________________
શારદા સરિતા
૯૪૩
ગયા પછી પણ તમારા સદ્દગુણની સુવાસ મહેંકતી રહે. ભગવાન મહાવીર સ્વામીને મોક્ષમાં ગયા ૨૫૦૦ વર્ષ થઈ ગયા છતાં જગત એમને યાદ કરે છે. વિક્રમ રાજાને કેટલા વર્ષો થઈ ગયા છતાં હજુ તેમના નામની સંવત ચાલે છે. તમારા વડવાઓને ભૂલી જશે પણ આ મહાન પુરૂષને ભૂલતા નથી. ચંદનને કેઈ કાપી નાંખે, ઘસે કે બાળી નાંખે તે પણ તે સુવાસ આપે છે. તે રીતે તમારું જીવન એવું છે કે જગતમાં સદ્દગુણની સુવાસ ફેલાય. આ દુનિયા છોડયા પછી પણ જગત તમને યાદ કરે. સંત સમાગમ થાય તે વીતરાગ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા થાય ને શ્રદ્ધા થાય તો આવા સગુણ પ્રગટે ને જીવન પવિત્ર બને. વધુ ભાવ અવસરે કહેવાશે.
નવમે ભવ
ચરિત્ર -ગુણચંદ્ર સર્વાર્થસિદ્ધ વિમાનની ભવસ્થિતિ પૂરી કરીને ત્યાંથી ચવે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેનિયમ એકાવતારી હોય છે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થઈને મેક્ષમાં જાય છે. તે પહેલા ચાર અનુત્તર વિમાનના દેવે કે ત્રણ કે પાંચ ભવ કરીને મોક્ષમાં જાય છે. ગુણચંદ્રને આત્મા એવીને કયાં આવે છે!
માળવા દેશની પ્રસિદ્ધ ઉજયિની નગરીમાં સિંહ જેવા પરાક્રમી પુરૂષસિંહ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને અત્યંત સ્વરૂપવાન પતિવ્રતા સુંદરી નામની રાણી હતી. રાજા ખૂબ સુંદર રીતે ન્યાય-નીતિપૂર્વક રાજ્ય કરતા હતા. એટલે એમના યશોગાનની વીણા ચારે તરફ ગુંજતી હતી. આજે કેઈપણ માણસ એમ કહે કે બીજાના ગુણ ગાવ છે ને મારા ગુણ કેમ નથી ગાતા? તે માણસમાં જેવા ગુણરૂપી પુષ્પો ખીલ્યા હોય તેવી તેની સુવાસ ચારે તરફ ફેલાય છે. પણ કેઈના કહેવાથી સુવાસ ફેલાતી નથી. આજે માનવ કીતિ ફેલાવવા કદાચ છાપામાં જાહેર ખબર આપે કે પિતાની જાહેરાત કરવા માણસ રેકે તો એ ક્યાં સુધી? છાપામાં એક દિવસ જાહેરાત આવીને રહી જવાની ને માણસોને પગાર આપશે ત્યાં સુધી જાહેરાત કરશે. પછી શું? પણ સદ્દગણની સૌરભ તે એવી છે કે વિના જાહેરાતે ચારે બાજુ ફેલાય છે તેમ આ પુરૂષસિંહ રાજાની કીર્તિ ચારે તરફ ફેલાયેલી હતી.
સમરાદિત્યને જન્મ - આ પુરૂષસિંહરાજા સુંદરી રાણી સાથે દેવ જેવા સુખો ભોગવતા હતા. એક રાત્રીએ તેણે સ્વપ્નમાં સૂર્યને પિતાના મુખમાં થઈને ઉદરમાં પ્રવેશ કરતે જે અને સવાર પડતાં પિતાના પતિને સ્વપ્નની વાત કરી. એટલે પુરૂષસિંહ રાજાએ કહ્યું-દેવી! તમારી કુખે ઉત્તમ ને તેજસ્વી સૂર્ય સમાન પુત્રને જન્મ થશે. એના જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકાર ટળી જશે ને આપણા કુળમાં પણ તેના જન્મથી પ્રકાશ પથરાશે. આ સાંભળી રાણી ખૂબ આનંદિત થઈ ગર્ભનું પાલન કરવા લાગી. પૂરા સવાનવ માસે શુભ દિવસે એક પુત્રને જન્મ આપે ને તેનું નામ સમાદિત્ય પાડવામાં આવ્યું.