________________
શારદા સરિતા
૮૭૧ અહંભાવ ઓગળી ગયા ને ત્યાં ને ત્યાં પ્રભુને અર્પણ થઈ ગયા. પ્રભુચરણમાં ચિત્ત એવું ચેટી ગયું કે
હરદમ તમારા હું ગુણ ગાઉ, કીર્તન કરું ને પાવન થાઉં ભકિત કેરા રંગે સ્વામી હું રંગાઉ.. હરદમ તમારા શ્વાસ જ્યાં લઉં ત્યાં સ્વામી તમે હૃદયમાં આવે છે, બૂરી બૂરી વાસનાઓ ત્યાંથી દૂર કરાવે છે. અર્પણ તમને હું થઈ જાઉં..... કીર્તન કરું ને પાવન થાઉ....
ગૌતમે પિતાના ૫૦૦ શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષા લઈ લીધી ને પ્રભુના પ્રથમ ગણધર બન્યા. ઈન્દ્રિભૂતિને પાછા આવતાં વાર લાગી એટલે વાયુભૂતિ આદિ દશેય બ્રાહ્મણે પોતાના શિષ્યમંડળ સહિત પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ દરેકના સંશયોનું નિવારણ કર્યું તેથી તેઓ પણ દીક્ષા લઈને મહાવીરના શિષ્ય બની ગયા. શિષ્યએ એવો વિચાર ન કર્યો કે એમના પ્રશ્નોનું સમાધાન કર્યું એટલે એ દીક્ષા લે એમાં આપણે શું? બસ, ગુરૂને માર્ગ એ આપણે માર્ગ છે. સંસાર વહેવારમાં પણ તમારે કેટલા અર્પણ થઈ જેવું પડે છે. માને છે કે રોગ લાગુ પડે ને તેનું નિદાન કરાવવા ડોકટર પાસે ગયા. ડેકટર કહે કે તમે ટેબલ ઉપર સૂઈ જાવ. આમ શ્વાસ લો. આમ પડખું ફરે તો તરત કબૂલ કરે છે. ડોકટર કહે કે ઓપરેશન કરવાનું છે પણ કંઈ બને તે અમે જવાબદાર નહિ એ પ્રમાણે કરો છે ને ? ડેકટર કહે અમુક ચીજ જિંદગીભર નહિ ખવાય તો તરત તે પણ કબૂલ કરો છો. બોલો ડોકટરને કેટલા અર્પણ થઈ જાય છે! એક દ્રવ્યોગ માટે ડોકટરને આટલા બધા અર્પણ થઈ જવું પડે છે તે જેઓ આપણું જન્મ-મરણરૂપી ભાવરોગ મટાડવા નિઃસ્વાર્થ ભાવે માર્ગ બતાવી રહ્યા છે એવા વીતરાગ પ્રભુને આપણે કેવા અર્પણ થઈ જવું પડે!
ગૌતમસ્વામી પિતાના ૫૦૦ શિષ્ય સહિત જનોઈ ઉતારીને પ્રભુના શિષ્ય બની ગયા અને એવા અર્પણ થઈ ગયા કે બસ, પ્રભુની આજ્ઞા એ મારો પ્રાણ છે. પ્રભુની આજ્ઞાપાલન આગળ બીજું બધું એમને મન તુચ્છ હતું. ગૌતમસ્વામીના જીવનને એક પ્રસંગ છે. આ વાત કથા-ગ્રંથમાં છે.
એક વખત ભગવાન મહાવીર સ્વામીએ પિતાના પટ્ટશિષ્ય એવા ગણધર ગૌતમસ્વામીને ૫૦૦ તાપસને પ્રતિબંધ કરવા મોકલ્યા. આ તાપસ માત્ર સૂકા પાંદડા ખાઈને લાંબી તપશ્ચર્યા કરે છે તેથી તેમનું શરીર દુર્બળ થઈ ગયું છે. આવી તપશ્ચર્યા કરવા છતાં તેમને આત્મ સ્વરૂપની પિછાણુ થઈ ન હતી. ગૌતમસ્વામી એ તાપસની નજીક ગયા. એમને જોઈને તાપસ આશ્ચર્ય પામ્યા અને અંદરોઅંદર એકબીજાને પૂછવા લાગ્યા કે આ તેજસ્વી પુરૂષ કેણ છે? બધા તાપસે ગૌતમસ્વામીની ચારે બાજુ ઘેરાઈ વળ્યા ને પૂછ્યું-આપ