________________
૮૮૪
શારદા સરિતા
કે ના, પાછળના બગીચામાં ચાલે. તેથી કુમાર સંન્યાસી સાથે બગીચામાં ગયે, ત્યારે એ ચારે સંન્યાસીઓ ચારે તરફથી તેને ઘેરી વળ્યા ને પાછળથી એક સંન્યાસીએ તલવાર વડે સેનકુમારની જાંઘ ઉપર તલવારનો ઘા કર્યો. તલવાર જેઈને સેનકુમાર સાવધાન બન્યું ને એકેક હાથમાં બબ્બે સંન્યાસીને પકડી લીધા ને તેમના હથિયાર લઈ ચારેયને જમીન ઉપર પટકાવી નાંખ્યા.
સેનકુમાર અને સંન્યાસીઓ વચ્ચે ઝપાઝપી થઈ. સેનકુમ રે તેમને ભેંય ઉપર ફેંકી દીધા. આ બધું બગીચાના માળીએ જોયું ને તરત અંગરક્ષકને ખબર આપ્યા એટલે બધા ત્યાં દેડી આવ્યા. અંગરક્ષકે ચારેય સંન્યાસીઓને પકડીને ખૂબ માર મારવા લાગ્યા. આ વખતે દયાળુ સેનકુમારે કહ્યું એ બિચારાને શા માટે મારે છે ? એ ગમે તેવા વિશ્વાસઘાતી છે તે પણ સંન્યાસીને વેશ પહેરેલા છે માટે તેને જાનથી મારો નહિ. વળી તેઓ સત્ય અને તપથી મરેલા છે. એ મરેલાને મારવા તે આપણુ માટે ઉચિત ન ગણાય એટલે તેમને મારવાનું બંધ કરીને અંગરક્ષકાએ પકડી-બાંધીને કેદ કયો અને સવાર પડતાં રાજા પાસે હાજર કર્યા.
સેનકુમારની સજનતાઃ- સેનકુમારની જાંઘ ઉપર તલવારને ઘા કર્યો છે એ વાત જાણી હરિષણ રાજાને ખૂબ કૈધ આવ્યું ને પૂછયું કે તમે સંન્યાસીના વેશમાં કુમારને મારવા શા માટે આવ્યા? ઘણું પૂછવા છતાં જવાબ ન આપે તેથી ચાબૂકથી ખૂબ માર માર્યો. ચાબૂક વાગવાથી જાણ્યું કે હવે મરી જઈશું એટલે સત્ય બેલી ગયા કે સાહેબી અમને વિષેણકુમારે આ પ્રમાણે કરવાનું કહ્યું હતું એટલે પૈસાની લાલચથી આ કામ કર્યું છે. આ શબ્દો સાંભળતાં રાજાના દિલમાં ખૂબ દુખ થયું ને વિષેણ ઉપર ખૂબ કે ધે ભરાયા ને તેના માણસોને આજ્ઞા કરી કે વિણકુમારને મારા રાજ્યની બહાર લઈ જઈને ચંડાળ પાસે તેને વધ કરાવી નાંખે. આ નાલાયકને ક્રૂર દીકરો મારા રાજ્યમાં ન જોઈએ. એ જે રાજ્યમાં રહેશે તે મારા કુળને કલંકિત બનાવશે.
- રાજાની આ કઠોર આજ્ઞા સાંભળી સેનકુમારના દિલમાં વિષેણ પ્રત્યે ખૂબ દયાની લાગણી ઉત્પન્ન થઈ ને તરત ઉભે થઈને કાકાના ચરણમાં નમન કરીને બેકાકા! વિષેણ હજુ નાનું છે. બાળકબુદ્ધિમાં આવું કામ કરી બેઠે છે માટે એને આવી કઠોર શિક્ષા ન કરો. સંન્યાસીના વેશમાં જે પાપ કરવા આવ્યા છે તે તેના કર્મો ભગવશે. તેમને મારી નાંખવા નથી. સેનકુમારની વાત સાંભળી રાજાએ વિષેણ તથા ચર સંન્યાસીઓને જીવતા છોડી દીધા. સેનકુમારના દિલમાં મારનાર પ્રત્યે પણ કેવી દયા છે. એની દયા અને સજજનતા જોઈને સભાજને આશ્ચર્યચકિત બની ગયા. ને સૌએ તેની સજજનતાના ખૂબ વખાણ કર્યા. હવે સેનકુમારને મારવા વિષેણ કેવા કાવત્રા કરશે તેના ભાવ અવસરે કહેવાશે.