________________
૮૦
શારદા સરિતા
પ્રધાનની ભાવના સેન સાથે પરણાવવાની હતી એટલે આન ંદપૂર્વક ખેચે મહારાજા! આપે જે નક્કી કર્યું" છે તે ખાખર છે. મને પણ એ ચેાગ્ય લાગે છે. રાજાએ તરત શખરાજાના સેવકો પાસેથી શ્રીફળ લીધું અને સેનકુમાર સાથે સગપણ કર્યાના પત્ર લખીને મેકલાવ્યે થાડા સમય પછી ખૂબ ધામધૂમથી સેનકુમાર સાથે શાંતિમતીના લગ્ન થયા. લગ્નમાં તેના માતા-પિતાએ ખૂબ સારા કરિયાવર કર્યાં. આખી ચંપાપુરીનગરીમાં સૌના દિલમાં ખૂબ આન આનંદ વર્તાઈ ગયા પણ વિષેણુકુમારના દિલમાં ઈર્ષ્યાના અગ્નિ સળગી ઉડયા. એના મનમાં એમ થયુ કે મારા પિતા રાજા છે. આ સેનને ખાપ તા સાધુ થઈ ગયા છે. અમે બને ઉંમરમાં સરખા છીએ છતાં મારા પિતાજીએ મારા લગ્ન ન કર્યાં. એમ વિષેણુના મનમાં આ રીતે દ્વેષાનલ જલી રહ્યા છે. આગળ શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન, ૧૦૭
કારતક સુદ ૪ ને સામવાર
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ અને બહેને !
જ્ઞાની કહે છે હું ભવ્ય જીવા! તમારી એકેક ક્ષણુ અમૂલ્ય જાય છે. માનવદેહ આત્મસાધના કરવા માટેનુ' અમૂલ્ય સાધન છે, તે સાધન જ્યાં સુધી સુરક્ષિત છે ત્યાં સુધી સાધના કરી લે.
परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवन्ति ते । से सव्वबलेय हायइ, समयं गोयम मा पमायए ।
તા. ૨૯-૧૦-93
ઉત્ત, સૂ. અ. ૧૦, ગાથા ૨૬ હે ગૌતમ! તારૂં શરીર ખખી રીતે જીણુ થઇ ગયુ છે. વાળ સફેદ થઈ ગયા છે તે શરીરનું ખળ ક્ષીણ થતુ જાય છે માટે સમય માત્રના પ્રમાદ ન કર.
ભગવાને આ ગૌતમસ્વામીને એકને નથી ક્યું પણ આપણને બધાને કહ્યું છે. વૃદ્ધાવસ્થામાં માનવી ધારેલું કાર્યાં કરી શકતા નથી, કારણ કે આ યુવાનીમાં માનવીના શરીરમાં જોમ હાય છે, ને વૃદ્ધાવસ્થામાં એ જેમ ક્ષીણ થતું જાય છે. માટે જ્ઞાની કહે છે બધી ઇન્દ્રિએ ખરાખર મજબૂત છે ત્યાં સુધી ધર્મારાધના કરી લે. ભગવાને આગમમાં આપણને કેવી સુંદર વાતા સમજાવી છે. આત્મા ઉપર રહેલા ડાઘને જોવા માટે આગમ એ અરિસે છે. શરીર ઉપરના કે કપડા ઉપરના ડાઘ સાષુથી જશે પણ આત્મા ઉપર ડાઘ પડયા હશે તે તેને કાઢવા બહુ સુરકેલ છે. આત્મા ઉપર ડાઘ ન પડવા દેવા હાય તે સત્સંગ કરી ને શાસ્ત્રવાણી સાંભળે.