________________
૮૫૨
શારદા સરિતા
વેતિ થઈને ક્ષય થયા પછી નિષ્ક્રમી થઈ જાય છે. સમય કેટલેા ખારીક છે! એક આંખ ખાલા અને મીચા એટલામાં અસંખ્યાત સમય વ્યતીત થઇ જાય છે. એવા એક સમયમાં ક અંધાય છે. ખીજા સમયમાં વેઠે છે ને ત્રીજા સમયમાં નિર્જરી જાય છે.
દેવાનુપ્રિયા ! કના કટુવિપાક જીવને ભાગવવા પડે છે. સૂયગડાયગ સૂત્રના પાંચમાં અધ્યયનમાં નરકનું વર્ણન આવે છે. પરમાધામીએ નારાને કેવા દુઃખા આપે છે તે વાંચતાં આપણું કાળજુ કંપી જાય છે. નારકોના શરીરને છેદી નાંખે છે. અહીં તે કાઇ પણ માણસે સરકારના અગર ખીજા કોઈને ગુન્હા કર્યા છે તેા એના હાથ-પગ કાપી નાંખે અગર ફાંસીએ ચઢાવી દે તા એકવાર વેદના ભાગવવી પડે છે. જ્યારે નરકમાં તે નારકીના અંગોપાંગ વારવાર છેઢી નાંખવામાં આવે છે. તેની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષીની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની. જેની જેટલી સ્થિતિ હોય તેટલા સમય ભયંકર દુઃખ ભેગવવુ પડે છે. આટલા માટે જ્ઞાની ભગવંતા કહે છે હે જીવ! તમે કર્મબંધન કરતી વખતે ખૂબ ખ્યાલ રાખે. મહાન પુરૂષા પેતે કમબંધનથી મુકત થયા અને આપણને મુકત થવાના માર્ગ બતાવી ગયા.
ભગવાન મહાવીરસ્વામી નિર્વાણુ પામવાના હતા ત્યારે બે દિવસ અગાઉ નવમલ્લી અને નવલચ્છી અઢ!ર દેશના રાજાએ એમનુ બધુ લશ્કર લઇને પ્રભુની પાસે આવ્યા. તે દિવસે આસે વ તેરસને દિવસ હતા. તે દિવસે સાંજના સમયે રાજાએ પાવાપુરીમાં પ્રવેશ કરતા હતા તે સમયે ગાયાના ધણ જંગલમાં ચરીને ગામમાં જતા હતા, તે ઘણાં માણસાને જોઇને ડરીને દોડાદોડ કરવા લાગ્યા તેથી આજના દિવસનું નામ ધણતેરસ રાખવામાં આવ્યું છે. આજના દિવસનુ નામ ધણતેરસ છે પણ તમને ધન ખૂબ વહાલુ છે એટલે ધણુતેરસ ઉપરથી આજના દિવસને ધનતેરસ કહે છે. ધનતેરસના દિવસે ધન ધે!વાનું નથી પણ આત્માને ધાવાના છે. ધન કેવુ છે તેના ઉપર કવિએ એક રૂપક બનાવ્યું છે.
એક વખત ઇન્દ્ર લક્ષ્મીજીને કહે છે કે લક્ષ્મીજી ! તમારા માટે એક ફરિયાદ આવી છે. એ ફરિયાદ એકબે જણાની નથી પણ ઘણાં માણુસા આ ફરિયાદ કરે છે ત્યારે લક્ષ્મીદેવી કહે છે ઇન્દ્ર મહારાજા! મારા વિષે કોઇ ફરિયાદ કરી શકે એવું જીવન મારૂં નથી કે મારા ચારિત્રમાં કાઇ જાતનું કલંક નથી કે મારા જીવનમાં કોઈ જાતના દોષ નથી કે મારે માટે કોઇ ફરિયાદ કરી શકે? હું...એ વાત સાચી માનતી નથી. તદ્દન ખાટી વાત છે છતાં કાઈ ફરિયાદ કરતુ હોય તેા અદાલતમાં કેસ રજુ કરેા ત્યારે ઇન્દ્ર કહે છે કે નગરના–રાષ્ટ્રના અને દેશના દરેક માણસા એકી અવાજે ખેલે છે કે લક્ષ્મીમાં ચંચળતા ઘણી છે, એનામાં સ્થિરતાના ગુણ નથી. બંધુએ ! તમે પણ આવું જ કહે છે ને ? લક્ષ્મી અસ્થિર છે, ચંચળ છે પણ તમે એને સ્થિર કરવા માટે કેટલા પ્રયત્નો કરા