વાસાને ખૂબ કૈધ આવ્યા અને દ્વેષભરેલી દષ્ટિથી જોયું એટલે ચકલી તરફડતી નીચે પડી અને બળીને ભસ્મ થઈ ગઈ.
- આ જોઈને દુર્વાસાને પોતાની વિદ્યાની સિદ્ધિને ખૂબ આનંદ થયે ને સાથે અભિમાન પણ આવ્યું કે હવે આ દુનિયામાં મને કઈ સતાવી શકે તેમ નથી. જે કંઈ મને સતાવશે તો હું તેને પલકારામાં બાળીને ભસ્મ કરી દઈશ. એક દિવસ બપોરના સમયે તેઓ ગામમાં ભિક્ષા લેવા માટે ગયા. ગરમી સખ્ત હતી. દુર્વાસા એક મકાન પાસે આવ્યા. મકાનનું બારણું બંધ હતું. બારણું ખખડાવીને દુર્વાસા કહે- દ્વાર ખોલો. આપના આંગણે અતિથિ ભિક્ષાર્થે આવ્યા છે. કહે છે હમણાં એવું છું. હમણાં ઉભા રહો. સ્ત્રી પોતાના પતિને પ્રેમપૂર્વક શાંતિથી જમાડે છે ને પંખાથી હવા નાંખે છે. પતિ જમી રહ્યા પછી બારણું ખેલવા બહાર આવી. બારણું ખોલતાં વાર લાગી એટલે