________________
શારદા સરિતા
૮૬૯ એ મહાન પુરૂષે અજરામર સ્થાને પહોંચી ગયા છે. દેવાનુપ્રિયે! આ રીતે મહાન પુરૂષના આત્મામાં અને આપણુ આત્મામાં ઘણું અંતર છે, છતાં પુરૂષાર્થ દ્વારા એ અંતરને દૂર કરવા માટે મનુષ્ય સમર્થ છે. પ્રભુ નિર્વાણ પહોંચી જવાથી આજે આપણને અરિહંતને વિગ પડે છે. આજે આપણને શંકા થાય તે તેનું સમાધાન કરનાર અરિહંત હવે વિદ્યમાન નથી. દુનિયામાં બધાને વિયેગથી અરિહંતને વિયાગ મટે છે. દિવાળીને દિવસ આપણે માટે વિયેગનો છે. ખાઈ-પી સારા કપડા પહેરી દારૂખાનાં ફેડી જલસા ઉડાવવા માટે આ દિવાળી નથી. આપણા પરમ પિતાના શહે ચાલી આત્મસ્વરૂપની પિછાણ કરવા માટેનું આ પર્વ છે.
આજે બે પ્રસંગની ઉજવણી છે. ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ મહોત્સવ અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન મહત્સવ. આ બે મહોત્સવ ઉજવવા સ્વર્ગમાંથી દે આવ્યા હતા. તીર્થકરના શરીરની અંતિમ ક્રિયા દેવે કરે છે. આ વખતે કેવું અદ્ભુત દશ્ય હશે! બેસતા વર્ષના દિવસે પ્રભાતના પહોરમાં લોકે દર્શન કરવા શા માટે આવે છે? આ બે પ્રસંગે જ્યારે ઉજવાયા ત્યારે પાવાપુરીમાં માનવ મહેરામણ ઉમટયે હતો. તે સમયથી સવારમાં બેસતા વર્ષના દિવસે દર્શન કરવા જવાની શરૂઆત થઈ છે. પર્વના પાંચેય દિન પનેતા છે. એકેક દિવસને ખૂબ મહિમા છે. બેસતા વર્ષે ગુરૂદર્શને જવાનું અને બીજના દિવસે ભાઈ બહેનના ઘેર જાય છે તેનું કારણ શું? મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા એટલે તેમના બહેનને તથા ભાઈ નંદીવર્ધનને ખૂબ આઘાત લાગ્યો હતો. બહેન ભાઈને ઘેર આવે છે પણ ભાઈ બહેનના ઘેર ઓછા જાય છે છતાં ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘેર જાય છે તેનું કારણ એ છે કે નંદીવર્ધન પોતાની બહેનને આશ્વાસન આપવા ગયા હતા ત્યારથી ભાઈબીજને દિવસ ભાઈબીજ તરીકે ઓળખાયે, ને ભાઈ બહેનના ઘેર જમવા જવાની શરૂઆત થઈ.
ૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એ ગૌતમસ્વામી પહેલાં કોણ હતા? એ તમારી જેમ જન્મથી જેન ન હતા. ગૌતમસ્વામી ઈન્દ્રભૂતિ નામના બ્રાહ્મણ હતા. ચાર વેદના પ્રકાંડજ્ઞાતા અને પ્રખર વિદ્વાન હતા. એમના શિષ્ય ૫૦૦ હતા. તેમના મનમાં એવું અભિમાન હતું કે દુનિયામાં મારા જેટલું જ્ઞાન કેઈ પાસે નથી. તેમને પિતાના જ્ઞાન અને પંડિતાઈ માટે ઘણું અભિમાન હતું. ત્રણેલેકમાં મારા સમાન કોઈ પંડિત નથી એમ તે માનતા. તેમની વાણીની મધુરતા અને પ્રતિભાશાળી વ્યક્તિત્વની ચારે બાજુ તેમની પ્રતિષ્ઠા ખૂબ જામી હતી.
આ સમયે અપાપા (પાવાપુરી) નગરીમાં સોમલ નામના બ્રાહ્મણે એક મોટે યજ્ઞમંડપ તૈયાર કરાવ્યો અને તે યજ્ઞમાં મેટા મોટા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું. આ આમંત્રણથી યજ્ઞમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ તેમજ બીજા આઠ બ્રાહ્મણે પણ