________________
શારદા સરિતા
૯૫૫
કે હે ભવ્ય જીવે! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર એ મેક્ષપ્રાપ્તિ માટેના અમૂલ્ય સાધના છે. જીવ અજ્ઞાનને કારણે નાશવત સુખાની પાછળ દોડયા કરે છે અને તે નાશવંત સુખા પ્રત્યેના રાગ જીવને ભવભ્રમણ કરાવે છે. વિષામાં આસકત રહેનાર જીવને આત્મસ્વરૂપની પ્રતીતિ ક્યાંથી થાય?
આત્મસ્વરૂપમાં રમણતા કરવા માટે મહામૂલેા માનવભવ મળ્યા છે પણ જ્યાં સુધી માનવભવ પ્રાપ્ત કરીને જીવન જીવવાની કળા હાથમાં નહિ આવે ત્યાં સુધી આત્મકલ્યાણ થવાનું નથી. માનવભવ એ ચારિત્ર-ઘડતરની શાળા છે. મેાક્ષમા પ્રાપ્ત કરવા માટેનું અમૂલ્ય સાધન છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. ડૉકટર ગમે તેટલા હાંશિયાર હાય પણ એપરેશન કરવાના હથિયારા નહિ હાય તેા એપરેશન કેવી રીતે કરી શકશે? મનમેાહક ચિત્રા ચીતનાર હાંશિયાર કલાકાર હાય, દિવાલ પણ સપાટ અને સ્વચ્છ બનાવીને તૈયાર કરી છે પણ કલાકાર પાસે રંગ અને પીછી નહિ હાય તેા તે ચિત્ર કેવી રીતે દોરી શકે? દરેક કાર્યની સિદ્ધિ માટે સાધનની જરૂર પડે છે. તેમ મેાક્ષની પ્રાપ્તિ માટે પણ સાધનની જરૂર છે. મેાક્ષમાર્ગે પ્રયાણ કરવા માટે માનવદેહ એ સાધનરૂપ છે. એ સાધનના ઉપયેગ સાધ્યની સિદ્ધિમાં નહિ કરે તે જન્મ-મરણના ફેરા ટળવાના નથી.
દેવાનુપ્રિયે! જન્મ-જરા અને મરણુરૂપી આગથી સસાર મળી રહ્યા છે. તેમાંથી આત્મિકધન બચાવી લે. જ્ઞાની કહે છે કે નટ્ટા શેઢે પતિમિ માની લેા કે કોઇ ઘરમાં આગ લાગે તે શું કરે? સૂઇ રહેા કે જલ્દી ઉભા થઈ જાવ. અરે! આગ લાગે એટલે ઉંઘ પણ ઉડી જાય, અને વિચાર કરે કે ઘરમાંથી જેટલુ ખચાવી લેવાય તેટલું બચાવી લઉં. વસ્તુ બધી મચાવવી હેાય પણ આગના ભડકે ભડકા સળગતા હૈાય ત્યાં બધુ તે કેવી રીતે ખચાવી શકાય? પણ તેમાંથી જેનું મૂલ્ય વધારે હાય ને વજન એન્ડ્રુ હાય તેવી સાર વસ્તુ ખચાવી લે અને અસારને છેડી દે. તેવી રીતે જ્ઞાની કહે છે કે આ મનુષ્યલેાક જરા અને મરણુરૂપ આગથી પ્રજવલિત થઇ રહ્યા છે. તમે જલ્દી મેહનિદ્રાના ત્યાગ કરી જાગૃત અનેા અને જન્મ-જરાની આગમાં જલતા સંસારમાંથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપરૂપી અમૂલ્ય આત્મિક માલ ગ્રહણ કરી લે. સંસારના સુખ, ભેગ વિષયા તેમજ જડ પદાર્થો અસાર છે. તેના પ્રત્યેની આસકિત છોડી દો, જેથી વારંવાર જન્મ-મરણ કરવા ન પડે.
જન્મનું દુઃખ એન્ડ્રુ નથી. જન્મનું દુઃખ તમને પ્રત્યક્ષ દેખાતું નથી, પણ મરણનુ દુઃખ તે પ્રત્યક્ષ દેખાય છે ને ? કઇ માણસ ભયંકર રેગમાં ઘેરાઇ ગયેા હાય, ખૂબ પીડાતા હાય, તે એને જોઈને તમે એમ કહે! ને કે આ બિચારા છૂટે તે સારું ભગવાન કહે છે કે કેાઈનું મરણુ ઇચ્છવું એ પાપ છે. ખેલનાર એને મારી નાંખવાના