________________
૯૫૪
શારદા સરિતા મારી ઇરછા સંયમ લેવાની છે. આવા લગ્ન આપણે ઘણી વખત કર્યા. સંસારની વિષમ વાસનાઓ આપણને અનંત કાળ રખડાવ્યા છે તે હવે હું સંસારમાં રખડવા ઈચ્છતો નથી. મારું કલ્યાણ કરવા સાથે તમારું કલ્યાણ કરાવવા ઈચ્છું છું. આ સાંભળી અને સ્ત્રીઓ જરા વિચારમાં પડી. થોડી દલીલ કરી પણ સમરાદિત્ય એની સાથે એવી સરસ વાત કરે કે બંનેને તેની વાત કબુલ કરવી પડે. છેવટે બને કેડભરી કન્યાઓએ પરણ્યાની પ્રથમ રાત્રે સમરાદિત્યકુમાર પાસે જાવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી અને નકકી કર્યું કે આપણા પતિદેવને જે માર્ગ તે આપણો માર્ગ.
આ વાતની સમરાદિત્યના માતાપિતાને ખબર પડી, તેઓ ખૂબ વલેપાત કરવા લાગ્યા કે આપણે એકને એક કુંવર આ દઢ વૈરાગી બનીને બેસી ગયા છે. આવી ચતુર કન્યાઓને પણ કેવી સમજાવી દીધી! હવે આપણું રાજય કેણ સંભાળશે ? ત્યાં એકદમ ઓરડામાં પ્રકાશ થયે ને ત્યાં એક દેવી પ્રગટ થઈને બોલી હે રાજા રાણી ! તમે ખેદ ન કરો. તમારે પુત્ર મહાન પુણ્યવાન છે. આ ભવમાં મેક્ષે જનારે છે. એ સંયમ લઈને ત્રણ લોકનો સ્વામી બનશે! આ પુત્ર તમારું કુળ ઉજજવળ બનાવશે માટે એને જે માર્ગે જવું છે તે માર્ગે જવામાં તમે સહકાર આપો ! ત્યારે રાજા રાણે પૂછે છે દેવી ! આપ કોણ છે ? ત્યારે દેવી કહે છે હું સુદર્શના નામની સમક્તિ દેવી છું. તમારા પુત્રના ગુણથી આકર્ષાઈને અહીં આવી છું એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. તે વખતે સમરાદિત્ય ત્યાં આવીને માતા-પિતાના ચરણમાં પડશે. ત્યારે માતા પિતા એને આશીર્વાદ આપતા કહે છે બેટા તું મહાન ગુણીયલ અને વૈરાગી છે. દેવો પણ તારી પ્રશંસા કરે છે ને તારે માર્ગ સાચે છે. છતાં અમને તારા પ્રત્યે મેહ રહે છે. પણ માની લે કે અમે તને રજા આપીએ પણ આ કાલે પરણેલી કુમારીઓનું શું થશે? ત્યારે કુમારે કહ્યું એ સમજી ગઈ છે. ત્યાં બને કુંવરીઓ બેલી-હવે અમને સંસારને મેહ નથી. પતિને માર્ગ એ અમારે માર્ગ છે. ત્યારે એના માતા-પિતા કહે છે– બેટા! તારા જેવા યુવાનને સંસારનો મોહ ઉતરી ગયે તે શા માટે અમારે રાખ! હવે માતા-પિતા દીક્ષાની આજ્ઞા આપશે ને શું બનશે તે અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૧૮ કારતક સુદ ૧૫ ને શુક્રવાર
તા. ૯-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને!
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતે જગતના સમસ્ત જીવોને આત્મોન્નતિ અને આત્મકલ્યાણનો સાચો રાહ બતાવ્યું અને જગતના જીને સ્વાદુવાદ શૈલીથી ઉપદેશ આપે