________________
શારદા સરિતા
જીવવા માટે આ બધું કરે છેને? પણ યાદ રાખજો કે એ જીવોના લેહીથી સ્નાન કરીને તમારે રોગ શાંત થવાને નથી. ઉલટ રેગ વધી જશે. એવી કાળી બળતરા થશે કે આઈસની લાદી ઉપર સૂઈ જશે તે પણ બળતરા મટશે નહિ. જડબાતોડ જવાબ આપી દીધે. આ સાંભળીને રાજાને ખૂબ ક્રોધ ચઢયે ને એના માણસને હુકમ કર્યો કે આને ઘાણીમાં પીલી નાંખે ને એનું લેહી લાવે. એનાથી હું સ્નાન કરૂં. શેરસિંહ કહે ખુશીથી મારા લેહીથી સ્નાન કરો. પણ તમારે રોગ નહિ મટે. બીજા જીવોને હણવાથી તમને શાંતિ નહિ મળે કે તમારું આયુષ્ય પણ નહિ વધે તે યાદ રાખજો. જે દિવસે જવાનું છે તે જવાનું છે તેમાં મીનમેખ ફેરફાર નહિ થાય. લાખ પ્રયત્ન કરે પણ મરણ તમને છોડવાનું નથી.
એક વખત એક રાજાને કઈ પુરૂષે કહ્યું કે સર્પદંશથી તારૂં મૃત્યુ થશે એટલે રાજા ખૂબ ભયભીત બની ગયે. કારણ કે દરેક જીવોને જીવવું ગમે છે. મરવું કોઈને ગમતું નથી. રાજાએ વિચાર કર્યો કે હું એક એ મહેલ બનાવું કે તેમાં સર્પ આવી શકે નહિ એટલે એક એ તબેલા જે ન મહેલ બંધાવ્યું ને તેમાં સર્પ આવી શકે તેવું એક પણ છિદ્ર રાખ્યું નહિ ને રાજા નિર્ભય બનીને તેમાં રહેવા લાગે કે હવે મને સર્પ કરડશે નહિ. એક દિવસ એ પ્રસંગ બન્યું કે રાજાના બગીચાને માળી સુંદર, તાજા અને સુગંધથી મહેંકતા ફૂલે કરંડિયામાં લઈને મહેલમાં આવ્યા. ફૂલેને એક ગુચ્છ રાજાએ હાથમાં લીધે ને સુંઘવા ગયા ત્યાં ફૂલના ગુચ્છામાં રહેલા નાનકડા સર્ષે એને ડંખ દીધે ને ત્યાં ને ત્યાં રાજા મરણ પામ્યા. ટૂંકમાં રાજાએ સર્પને ભય ટાળવા માટે નવો મહેલ બનાવ્યું છતાં સર્પ કેવી રીતે આવ્યે? માણસને ખબર નથી કે મને જે વરતુ પ્રત્યે રાગ છે તેમાં મારું મૃત્યુ રહેલું છે.
આ યદુરાવ નામના રાજાને પણ જીવનના મેહમાં ભાન ન રહ્યું કે હું આ શું કરી રહ્યો છું? શેરસિંહને ઘાણીમાં પીલવાને હુકમ કર્યો. શેરસિંહ તે હસતા મુખડે ઘાણીમાં બેસી ગયા. જ્યાં ઘાણી ફેરવવા જાય પણ ઘાણી ફેરતી નથી. ત્યાં દેડતે એક માણસ કહેવા આવ્યો. મહારાજા ! જલ્દી ચાલે. રાણીસાહેબ બેભાન થઈ ગયા છે. ત્યાં રાજાને ભાન થયું કે હજુ મેં આને ઘાણીમાં પીલ્ય પણ નથી છતાં એના કેવા ખરાબ પડઘા પડે છે. મેં ૯૦૯ દંપતિઓની જોડીને ઘાણીમાં પલી નાંખી હોત તો શું થાત? શેરસિંહ! તેં એમને છોડી દીધા તે ઘણું સારું કર્યું. હવે મને મારી ભૂલનું ભાન થયું. શેરસિંહે રાણી સાહેબને પાણી છાંટયું ને તરત તેઓ ભાનમાં આવ્યા ત્યાં રાજાએ પ્રતિજ્ઞા કરી કે મારે કઈ જીવની હિંસા કરવી નહિ. રાજાએ પ્રતિજ્ઞા કરી ત્યારે એને રેગ પણ આપોઆપ મટી ગયો. આ શેરસિંહ એક પહેરેગીર હતો છતાં એનામાં કેટલી માનવતા હતી. કેટલી પરોપકારની ભાવના હતી. એની દ્રઢતાના બળે રાજા જેવા રાજા