________________
૯૧૦
શારદા સરિતા પ્રમાણે ભગવાને જમાલિ અણગારને કહ્યું પણ જમાલિ અણગારે ભગવાનના વચન ઉપર શ્રદ્ધા પ્રતીત કે રૂચી કરી નહિ.
આ પ્રમાણે ભગવાનના વચનની શ્રદ્ધા-પ્રતીત અને રૂચી નહિ કરતા બીજી વખત પણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી નીકળી ગયા. જમાલિ અણગાર ભૂલ્યા તે ખરા પણ ભૂલ્યાનું ભાન કરાવનાર તારણહાર, સર્વજ્ઞ પ્રભુ મળ્યા તે પણ પિતાની ભૂલ સુધારી નહિ. પોતાની ભૂલની માફી માંગી નહિ. જુઓ, એક અણુ જેટલી ભૂલે કેવુંકેટલું મોટું સ્વરૂપ પકડયું. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
“સેનકુમાર અને શાંતિમતિ વિશ્વપુરમાં ચરિત્ર:- સેનકુમારને દેવીએ પ્રસન્ન થઈને એક મણિ આપે તે લઈને શાંતિમતિની સાથે વિશ્વપુર નગરમાં પાછો આવ્યા, ત્યાં બંને આનંદથી રહે છે. એ અરસામાં વિશ્વપુરના રાજા સમરકેતુ અચાનક કઈ રોગથી ઘેરાઈ ગયા. એવી અસહ્ય પીડા થવા લાગી કે પથારીમાં આમથી તેમ આળોટવા લાગ્યા. રાજાના રોગની ચિકિત્સા માટે મેટા મોટા રાજવૈદે અને મંત્રવાદીઓ વિગેરેને બોલાવ્યા. સૌએ પોતાની રીતે ખૂબ ઉપચાર ક્ય પણ રાજાને રેગ મટે નહિ. ત્યારે શાંતિમતિએ સેનકુમારને કહ્યું. સ્વામીનાથી આપને દેવીએ આરોગ્યરત્ન નામને મણિ આપે છે તેનાથી રાજાનો રોગ મટે છે કે નહિ તેની અજમાશ કરી જુઓ. સેનકુમારે નવકારમંત્ર ગણું મણિને પાણીમાં નાંખીને એ પાણીથી રાજાને નવરાવ્યા એટલે રાજા સમરકેતુની બધી પીડા મટી ગઈ અને રોગ નાબૂદ થયે.
સમરકેતુ રાજાનો પ્રેમ - સેનકુમારે મણિના પ્રભાવથી સમરકેતુ રાજાને રેગ મટાડશે. ત્યાર પછી રાજાને મન સેનકુમાર તે જાણે પુત્ર જે પ્રિય થઈ પડશે. રાજાને મન જાણે એ પ્રાણદાતા હતે. એને પિતાનાથી ક્ષણવાર પણ અળગો કરતે ન હતા અને તેણે સેનકુમાર પાસે વચન માંગી લીધું હતું કે હે કુમાર! મને તું ખૂબ પ્રિય છે માટે હવે કાયમ અહીં રહેવાનું. સેનકુમાર વિષેની ઈર્ષ્યાના કારણે કહે ભલે હું આપની પાસે રહીશ. રાજાને ખૂબ આનંદ થશે. સેનકુમાર અને શાંતિમતિ વિશ્વપુર નગરમાં રહે છે.
ચંપાનગરીના મંત્રીપુત્રનું મિલન - એક વખત ચંપાનગરીના રાજાના પ્રધાનને પુત્ર અમરશુરૂ વિશ્વપુરમાં આવ્યા ને સેનકુમારને મળે. એટલે સેનકુમારે તેને પૂછયું-હે મંત્રીપુત્ર! મારા પૂજ્ય પિતા હરિષેણ રાજા અને ભાઈ વિષેણુકુમાર કુશળ છે ને? પ્રજા સુખી છે ને? ત્યારે મંત્રીપુત્ર કહે છે હે કુમાર! તમે સુખી છે ને? પછી તમારે અમારા સુખ-દુઃખની શી ચિંતા ? તમારા ગયા પછી હરિષેણ રાજાએ આપની ખૂબ તપાસ કરાવી પણ આપને પત્તો નહિ પડવાથી વિણને રાજ્ય આપી દીક્ષા લીધી.