Book Title: Sharda Sarita
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 998
________________ શારદા સરિતા ૯૫૭ પણ થોડીવાર મને ઉંઘ આવી ગઈ એટલે મારે જોવાનું અધૂરું રહી ગયું. માટે તું ફરીને નાટક ભજવ પછી દાન આપીશ. | નાટકથી જેની આજીવિકા ચાલે છે એ નટ ખૂબ થાકી ગયો હતો. પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતે છતાં પૈસાની આશાએ ફરીને નાટક કરવા લાગે. ખૂબ સુંદર નૃત્ય કરવા લાગે. નીચે એની પત્ની ઢોલ વગાડી રહી હતી તે પણ થાકી ગઈ હતી એટલે નટ નાચતા નાચતા બોલ્યો કે તે સ્ત્રી! “બહોત ગઈ મગર છેડી રહી.” હવે ઘણું રાત વીતી ગઈ છે. માત્ર બે કલાકની રાત બાકી છે. શા માટે ગભરાય છે? હમણાં રાજા પ્રસન્ન થઈને આપણને મનમાન્યું દાન આપશે. નટ રાજા પાસેથી મેટી આશા રાખે છે પણ રાજાનું મન લેભમાં લલચાયું છે. દાન આપવા હાથ લાંબો કરતા નથી. રાજાને કુંવર સભામાં બેઠો હતો. તેણે સાંભળ્યું કે આ નટ કહે છે કે “બહોત ગઈ મગર છેડી રહી.” તેણે મનમાં વિચાર કર્યો કે આ નટ મને કહે છે કે હે કુમાર! તું શા માટે ચિંતા કરે છે. તારી આટલી ઉંમર વીતી ગઈ. હવે થેડી જિંદગી બાકી છે ત્યાં સુધીમાં ચેતી જા. નટે તો એની પત્નીને ધીરજ રાખવા માટે આ શબ્દો કહ્યા હતા પણ કુમાર બુદ્ધિશાળી હતો. તરત ઉભું થઈ ગયે ને પોતાના હાથે કિંમતી રત્નની મુદ્રિકા હતી તે નટની થાળીમાં ફેંકી. મુદ્રિકા સાથે એક છરી પણ ફેંકી. લોકે વિચારમાં પડ્યા કે રાજા પહેલા કુમારે દાન દીધું. ત્યાં કુંવરીએ પોતાનો નવલખો હાર ફેંકયો. પ્રજા તો જોઈ જ રહી. કુંવર અને કુંવરીએ દાન આપ્યું એટલે પ્રજાજનેએ આપવા માંડયું. નટ પણ મનમાં વિચાર કરવા લાગ્યું કે કુંવર અને કુંવરીએ દાન આપ્યું પણ રાજાએ ન આપ્યું. રાજા લોભી લાગે છે. ખેર! એણે દાન ન આપ્યું પણ કુંવર, કુંવરી, અને પ્રજાએ મારી ભીડ ભાંગી નાંખી. પણ રાજાના મનમાં બળતરા થઈ કે મારા આપ્યા સિવાય કુંવર અને કુંવરીએ શા માટે આપ્યું? - રાજાએ કુંવરને પૂછયું. બેટા! મારા દાન આપતાં પહેલા તમે શા માટે આપ્યું? ત્યારે કુમાર કહે છે પિતાજી! સાચી વાત કહું તો આજે હું તમારું ખૂન કરવાનો હતો. તમે ૮૦ વર્ષના થયા અને હું આ માટે યુવાન થયે તો પણ તમે મને રાજ્ય આપતા નથી ને મારા લગ્ન પણ હજુ કરતા નથી તેથી મારા મનમાં એવો ભાવ થયે કે આજે રાત્રે ગમે તેમ કરીને મારા પિતાનું ખૂન કરીશ. જુઓ, છરી પણ સાથે લઈને આવ્યા હતા. તમારૂં ખૂન કઈ રીતે કરવું તેના વિચારમાં હતો. ત્યાં ખબર પડી કે નટ નાટક કરવા આવ્યું છે એટલે નાટક જોવા આવ્યો. ત્યાં આ નટ બેલ્યો કે “બહેત ગઈ મગર છેડી રહી.” ત્યારે મારા મનમાં થયું કે જાણે આ નટ મને જ ન કહેતો હોય કે હે કુંવર! તારા પિતાની ઘણી ઉંમર વીતી ગઈ. ૮૦ વર્ષના થઈ ગયા છે. હવે થેડા સમયમાં મરી જશે તે તારે શા માટે પિતૃહત્યાનું પાપ કરવું પડે? માટે સબુર કર

Loading...

Page Navigation
1 ... 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020