________________
શારદા સરિતા
૯૦૩ થયે ત્યારે તેણે મૌન ધારણ કર્યું. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું કે હે જમાલિ! મારા ઘણાં શ્રમણનિગ્રંથ શિષ્ય છમસ્થ છે. તેઓ મારી જેમ આ પ્રશ્નને ઉત્તર આપવા સમર્થ છે પણ તેઓ તું જેમ કહે છે હું સર્વજ્ઞ છું, જિન છું, અરિહંત છું એવી ભાષા તેઓ કદાપિ બોલતા નથી ને તું સર્વજ્ઞ થઇને આવા પ્રશ્નનો ઉત્તર આપી શકતે નથી? તે હે જમાલિ! સાંભળ. લેક શાશ્વત છે, કારણ કે લોક કદાપિ ન હતું તેમ નથી, કદાપિ લેક નથી એમ નથી અને કદાપિ લેક નહિ હોય તેમ પણ નથી. પરંતુ લોક ભૂતકાળમાં હો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં હશે. લેક ધ્રુવનિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી હે જમાલિ! લોક અશાશ્વત પણ છે કારણ કે તેમાં અવસર્પિણી કાળ આવીને ત્યાર બાદ ઉત્સર્પિણી કાળ આવે છે અને ઉત્સર્પિણી કાળ આવીને પછી અવસર્પિણી કાળ આવે છે. આ પ્રકારના કાળના પલટાઓની અપેક્ષાએ આ લેક અશાવત પણ છે.
- જૈન દર્શનમાં કે સુંદર સ્વવાદ છે કે કોઈ પણ વાત એકાંતે કરી નથી. દરેક વાત અપેક્ષાથી કરી છે. લેકને એક અપેક્ષાએ શાશ્વત કહો છે ને બીજી અપેક્ષાએ અશાશ્વત પણ કહ્યો. જેમ અહીં કેઈ કાકા ને ભત્રીજો ઉભો હોય તે કહેવાય કે આ કાકા છે ને આ ભત્રીજે છે પણ એ ભત્રીજાને ભત્રીજે આવે તે એની અપેક્ષાએ ભત્રીજે કાકા બની જાય છે એટલે એકાંતે કાકા એ કાકા નથી રહેતાં ને ભત્રીજે એ ભત્રીજે નથી રહેતું. દરેક વસ્તુને આ રીતે અપેક્ષાએ ઘટાવી છે.
બંધુઓ! આ સ્યાહૂવાદને જે માનવ બરાબર સમજે તો કદી એને ઝઘડવાનું ન રહે. આ જેનદર્શનના સ્વાદુવાદને નથી સમજતા તે પરસ્પર ઝઘડે છે. આજે તમારા મહાન ભાગ્ય છે કે વિતરાગ શાસનના વડલાની છાયા તમને મળી છે. આ વીતરાગ શાસનની છાયા મળ્યા પછી સંસારની માયા ન હોવી જોઈએ. સંસારના સુખ ભેગ છે, આનંદ માને છે કે સંસારની માયાજાળ બિછાવી બહારથી ગમે તેટલા ફકકડ થઈને ફરતા હો પણ જ્યાં સુધી જેનદનને ન સમજે ત્યાં સુધી દેવાળું કાઢયું છે. સંસારના કીચડમાં ફસાઈ સંસારની દલાલી ઘણી કરી. હવે આત્માની દલાલી કરો. સંસારની દલાલી એ તો કાંકરાની દલાલી છે ને ધર્મની દલાલી એ રત્નની દલાલી છે. તમને સંસાર ગમે તેવો સારો ને સુખમય લાગતો હોય પણ ત્યાગીને મન તે સંસાર એક પ્રકારની જેલ છે. તમને આ જેલમાં રહેવું કેમ ગમે છે. જેલમાં રહીને સત્તા ભોગવે છે પણ યાદ રાખજો સત્તા તમારું સત્યાનાશ વાળી દેશે.
કઈ પણ માણસે સરકારનો ગુનો કર્યો એટલે કાયદેસર એને પકડીને જેલમાં પૂરવામાં આવ્યું. હવે એ જેલમાં પૂરાયેલ કેદી વિચાર કરે કે હું તો મારે ઘેર સારું સારું ખાતું હતું તો અહીં પણ મને એવું સારું સારું ખાવાનું મળવું જોઈએ. રહેવા