________________
૮૧૪
- શારદા સરિતા લાગે છે. જે ગુનેગાર હોય તે આવું બેલી શકે નહિ. એટલે ધરણે રાજાના માણસોને કહ્યું-ભાઈઓ! તમે થોડીવાર ખમી જાવ. એને મારશે નહિ. એ માણસ નિર્દોષ લાગે છે. હું મહારાજાની પાસે જઈને આવું છું.
ધરણે તેને સાથે લઈને મહારાજા પાસે આવ્યો. સર્વ પ્રથમ તેણે રાજાને સવાલાખ રૂપિયાની કિંમતની મેટી માળા ભેટ આપીને ચારને છોડાવવા વિનંતી કરી. રાજા કહે છે ગુન્હેગાર છે. ત્યારે ધરણે બધી વાત રાજાને સમજાવી એટલે રાજાના ગળે વાત ઉતરી ગઈ. તેથી રાજાએ ચંડાળને જીવતે છેડી દેવાની આજ્ઞા કરી તેથી તેને છૂટે કરવામાં આવ્યું. ચંડાળ છૂટે એટલે ધરણના પગમાં પડે ને કહ્યું- મહાનુભાવ! તમે મને છોડાવીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. હું તમારા જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. ત્યારે ધરણ કહે છે હે ભાઈ! મેં તે કંઈ કર્યું નથી. મારી ફરજ બજાવી છે. એમ કહીને એ ચંડાળ ખૂબ ભૂખે હેવાથી તેને ખાવાનું અપાવી કહ્યુંહે ભદ્ર! તું તારા કામે ચાલ્યા જા. હવે તારી આવી દશા ન થાય કે જેમાં મારી જરૂર પડે. ચંડાળ ધરણના પગમાં પડી તેને વારંવાર ઉપકાર માનતે ત્યાંથી ચાલ્યા ગયે. ધરણે ઘણાં દિવસ આયાસ સંનિવેશમાં રહી ખૂબ વ્યાપાર કર્યો પછી ત્યાંથી આગળ વધે.
ત્યાંથી પ્રયાણ કર્યા પછી ધરણ ફરતે ફરતે કેટલાક દિવસે અચલપુરમાં આવ્યો. ત્યાંના રાજા પાસે જઈને સારી રકમ ભેટ આપી એટલે રાજાએ તેનું બહુમાન કરી કયાંથી આવ્યા છે? વિગેરે ક્ષેમકુશળ પૂછયા ને ત્યાં વ્યાપાર કરવાની રજા આપી. એટલે અચલપુરમાં વ્યાપાર શરૂ કર્યોને ખૂબ ધન કમાય. થોડા વખતમાં એને આઠગણે ન થયે. ધનની ગણત્રી કરતાં કરેડ સુધીને આંક પહોંચી ગયે. ધરણ દાન ખૂબ કરે છે એટલે ગામમાં તેની કીર્તિ ખબ વધી ગઈ. હવે એને લાગ્યું કે મારે વધુ કમાઈને શું કામ છે? હવે માર્કદી નગરી જાઉં. એટલે તેણે વધારાને માલ વેચી દીધે. જરૂરિયાત પૂરતે માલ માર્કદીમાં લઈ જવા માટે વહાણમાં ભરાવી દીધું. હવે તે મોટા પરિવાર સાથે ખૂબ આનંદભેર સ્વદેશ જવા માટે નીકળે. હજુ તેને માર્ગમાં કેવી મુશ્કેલીઓ નડશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯૭ આ વદ ૬ને બુધવાર
તા. ૧૭–૧૦–૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને
જગતવંદનીય પરમતારક જિનેશ્વર ભગવતેએ તેમની પવિત્ર વાણી દ્વારા માનવને જીવન જીવવાની કળા બતાવી છે. જેના પૂરા સદ્દભાગ્ય હોય તેને વીતરાગવાણી સાંભળ