________________
૮૯૬
શારદા સરિતા
પહોંચાડનાર છે માટે એ નકલી છે. આ સાંભળી બધા કે વિચારમાં પડયા કે આ શેઠ શું બોલી રહ્યા છે? શું પુત્ર કંઈ નકલી હોય ખરા? એક માણસે પૂછ્યું કે શેઠ! તમારા અસલી પુત્રે કયા છે? ત્યારે શેઠે કહ્યું મને છેક સુધી સાથ આપનાર મારા બે અસલી પુત્ર છે. એક ધર્મ અને બીજે પાપ. ધર્મ મારી રક્ષા કરનાર મારે સુપુત્ર છે. અને પાપ એ દુઃખ દેનારે કુપુત્ર છે. એ બંને કમનુસાર મારી સાથે રહેનાર છે. એટલે હું કહું છું કે એ પિલા ચાર પુત્રે સંસારના સ્વાર્થના સગા છે એટલે તે નક્કી છે અને આ બંને સાથે રહેનારા છે એટલે તે અસલી છે.
બંધુઓ! શેઠનું કેવું તત્વજ્ઞાન હતું! આટલું ધન હોવા છતાં કેટલી તાત્વિક દષ્ટિ છે! શેઠની વાત સાંભળી દરેકને ભાન થયું કે આ સંસારમાં સાચું ધન અને સાચા પુત્રે ક્યા છે! મહારાજને પણ શેઠનું તત્વજ્ઞાન જેઈને ખૂબ આનંદ થયે.
બંધુઓ! તમે સંસાર ત્યાગી શકે એવી કક્ષાએ હજુ ભલે પહોંચ્યા ન હૈ, પણ સંસારમાં રહેવા છતાં શેઠની જેમ વિરકત ભાવથી રહેતા શીખે. જ્યાં ચીકાશ છે ત્યાં પીલાવાપણું છે. આ જીભ પણ તમને બોધ આપે છે કે હે માનવ ! હું બધા સ્વાદ લઉં છું છતાં લૂખી ને લુખી રહું છું તેમ તમે પણ સંસારમાં જીભની જેમ રૂક્ષત્તિથી રહે તે કર્મ ન બંધાય. આ તે તમારા અનુભવની વાત છે ને? તમે ચીકાશવાળું કાંઈ જ તે હાથથાળી-હઠ બધું ચીકણું થાય છે તેને સાબુથી સાફ કરે છે પણ જીભને કદી સાબુ લઈને સાફ કરવી પડી છે ? (હસાહસ). આ જીભ બે શિખામણ આપે છે. એક તે રૂક્ષવૃત્તિ ધારણ કરવાની અને બીજી નમ્ર કેમળ બનવાની.
જીભ કેટલી કમળ છે! જેમ વાળે તેમ વળે છે જ્યારે દાંત કઠણું છે તે પાછળથી આવે છે ને વહેલા જાય છે. ટૂંકમાં જીવનમાં રક્ષવૃત્તિ હોય છે તે આ સંસારસમુદ્રને તરી શકે છે.
જમાલિ અણગાર ભગવાનથી અલગ વિચર્યા ને એની શ્રદ્ધા ફરી. ભગવાનને સિદ્ધાંત ઉથલાવ્ય, ઉત્સવની પ્રરૂપણા કરી, તેમના કેટલાક શિષ્યને એમની વાત રૂચી તેઓ તેમની સાથે રહ્યા ને કેટલાકને એ વાત ન રૂચી એટલે તેઓ વિહાર કરતાં કરતાં પ્રભુ મહાવીર સ્વામી પાસે પહોંચી ગયા ને પ્રભુને વંદન નમસ્કાર કરી તેમની પાસે રહ્યા. ભગવાન તે સર્વજ્ઞ હતા. તેઓ સમય સમયની વાત જાણતા હતાં એટલે પૂછવાની જરૂર ન હતી કે તમે અહીં શા માટે આવ્યા. જમાલિની શ્રદ્ધા બદલાઈ છે તેથી આવ્યા છે એ એમણે જ્ઞાન દ્વારા જાણી લીધું.
હવે જમાલિ અણગાર રેગમુક્ત થયા, શરીર સારું થયું એટલે શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાંથી વિહાર કરી અનુક્રમે ગ્રામનુગ્રામ વિચરતાં વિચરતાં જ્યાં ચંપા નામની નગરી છે કે જ્યાં પૂર્ણભદ્ર ચત્યમાં ભગવાન મહાવીર બિરાજે છે