________________
૨૦
શારદા સરિતા
જઈને વીતરાગ વાણીના ચાબખા સહન કરી તેમજ કર્માનુસાર આવેલા સુખ અને દુઃખ સમતાભાવે સહન કરવા રૂપ ઘણના ઘા સહન કરીને જે મનુષ્ય પોતાના જીવનમાં નિઃસ્વાર્થતા પ્રાપ્ત કરે છે તે મનુષ્ય સંસાર સમુદ્રને તરી જાય છે. લોખંડની સ્ટીમર જેમ પિતે તરે છે ને બીજાને તારે છે. તેમ ઘડતર પામેલા સંતરૂપી સ્ટીમરે પિતે તરે છે ને બીજાને તારે છે. માનવ પોતાના જીવનનું ઘડતર કરે તે મુદ્રમાંથી મહાન બની જાય છે. માટે ખૂબ સાવધાની રાખી માનવજીવનની સોનેરી પળને સફળ બનાવો. સહેજ પણ ભૂલ્યા તે ડૂખ્યા સમજી લેજે.
જમાલિ અણગારના જીવનનું ઘડતર કરનારા પ્રભુ હતા. કેવું સુંદર ચારિત્ર હતું! ફક્ત એક બેલની અશ્રદ્ધા કરી તે પાટીયું નીચું ઉતરી ગયું. સમ્યકત્વ વમી ગયા. સમ્યકત્વની લહેજત ઓર છે. સમ્યગષ્ટિ આત્મ પિતે સંયમ ન લઈ શકે પણ કોઈને લેતા જોઈને તેમનું હૈયું નાચી ઉઠે. શ્રેણીક રાજા કૃષ્ણવાસુદેવ અવિરતી સમ્યગષ્ટિ હતા. જે જે સંયમ લેવા તત્પર બનતા તેમને કેટલે સહારો આપતા હતા ! બધા જ કેમ પ્રભુના શરણે જાય ને કેમ કલ્યાણ કરે એવી તેમની ભવ્ય ભાવના હતી.
- સવિજીવ કરૂં શાસનરસી ! આવી ભાવનાથી જીવ તીર્થકર ભગવંત બને છે ને આખા દેશનું કલ્યાણ કરવાની ભાવનાથી આત્મા ગણધર ભગવંત બને છે. તીર્થકર ભગવંત અવશ્ય રાજકુળમાં જન્મે છે અને તે જન્મથી મહાન વૈરાગી હોય છે. જ્યારે ગણધર ભગવંતને આત્મા બ્રાહ્મણ કુળમાં જન્મે છે. સંસારના રંગરાગમાં રંગાવા છતાં કઈ પણ નિમિત્ત પામીને જાગૃત બને છે અને સંસાર ત્યાગ કરી તીર્થકર ભગવંતના શરણે આવી તે ભવમાં મોક્ષે જાય છે. કૃષ્ણ વાસુદેવ અને શ્રેણક રાજાની આવી ઉત્કૃષ્ટ ને પવિત્ર ભાવના હતી. એ બંને આત્માઓ આવતી ચોવીસીમાં તીર્થકર ભગવંત બનવાના છે. આટલા માટે જ્ઞાની કહે છે કે મનુષ્ય જન્મ પામીને સમ્યકત્વ પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે અને સમ્યકત્વ આવ્યા પછી ચાલ્યું ન જાય તેની ખાસ તકેદારી રાખે. તમારી પાસેથી કેડો રૂપિયા ચાલ્યા જાય, અરે! રાજાનું રાજ્ય ચાલ્યું જાય તે તેથી નુકશાન નથી પણ આવેલું સમ્યક વ ચાલ્યું જશે તે મેટું નુકશાન થશે. એક વખત સમ્યકત્વ સ્પર્શી જાય તે પણ અર્ધ-પુદ્ગલ પરાવર્તન કાળે મોક્ષે જવાની મહેર વાગી જાય. અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ એ કંઈ નાને સૂને કાળ નથી. જમાલિ અણગાર સમક્તિ પામેલા હતા. પણ જ્યારે ભગવંતના વચન ઉથલાવ્યા ત્યારે સમકિત વમી ગયા. વિચાર કરે, નાનકડી ભૂલનું ફળ કેવું ભેગવવું પડે છે!
અર્ધમાસની સંલેખણ કરી જમાલિ અણગાર કાળધર્મ પામ્યા એ વાતની ગૌતમસ્વામીને ખબર પડી એટલે પ્રભુને વંદન કરી વિનયપૂર્વક પૂછે છે હે ભગવંત! આપના શિષ્ય જમાલિ અણગાર કાળ કરીને ક્યાં ગયા ને કયાં ઉત્પન્ન થયા! ત્યારે શ્રમણ ભગવંત