________________
શારદા સરિતા
છે સાહેબ! તમારા આ વિશાળ મહેલ સહિત બધે ભંડાર આપી દે તે પણ આ પથ્થરનું મૂલ્ય ચૂકવી શકશે નહિ. એટલી આની કિંમત છે. રાજા કહે છે બેલ ભાઈ ! તારે આ પથ્થર વેચવે છે? મહાત્માએ વેચવાની ના પાડી છે એટલે કહે છે મારે આ વેચો નથી. તમે હે તે શું કરો? આખે રાજાને ભંડાર મળી જતો હોય તે પછી ગુરૂને પૂછવાની રાહ જુએ ખરા? તમે રાજગૃહી નગરી જેવા કાંદાવાડીના શ્રાવકો બહુ ચતુર છે. તરત સેદ કરી નાંખે, (હસાહસ). ગુરૂના વચન ઉપર શ્રદ્ધા રાખી પેલા ગરીબ માણસે પથ્થર વેચે નહિ અને મહાત્મા પાસે આવીને બધી વાત કરી.
મહાત્મા કહે છે હવે તારા ઘરમાં લોઢાને ચીપીયે, સાણસી, તાવેથે, ચમચા જે હોય તે બધું લઈ આવ. પેલે ગરીબ તેના ઘરમાં લોઢાની જે કંઈ ચીજે હતી તે બધી લઈ આવ્યું. એટલે મહાત્માએ તે ચીજોને પથ્થરને સ્પર્શ કરાવ્યા એટલે લોઢાની ચીજે સોનાની બની ગઈ અને ગરીબ માણસને સંતે સત્ય વસ્તુનું ભાન કરાવતાં કહ્યું કે ભાઈ! આ ચટણી વાટવાને પથ્થર નથી પણ પારસમણી છે. પારસમણી લેખંડને અડે તે તે સુવર્ણ બની જાય છે, પણ તમે એને પિછાણું શક્યા નથી.
દેવાનુપ્રિયો! જેને ઘેર પારસમણી હોય તેના ઘરમાં ગરીબાઈ રહી શકે? ન રહે. પણ ગરીબ માણસેના પાપકર્મને ઉદય હોવાથી ઘરમાં પારસમણું હોવા છતાં દુઃખ ભગવ્યું. અત્યાર સુધી કોઈ લોખંડની ચીજને સ્પર્શ થવાને પ્રસંગ આવ્યા નહિ. પારસમણી તે લેખંડને સુવર્ણ બનાવે છે પણ પોતાના જેવો પારસ બનાવતો નથી. પણ જે પારસની પિછાણ કરાવનાર સશુરૂ છે એ તે એમના સંગમાં આવનારને પિતાના સમાન બનાવે છે.
બંધુઓ ! લક્ષમી પુણ્યથી મળે છે. લક્ષમી લક્ષમીમાં ફેર હોય છે. જે લક્ષમી પુણ્યાનુબંધી પુણ્યથી મળે છે તે લક્ષમી મળવાથી માણસને સારા વિચાર આવે છે. જ્ઞાની પુરૂષ કહે છે પુણ્યને ઉદય એટલે સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ અને પાપને ઉદય એટલે ગરીબાઈ નહિ પણ દબુધિ. આજના માણસો પુણ્યને ઉદય જગતમાં મેળવેલી સંપત્તિ ઉપરથી માપી રહ્યા છે. કેની પાસે કેટલી સંપત્તિ છે. અને જેની પાસે વધારે સંપતિ હેય એને સંસારમાં પુણ્યશાળી ગણવામાં આવે છે અને જેની પાસે બુદ્ધિ હોય અને સંપત્તિ ન હોય તો લો કે એમ કહે છે કે ભણેલો છે, બુદ્ધિશાળી છે પણ કમભાગી છે. એનું તકદીર નથી એટલે એને પુણ્યશાળી ગણવામાં આવતું નથી. જેની પાસે સંપત્તિ હોય છે એ તમારી દષ્ટિએ ભાગ્યશાળી દેખાશે અને પૈસા વિનાનો માણસ બુદ્ધિમાન હોવા છતાં કમભાગી દેખાશે. પણ જો તમે સાચુ સમજે તે પૈસો પુણ્યથી મળે છે તે વાત સાચી છે પણ પૈસે પુણ્ય છે એમ નથી.
બંધુઓ! જ્યારે સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે છે ત્યારે સાચી લક્ષમી બને છે