________________
૯૨૬
શારદા સરિતા
ખગાડે છે. આ વખતે મુનિ ગૌચરી પધારે છે. આ દૃશ્ય જોતાં સ્હેજ હસે છે. શેઠને વિચાર થયા કે મુનિ કઇ દિવસ હસે નહિ ને આમ બે વખત અન્ય માટે કંઇક છે. ઉપાશ્રયે જઈને પૂછી જોઇશ. જમીને શેઠ દુકાને ગાદી ઉપર બેઠા છે તે સમયે એક હુષ્ટપુષ્ટ આકડા દોડતા આવીને શેઠની દુકાન ઉપર ચઢયા ને દુકાનમાં પેસી ગયા ને તેની પાછળ એક કસાઇ દાડતા આવ્યે ને ખેચે. શેઠ! આ ખેાકડા મારે છે મને પાછા આપી દે અને જો તમને એની દયા આવતી હાય તે એના પૈસા આપી દે. આકડા તા એ એ કરતા દુકાનના એરડામાં પેસી ગયા. નાકરેએ એને એ ત્રણ લાકડીઓ જોરથી મારી પણ ખેાકડા નીકળતા નથી. છેવટે શેઠે પકડી કસાઈના હાથમાં આપ્યા. ત્યાં રસ્તામાં પેલા મુનિને જોયા. મુનિ સ્હેજ હસીને ચાલ્યા ગયા.
શેઠ ખૂબ વિચારમાં પડયા કે આ મહારાજ આજે મને ત્રણ ત્રણ વખત મળ્યા ને મને જોઇને હસ્યા. માટે ગમે તેમ હાય આમાં કઈક કારણ છે. આજે રાત્રે ઉપાશ્રયે જાઉં ને મહારાજને પૂછું કે આપ શાથી હસ્યા ? પેલા એકડાને કસાઇ લઇ ગયા પણ છેક સુધી એકડાની નજર શેઠ તરફ હતી. એ એ એ કરતા એની ભાષામાં કહેતા હતા કે હે દયાળુ શેઠ! મને આ કસાઇ પાસેથી છેાડાવ. શેઠ સમજતા હતા પણ એના મનમાં એમ કે હું આજે એકડાને છોડાવું તેા કસાઇ રાજ આવે ને મારે રાજ કસાઈને પૈસા આપવા પડે. કસાઈ એકડાને લઈ ગયા. મુનિ ગયા પણ શેઠના મગજમાંથી મુનિના હસવાની વાત જતી નથી.
છેવટે રાત પડી. શ્રાવકે પ્રતિક્રમણ કરીને ચાલ્યા ગયા હતા. કઈ ગૃહસ્થ ઉપાશ્રયમાં ન હતા. એવા સમયે શેઠ ઉપાશ્રયે ગયા ને મહારાજને વંદન કરીને પૂછ્યુંગુરૂદેવ! આપ આજે ત્રણ ત્રણ વખત મને જોઈને કેમ હસ્યા ? ત્યારે મહારાજ કહે છે કંઇ નહિ. પણ શેઠે ખૂખ આગ્રહ કર્યા ત્યારે કહ્યું કે જુએ શેઠ! અમે કાઇને વાત કરીએ નહિં પણુ આપને ખૂબ આગ્રહ છે તેા સાંભળે.
તમે ચિત્રકારને ભલામણ કરતા હતા કે સાત પેઢી સુધી ઝાંખા ન પડે એવા રંગ પૂરશે. તે વખતે મને એટલા માટે હસવું આવ્યું કે આ શેઠ કેટલે સમય જીવશે તેની તેમને કયાં ખબર છે? ત્યારે શેઠ કહે છે ગુરૂદેવ! હું કેટલું જીવવાના ! ત્યારે મહારાજ કહે છે કેનુ કેટલું આયુષ્ય છે તે અમે સાધુ લેાકે કોઈને કહીએ નહિ કારણ કે મરણુ કાઇને ગમતું નથી અને અમે એને મરવાની વાત કરીએ એટલે આત ધ્યાન કરીને કર્મ બાંધે છે ત્યારે શેઠે કહ્યું-ગુરૂદેવ! હું આર્તધ્યાન નહિ કરૂં, શેઠ! તમે સાત દિવસના મહેમાન છે! ને સાત પેઢી સુધી મહેલ ઝાંખા ન પડે તેની વાત કરેા છે! આ માશ હસવાનું પહેલું કારણ છે. ત્યારે શેઠે મન મજબૂત કરીને ફરીને પૂછ્યું હે ગુરૂદેવ! હું સુખે સમાધિએ મરીશ કે મરણ વખતે મને કંઈ રાગ આવશે ? ત્યારે મહારાજ કહે છે