________________
શારદા સરિતા
૮૫
વિનય ગુણ વિશિષ્ટ હતો. પ્રભુની આજ્ઞામાં એમની રમણતા હતી-રૂચી હતી.
તમને પણ કોઈ ને કોઈ પ્રકારની રૂચી તે છે જ ને? દિવાળીના દિવસો નજીક આવે છે. બધા મીઠાઈ લાવીને આનંદ માનશે. આ પણ એક પ્રકારની રૂચી છે ને? સંસારની અનેક રૂચી તમને જાગે પણ ત્યાગની રૂચી કદી થાય છે? સંસારમાં અનાદિકાળથી જમું છું તે હવે સાધુ બની જાઉં. (હસાહસ). બદામને હલ ને પીસ્તાની બરફીને સ્વાદ તમારી દાઢમાં રહી જાય છે તેમ કૃતવાણીને સ્વાદ તમારી દાઢમાં રહી જ જોઈએ. જેને કૃતવાણી રૂચે તે જરૂર વીતરાગ પ્રભુની આજ્ઞા શિરોમાન્ય કરે. વીતરાગની આજ્ઞા શિરોમાન્ય થાય એટલે સદ્દગુરૂની આજ્ઞા પણ શિરેમાન્ય થાય છે. કારણ કે સદગુરૂઓ પણ વીતરાગકથિત વાણું આપણને સમજાવે છે. સદ્દગુરૂની આજ્ઞાનું પાલન કરનાર આત્મા મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. વિનયવાન શિષ્ય ગુરૂની આજ્ઞાનું પાલન કરતાં ગુરૂ છદ્મસ્થ રહે ને શિષ્ય કેવળજ્ઞાન પામી જાય છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક વખત ૫૦ સાધ્વીજીઓને સમુદાય ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક ગામમાં આવ્યું, ને ધર્મસ્થાનકમાં ઉતર્યો શિયાળાનો સમય હતે. ઠંડી ઘણી પડતી હતી. એક રાત્રે શિષ્યાઓ સ્વાધ્યાય-ધ્યાન કરીને સૂઈ ગયા. રાત્રે ઠંડી ખૂબ પડી. ઠંડી સાથે સખત પવન નીકળે. પવનના ઝપાટાથી બારણું ખુલી ગયું. મેટા ગુરૂણીને ઠંડી ખૂબ લાગવા માંડી એટલે તેમણે શિષ્યાઓને કહ્યું, કે મને ઠંડી ખૂબ લાગે છે. તમે બારણું બંધ કરી દે. એટલે સૈથી નાના સાધ્વીજીએ ઉઠીને બારણું બંધ કરી દીધું. થોડી વાર પછી ફરીને જોરથી પવન આવ્યું, ને બારણું ખુલી ગયું એટલે એકદમ ગુરૂણી જાગી ગયા. એમણે ફરીને કહ્યું વારંવાર બારણું ખુલી જાય છે તે તમે સાંકળ કેમ નથી લગાવતા? લઘુશિષ્યા " ઉઠયા ને બારણું બંધ કર્યું, પણ નકુચે નાનું હતું તેથી શિષ્યાએ વિચાર કર્યો કે ફરીને બારણું ઉઘડી જશે તેથી ગુરૂણુની આજ્ઞાનું પાલન કરવા સાંકળ ચઢાવી નકુચામાં આંગળી ભરાવી આખી રાત ઉભા રહ્યા. ઘડીએ ઘડીએ પવન આવે એટલે સાંકળ ખેંચાય, એને અંગુઠો દબાય એટલે સખત પીડા થવા લાગી, પણ એમના મનમાં જરા પણ વિચાર ન આવ્યો કે ઠીક છે ગુરૂણીને સૂતા સૂતા બલવું છે. એ તે ખૂબ આનંદથી ઉભા ઉભા શું વિચારે છે–આજે મારા ધન્યભાગ્ય છે. મારા ગુરૂણીની આજ્ઞાનું પાલન કરવા સાથે સેવાનો મને લાભ મળે. હું એક આ રીતે ઉભી રહીશ તે મારા પૂ. ગુરૂણી સહિત મારા બધા વડીલ સતીજીને કેટલી શાતા ઉપજશે? મારા કેવા ભાગ્ય! મારા ગુરૂણીને આટલી બધી શિષ્યાઓ છે તેમાં મારે નંબર કયાંથી લાગે? આ રીતે તેના દિલમાં ગુરૂણીની આજ્ઞાનું પાલન કરવાને લાભ મળતાં ખૂબ હર્ષ થાય છે. તેમના દિલમાં આનંદની ઉર્મિઓ ઉછળતા એવા શુભ અધ્યવસાય ઉપર ચઢી ગયા કે પિતે કયાં ઉભા છે એનું ભાન ભૂલી ગયા. ભાવનાને વેગ વધતાં વધતાં પ્રતિકમણને