________________
૮૬૪
શારદા સરિતા
હતું કે હું એક વખત તમને રાજા બનાવીશ. કુંવરે શેડી વાર વિચાર કરીને કહ્યું કે જાવ એક પ્રહર રાય ભેળવો. તેમ કહી કુંવર મહેલમાં ગયે. ત્યારે વણિકપુત્ર સિંહાસને બેસી ગયો. મંત્રીઓએ કહ્યું કે રાજ્યાભિષેકની વિધિ કરવા દે. રાજાને યોગ્ય વસ્ત્રાભૂષણ પહેરે પછી સિંહાસને બેસશે તે સિંહાસન શેભી ઉઠશે.
વણિક પુત્ર કહે છે મારે એક પ્રહર રાજ્ય કરવું તેમાં વસ્ત્રાભૂષણ અને રાજ્યાભિષેકની શી જરૂર છે? બસ હું તો રાજસિંહાસને બેઠો એટલે રાજા બની ચૂક્યો. એણે તે સેવકોને હુકમ કરવા માંડે કે આટલા રૂપિયા, આટલું ઝવેરાત મારા ઘેર મોકલી દે. લેણદારને કહેવડાવી દીધું કે જેનું જેટલું લેણું હોય તેટલું અત્યારે લઈ જાવ કારણ કે હું અત્યારે રાજા બન્યો છું. એણે લેણદારનું લેણું ચૂકવી દીધું. ગરીબ અને ભિખારીઓ આવ્યા. તેમને ધન આપી સંતુષ્ટ કર્યા. નોકરે અને કર્મચારીઓને પગાર બમણો કરી દીધું અને ગામમાં જાહેરાત કરાવી કે ગરીબ હેય તે આવે. ગામમાંથી ઘણું માણસ આવ્યા. દેવાય તેટલું દાન દઈ દીધું અને એક પ્રહર પૂરે થતાં પહેલાં તે એ સિંહાસનેથી નીચે ઉતરી ગયા અને સેવકને કહ્યું કે હું મારે ઘેર જાઉં છું. આમ કહી ગરીબોના આશીર્વાદ લેતે હર્ષનાદ સાથે પિતાને ઘેર ચાલ્યો ગયે ને ખૂબ બાદશાહીથી રહેવા લાગ્યા. તેણે એક પ્રહરમાં રાજાને ખજાને ખાલી કરી નાંખે ને કેડની સંપત્તિ પિતાને ઘેર લાવ્યું.
આ વાતને ઘણો સમય વિત્યા બાદ બીજા વણિક મિત્રને પણ વહેપારમાં પેટ આવી ને તે પણ પિતાના મિત્રની જેમ રાજા પાસે ગયા અને પિતાને આપેલા વચનની યાદ આપી. પિતે આપેલા વચન પ્રમાણે રાજાએ તેને પણ એક પ્રહર રાજા બનાવવાને હુકમ કર્યો. આ વણિક વિચારવા લાગ્યું કે રાજા બનવું તે ઠાઠમાઠથી બનવું અને રાજશાહી પોશાક પહેરીને સિંહાસને બેસું તો એમ લાગે કે હું રાજા બન્યો છું. એટલે તેણે પહેલાં હજામને બોલાવ્યો. મર્દન કરાવ્યું. આ બધું કરીને સ્નાન કર્યું પછી રાજપિશાક તથા આભૂષણે મંગાવ્યા. સેવકેએ સુંદર વસ્ત્રો અને આભૂષણનો એની સામે ઢગલો કરી દીધો. આ જોઈને વણિક તે મૂંઝવણમાં પડી ગયા કે કર્યો પિોશાક પહેરે ને કયો પિશાક ન પહેરૂં? આ સારો છે ને બીજે એનાથી પણ વધુ સારે છે અને ત્રીજે તે એનાથી પણ વધુ ચઢીયાત છે. આમ પિશાકની પસંદગીમાં એને ઘણે સમય વીતી ગયે. છેવટે એક મનગમતે પિશાક પહેરીને સિંહાસને બેઠે ત્યાં પ્રધાને ઘંટડી વગાડીને જાહેર કર્યું કે આપને એક પ્રહર પૂરો થઈ ગયો છે માટે તમે રાજપશાક ઉતારી નાંખો.
પેલે રાજા બનેલ વણિક બે-અરે ભાઈ! હું તે હમણાં સિંહાસને બેઠે છું. મેં તે હજુ કંઈ પણ હુકમ છોડ નથી અને મને શેના ઉતારી મૂકે છે? ત્યારે