________________
શારદા સરિતા કે શમ્યા-સંસ્તારક (સંથારે) કરાતો હોય ત્યાં સુધી તે કરી નથી. પથરીતે હોય ત્યાં સુધી તે પથરાયો નથી. આ કારણથી આ શય્યા પથરાતી હોય ત્યાં સુધી તે પથરાઈ ન કહેવાય. તે રીતે ચાલતું હોય ત્યાં સુધી તે ચલિત નથી પણ અચલિત છે. યાવત્ નિર્જરાતું હોય ત્યાં સુધી તે નિર્જરિત નથી પણ અનિર્જરિત છે. આ પ્રમાણે એના મનમાં વિચાર થયે.
દેવાનુપ્રિયે ! આ વાત ખૂબ વિચારવા જેવી છે. જેમ તમે સામાન લઈને ઘેરથી અમદાવાદ જવા માટે નીકળ્યા. હજુ સ્ટેશને પહોંચ્યા નથી ત્યાં કઈ માણસ પૂછે કે શેઠ કયાં ગયા? તે ઘરના કહેશે કે અમદાવાદ ગયા. હજુ તે અમદાવાદની ટ્રેઈનમાં બેઠા પણ નથી છતાં કહેવાય કે અમદાવાદ ગયા. આ અપેક્ષાથી કરવા માંડયું ત્યારથી કર્યું કહેવાય. આ શિષ્ય સંથારે બિછાવે છે એટલે કહે છે કે સંથારે પથરાય છે તેથી જમાલિ અણગારના મનમાં વિચાર થયે કે ભગવાન કહે છે તે વાત મિથ્યા છે. કેવળીના વચન ઉથલાવવા તૈયાર થાય છે તેને સંસાર વધે છે. કેવળીના વચન ત્રણ કાળમાં મિથ્યા ન થાય. જમાલ અણગારની શ્રદ્ધા ફરી છે. હવે શું વિચારશે તે વાત અવસરે કહેવાશે.
વિષેણની દુષ્ટતાઓ ચરિત્ર-સેનકુમાર અને શાંતિમતિ સાથે હરવા ફરવા જાય, આનંદ-સુખ ભોગવે, આ જોઈને વિણકુમારને ઈર્ષાના અગ્નિથી કાળી બળતરા થતી. આમ કરતાં વસંતઋતુને સમય આવ્યો. એક દિવસ સાંજના સમયે સેનકુમાર અને શાંતિમતિ હાથી ઉપર બેસીને ઉદ્યાનમાં ફરવા ગયા. આ સમયે વિણકુમારે ચાર માણસને તૈયાર કર્યો ને કહ્યું સેનકુમાર ફરવા ગયા છે ત્યાં તમે જાવ ને એ જે હાથી ઉપરથી ઉતરે તે તમે ચારે જણ ચાર ઘાથી દૂર કરી દેજે, તે હું તમને મોટું ઈનામ આપીશ.
વિષેણની આજ્ઞા પ્રમાણે ચાર જણે આવ્યા તે ખરા પણ સેનકુમાર સાથે ઘણું માણસે હતાં એટલે તે હાથી ઉપરથી ઉતરી બગીચામાં ફરીને આરામગૃહમાં ગયા. એ ખૂન કરવા આવનારાને કઈ રીતે લાગ ફાવ્યું નહિ એટલે વીલે મઢે પાછા ફર્યા. બીજે દિવસે સેનકુમાર બપોરના સમયે પિતાના મહેલના આંગણામાં બેઠા બેઠા શાંતિમતિ સાથે વિનેદ કરી રહ્યા હતા ત્યાં શું બન્યું.
આમતેમ ફરતા ફરતા ચાર સંન્યાસી બાવા તેના મહેલના આંગણામાં આવેલા જઈ તરત વિનયવાન સેનકુમાર ઉભું થયે ને તેમના ચરણમાં પડે. ચરણ રજ માથે ચઢાવીને બોલ્યા. ગુરૂદેવ! આ સેવકને ઘેર આપને કેમ પધારવાનું બન્યું? આપને જે ચીજને ખપ હોય અગર મારા લાયક કામ હોય તો વિના સંકેચે ફરમાવે. ત્યારે તે સંન્યાસીએ કપટથી કહ્યું કે અમે તે ત્યાગી પુરૂષે છીએ. અમારા ગુરૂની આજ્ઞાથી આપની સાથે એકાંતમાં વાત કરવા આવ્યા છીએ. કુમાર કહે તે આ અમારા રૂમમાં. તે કહે