________________
૮૬૦
શારદા સરિતા લાગ્યા. ત્યારે છોકરી કહે છે બાપુજી! આપે આ લેકેની સાથે ખૂબ અન્યાય કર્યો છે. તેમણે મને સગાઈના સમુરતામાં લાખ રૂપિયાના દાગીના આપ્યા તે પચાવી પાડયા ને ઉપરથી લાત મારીને કાઢી મૂક્યા. આપે મારા માટે પ્રથમ જે જમાઈ શોધે છે તે મારો પતિ છે, માટે હવે આપ ઘેર જાવ. પિતાએ ઘણું ધન આપવા માંડ્યું પણ દીકરીએ ન લીધું. છેવટે રડતી આંખે મા-બાપ પાછા વળ્યા.
આ તરફ એના પતિ તથા સસરાને કહે છે બાપુજી! હવે આ રેતીમાંથી કણ વીણીને ખાવાનું છોડી દે. એવી રીતે કરવાથી કેવી રીતે ઉંચા આવીશું! તમે એક નાની હાટડી માંડે. હું તમને ચોકલેટ, સીંગ-ચણ બધું લાવી આપું. તે નાના છોકરાની સ્કુલ આગળ લઈને વેચવા બેસે અને પતિને કહે છે તમે જંગલમાંથી લાકડા કાપીને ગામમાં વેચવા જાવ તે કંઈક ઉંચા આવીએ. સસરાને ચેકલેટ-સીંગ-ચણું લઈને વેચવા મેકલે છે ને એને પતિ લાકડા કાપવા જાય છે. ત્યારે એના મનમાં થયું કે મારે પતિ લાકડા કાપવા જાય ને હું બેસી રહું? મારે પણ જવું જોઈએ. પેટને ભાડુ આપવા માટે ગમે તે કામ કરીને તેમાં નાનપ શી? કેઈની પાસે હાથ લંબાવતાં નાનપ આવવી જોઈએ, એમ વિચાર કરીને એના પતિ સાથે લાકડા કાપવા ગઈ. એક ઝાડ કાપીને બંનેએ લાકડાના ભારા બાંધ્યા. માથે મૂકી બજારમાં થઈને વેચવા જાય છે. આ છોકરીના માથે લાકડાને ભારે જોઈ નગરજનોની આંખમાં આંસુ આવી ગયા. અહ! કરોડપતિની દીકરીની આ દશા? કઈ શેઠનું વાંકુ બેલે છે તે કોઈ છોકરીનું ખરાબ બેલે છે. ત્યારે છોકરી વિચાર કરે છે દુનિયા કેવી દોરંગી છે! જગતનું સાંભળીએ તો દુનિયામાં રહેવાય નહિ. લાકડાનો ભારો લઈને ફરતાં ફરતાં એક દયાળુ શેઠના મકાન પાસે આવ્યા. શેઠે જોયું કે આ લાકડા કિંમતી છે. તરત એમને બોલાવીને કહ્યું –ભાઈ ! આ લાકડા મારા ઘર નાંખી દો. આ બાવળના કે લીબડાના લાકડા નથી પણ ચંદનના લાકડા છે એમ કહી બે ભારાના વીસ હજાર રૂપિયા આપી દીધા. લઈને બંને ઘેર આવ્યા. હવે છોકરી સસરાને કહે છે બાપુજી આપણી કઈ જમીન છે કે નહિ? ત્યારે સસરા કહે છે બેટા! આપણ સાત માળની હવેલી બની ગઈ. એ જમીન ખાલી પડી છે. ત્યારે વહુ કહે છે ત્યાં ઝુપડી બનાવીને રહીએ. એમ વિચાર કરી ત્યાં ઝુંપડી બાંધીને આનંદથી રહેવા લાગ્યા.
દેવાનુપ્રિયે! જુઓ, હવે આ શેઠના પુણ્યને ઉદય કેવી રીતે થયે? પહેલાં કંઈ ન હતું. હવે રહેવા ઝુંપડી થઈ. પાસે વીસ હજાર રૂપિયા આવી ગયા. તેથી વહુ કહે છે બાપુજી! હવે તમે ચોકલેટ વેચવા ન જશો. ભગવાનનું નામ લે. હવે તે બાપ-દીકરે તે વહુને ઘરની દેવી જેમ માને છે. વહ જે કહે તે સાચું. એ કહે તેમ કરે છે. સમય જતાં ધનતેરસને દિવસ આવે. એટલે પુત્રવધુ કહે છે બાપુજી! આ