________________
૯૫૨
શારદા સરિતા
કાંઇ સંદેહ નથી. આ રીતે જાતિ અણુગાર અત્યારે કિવિષિમાં છે, પછી મેાક્ષમાં જશે. આપણે આ અધિકાર વાંચીને, સાંભળીને એ શીક્ષા ગ્રહણ કરવાની છે કે આપણે ગમે તેવા મહાન હાઇએ પશુ સન આગળ નાના બાળક છીએ. અભિમાન છોડી સરળ અનીશુ તે! આત્માનું કલ્યાણ થશે. જમાલિ અણુગારના અધિકારપૂરા થયેા. હવે થેાડીવાર ચરિત્ર લઇએ.
ચરિત્ર: સમરાત્યિકુમાર વનમાં વસતાત્સવ જોવા માટે વનમાં ગયા છે ત્યાં તેમણે રેગીને જોયા ને કહ્યું કે રોગને લાકડીથી મારીને કાઢી મૂકે. સેવકોએ કહ્યું કે રોગ એ કેઇ માણસ નથી કે કાઢી મૂકાય! પછી એને રથ આગળ ચલાવ્યે. ઘેાડે દૂર ગયા ત્યાં એક ડાસા-ડોસી લાકડી લઈને ધ્રુજતા ધ્રુજતા ચાલ્યા જતા હતા ને ખાલતા હતાં અમને મચાવે....બચાવેા. આંખે પૂરૂ દેખતાં ન હતાં. માથાના વાળ સફેદ થઈ ગયા હતા. હાથ-પગ-માથું બધુ ધ્રુજતુ હતુ. ને ચાલતાં ચાલતાં લથડીયા ખાતાં હતા. આ જોઈને કુમાર પૂછે છે આ એ માણસા આમ કેમ ચાલે છે? ત્યારે સેવક કહે છે કુમાર ! આ અનેને ઘડપણે ઘેર્યા છે. ત્યારે કુમાર કહે છે આને ઘડપણ કહેવાય ? શુ આવું ઘડપણ આપણને આવશે ? ત્યારે સેવકોએ કહ્યું કે આપણે લાંબુ આયુષ્ય ભાગવીએ તે આપણને પણ ઘડપણ આવે. ત્યારે કુમાર કહે છે, તેા આવી વૃદ્ધાવસ્થા આપણને ઘેરી ન લે અને આપણી દશા આવી ન થાય તે પહેલાં આવે ઉત્સવ ઉજવવાના છેાડીને ધર્મારાધના શા માટે ન કરી લઇએ !
ત્યાંથી રથ આગળ ચલાવ્યે. ત્યાં એક માણસની નનામી ચાર માણસાએ ઉંચકી હતી. એની પાછળ ઘણાં માણસા રડતા કકળતા જતા હતા. કોઈ કહે એ મારા દીકરા ! કાઇ કહે એ મારા કાકા ! કાઇ કહે કે મારા ભાઈ રે ! એમ રડતાં રડતાં કાળે! કલ્પાંત કરતા હતા. ત્યારે કુમારે પૂછ્યું-આ લેકે શુ' લઇને જાય છે ? અને આ બધા કેમ રડે છે ત્યારે સેવકાએ કહ્યું કે આ માણસ મરણ પામ્યા છે ને તેને ઠાઠડીમાં બાંધીને લઈ જાય છે અને આ તેના કુટુબ પરિવાર તેની પાછળ રડે છે. ત્યારે કુમાર કહે છે તેા મારે ને તમારે આમ મરવું પડશે ? ત્યારે સેવક કહે છે કુમાર ! જે જન્મે છે તે અવશ્ય મરે છે. મરણુ કાઈને છોડતુ નથી. આયુષ્ય પૂર્ણ થયે સૌને જવું પડશે, એટલે કુમાર કહે છે તેા હૈ સેવકે ! જ્યાં જરા-જ્યાધિ ને મરણુ માનવીને! પીછો કરતા હાય ત્યાં તમને આવેશ ઉત્સવ ઉજવવા કેમ ગમે છે? કુમારની આ વાત સૌને ગળે ઉતરી ગઈ અને સૌ કોઇ નાચવા કૂદવાનુ છોડી દઈ નગરમાં આવ્યા. આ જોઇને રાજાને ખૂબ દુઃખ થયું કે મારા એકના એક દીકરા આમ વૈરાગી રહેશે તેા મારૂ રાજ્ય કાણુ ચલાવશે ? એને સંસારમાં નાંખવા ગમે તેટલા પ્રયત્ના કરૂ છું પણ બધા નિષ્ફળ જાય છે. આ ચિંતામાં રાજા ઉઢાસ બનીને બેઠા હતા.