________________
૯૫૬
શારદા સરિતા
ભાવથી નથી બલતે પણ એની અસહ્ય વેદના જોઈને સહેજે બેસી જાય છે કે આ છૂટે તે સારું, પણ એમ ન બેલે. કારણ કે જીવ વિના કારણે અનર્થદંડે દંડાઈ જાય છે. તમારાથી એનું દર્દ જોયું જતું ન હોય તો એમ વિચાર કરો કે પૂર્વકર્મના ઉદયથી એને આ અસહ્ય રેગ આવ્યું છે તે હે ભગવાન! સમતાભાવે સહન કરી એના કર્મો ખપાવવાની એને શકિત મળે.
જૈન ધર્મના તત્વને સમજનારો જીવ આવી સમજણના કારણે અનર્થદંડથી દંડાઈને કર્મ બાંધતો નથી. તત્ત્વની રૂચીવાળે જીવ તે આશ્રવના સ્થાનમાં પણ સંવર કરી જાય છે અને તત્વરૂચી વિનાનો જીવ સંવરના સ્થાનમાં પણ આશ્રવ કરી પાપ બાંધે છે. માની લે કે કઈ એક યૌવનવંતી અને હીરાના દાગીનાથી ઝગમગતી અને સૌંદર્યવાન સ્ત્રીનું કલેવર રસ્તામાં પડયું છે. તે વખતે કઈ મુનિ ત્યાંથી પસાર થાય છે. તેમની દષ્ટિ એ કલેવર ઉપર પડી તે મુનિએ વિચાર કર્યો કે અહો! આવી નાની ઉંમરમાં મનુષ્યજન્મ હારી ગઈ! જે એ જીવતી હતી તે હું એને ધર્મને ઉપદેશ આપી ધર્મ પમાડત. થોડી વારે ત્યાંથી એક વિષયલંપટ પુરૂષ પસાર થાય છે. તેને એ સ્ત્રીનું કલેવર જોઈને એ વિચાર આવ્યો કે જે એ જીવતી હતી તે હું એને મારી સ્ત્રી બનાવત ને સંસારને આનંદ માણત. થોડી વારે એક શિયાળ નીકળે છે તેને વિચાર થ કે ચાલ આપણે એના શરીરનું માંસ ખાશું ને ઉજાણું કરીને આનંદ માનીશું. એક જ વસ્તુ છે પણ દષ્ટિમાં કેટલી ભિન્નતા છે! બે જીવોએ કર્મ બાંધ્યા ત્યારે મુનિએ કેવી સરસ ભાવના ભ વી! જેનો આત્મા જાગૃત હોય છે તે નાની વાતમાંથી પણ બોધ ગ્રહણ કરે છે.
એક વખત એક રજવાડામાં નટ લેકે નાટક કરવા માટે આવ્યા. રાજાની આજ્ઞાથી રાતના રાજદરબારના ચેકમાં નાટક કરવા લાગ્યા. આ નાટક જેવા ઘણાં નગરજને આવ્યા છે. રાજા-રાણી, રાજકુમારી બધા બેઠા છે. નટ લોકોએ એવું સુંદર નાટક ભજવ્યું કે એ જોઈને લકે સ્થિર થઈ ગયા. નાટક પૂરું થતાં લોકોને થયું કે આ સુંદર ખેલ બતાવ્યું તે આપણે તેને કંઈક દેવું જોઈએ. એ સરસ ખેલ હતું કે ન દેવું હોય તે પણ દેવાનું મન થઈ જાય. લકે નટને દાન દેવા આતુર બન્યા. પણ
જ્યાં સુધી રાજા ન આપે ત્યાં સુધી પ્રજા આપી શકે નહિ. રાજા તુમ્માન થઈને સારું દાન આપે તે પ્રજા પૈસાને વરસાદ વરસાવે ને નટ ન્યાલ બની જાય. નટ રાજા પાસે આવી હાથ લાંબો કરીને દાન માંગે છે પણ રાજાની વૃત્તિ મલીન હતી. એને નાટક જેવું ગમતું હતું પણ દમડી દેવી ગમતી નથી. આજે એવા કંઈક છે પડ્યા છે કે કેઈનું લેવામાં ને ખાવામાં તૈયાર પણ દેવાનું આવે ત્યારે પેટમાં દુઃખે (હસાહસ). નટ રાજા પાસે ગયે અને દાન માંગ્યું ત્યારે રાજા કહે છે તે નાટક તે બહુ સુંદર ભજવ્યું