________________
શારદા સરિતા
૮૭૯
અમરસેન રાજાના વૈરાગ્ય અને દીક્ષા – એક વખત ચંપાપુરીનગરીના ઉદ્યાનમાં સામા નામના સાધ્વીજીને કેવળજ્ઞાન થયું એટલે આકાશમાં દેવદુદુંભી વાગી. આકાશમાંથી પંચવર્ણના અચેત પુષ્પાની વૃષ્ટિ થઇ. રાજા દર્શન કરવા ગયા ત્યાં વૈરાગ્ય પામી ગયા તેથી તેણે હરિષણને રાજ્ય આપ્યું અને પુત્ર સેનને સંભાળવાની ભલામણુ કરી પેાતે દ્વીક્ષા લીધી.
હરિષણ રાજા બન્યા – હરિષેણુ રાજા થયા. સારી રીતે રાજ્ય કરે છે. તેને મન સેન અને વિષેણુ અને પુત્ર! સરખા હતા. પણ વિષેણુ ર્હ ંમેશાં સેન ઉપર દ્વેષ કરતા હતા. તે એમ માનતા હતા કે મારા પિતા અત્યારે રાજા છે, પણ પછી જ્યાં સુધી સેન હશે ત્યાં સુધી મને રાજ્ય નહિ મળે માટે ગમે તે પ્રકારે એનું કાસળ કાઢવા મથતા, પણ રાજ્યને વૃદ્ધ મંત્રી સેનકુમારની ખૂબ કાળજી રાખતા હતા. દરેક વખતે ખરે સમયે તેના ખચાવ કરતા. સેન અને વિષેણુ જેમ જેમ મેાટા થતાં ગયા તેમ તેમ સેનના જીવનમાં ગુણેા વૃદ્ધિ પામવા લાગ્યા અને વિષેણુના જીવનમાં દુર્ગુણા વૃદ્ધિ
પામવા લાગ્યા.
આ અરસામાં રાજ્યના ઉદ્યાનમાં અચાનક અકાળે વૃક્ષ ઉપર ફળફૂલ આવવા લાગ્યા. આ જોઇને રાજ્યના વૃદ્ધ મંત્રીએ આમ્રફળ નામના એક જયોતિષીને પૂછ્યું કે આ રાજ્યના ઉદ્યાનમાં આજે અચાનક વૃક્ષે કેમ ફળ્યા છે? અને ઋતુ વિના આટલા બધા ફેરફાર કેમ થયા છે ત્યારે યાતિષીએ કહ્યું હું પ્રધાનજી! આ ફેરફાર એમ સૂચવે છે કે થાડા સમયમાં ચંપાપુરીમાં રાજ્યકાંતિ થશે. રાજા બદલાશે ને શત્રુરાજાનુ વર્ચસ્વ જામશે પણ તે વધુ વખત ટકશે નહિ. ત્યારે પ્રધાનજી પૂછે છે એની ખાત્રી શી? આમ પૂછે છે ત્યાં એક માણસે આવીને કહ્યુ', પ્રધાનજી! આપને રાજા દરબારમાં ખેલાવે છે. આપ જલ્દી ચાલા, પ્રધાને પૂછ્યું કે હું જોષીરાજ! કહેા મને શા કેમ જલ્દી મેલાવે છે ?
જોષી કહે રાજપુરાના રાજા શખની પુત્રી શાંતિમતીનુ` કહેણુ આવ્યું છે. તેમાં શખરાજાએ કહેવડાવ્યુ છે કે તમારા સેન અને વિષેણ એ પુત્રમાંથી તમને જેને માટે ઠીક લાગે તેની સાથે મારી પુત્રીની સગાઇ કરીને આ મેકલાવેલું શ્રીફળ રાખી મને રૂડા સમાચાર આપે. આવા સમાચાર આવ્યા છે એટલા માટે રાજા તમને મેલાવે છે. તેા પ્રધાનજી! તમને પણ કહી દઉં' છું કે જે પુત્ર આ કન્યા સાથે પરણશે તે મહા ભાગ્યશાળી બનશે ને રાજ્યના ઉધ્ધાર કરનાર પશુ તે બનશે. પ્રધાન તરત દરબારમાં આવ્યા. ત્યાં રાજાએ તેમના આદર કર્યા અને શ ખરાજાએ જે કહેવડાવ્યું છે તે વાત કરી. સેન અને વિષેણુ અનેમાંથી જે ચેગ્ય લાગે તેની સાથે સગાઇ કરે। તે મે સેનકુમાર માટે આ શ્રીફળ રવીકારવાનું નક્કી કર્યું છે, પણ આપને શું વિચાર છે તે જણાવેા.