________________
શારદા સરિતા
૮૫૭.
બંધુઓ ! તમારે લક્ષ્મી મેળવવા કંઈક કાળા-ધેળા અને માયાકપટ કરવા પડે છે. તમે ગમે તેટલા શ્રીમાન છે તે પણ તમારી સેવામાં દેવે કંઈ હાજર રહે? તમને ખમ્મા ખમ્મા કરનારા બે-ત્રણ નકરો હેય ને તે પણ તમે એને સાચવે ત્યાં સુધી સારા. જે એને કંઈ વાંધે પડે તે શેઠનું ખૂન કરી નાખે છે. કેમ તમારા મુંબઈમાં તે આવા કિસ્સા ઘણું બને છે. ચક્રવર્તિને આવું બને નહિ. છતાં વૈરાગ્ય પામી ગયા અને જે વૈરાગ્ય ન પામ્યા તેમને દેવે કે એમની રાણીઓ દુર્ગતિમાં જતા અટકાવી શક્યા નહિ.
આજે કાળીચૌદશને પવિત્ર દિન છે. ધનતેરસ-કાળીચૌદસ-દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ એ પાંચ દિવસો પવિત્ર માનવામાં આવ્યા છે. દિવાળીના દિવસે મહાવીર સ્વામી મેલે પધાર્યા છે. તે દિવસે અઢાર દેશના રાજાઓ પિષધ કરીને બેસી ગયા હતાં. તમને એમ થતું હશે કે ભગવાન દિવાળીના દિવસે મોક્ષે જવાના છે એવી રાજાઓને કયાંથી ખબર પડી? તે શૈશાલકે જ્યારે ભગવાન ઉપર તેજલેશ્યા છોડીને કહ્યું કે તું મારા તપ તેજથી પરાભવ પામીને પિત્ત-જવરના રોગથી પીડાઈને છ મહિનામાં મરણ પામીશ. ત્યારે કરૂણાસાગર ભગવાને કહ્યું કે હું તે સોળ વર્ષ સુધી આ પૃથ્વી ઉપર ગંધહસ્તિની જેમ વિચરવાનો છું. પણ તું આજથી સાતમા દિવસે તારી તેજલેશ્યાથી પરાભવ પામી પિત્ત-જવરની પીડા ભેગવીને મરણ પામીશ. આ સાંભળીને અંતિમ સમયે ગોશાલકને કે પશ્ચાતાપ થયે છે ! પિતાની ભૂલને પશ્ચાતાપ કરવાથી વર્તમાનકાળ સુધરી જાય છે. જેને વર્તમાનકાળ સુધરે છે તેને ભવિષ્યકાળ પણ સુધરે છે ને ભૂતકાળમાં કરેલી ભૂલનું પ્રાયશ્ચિત થાય છે.
ભગવાને ગોશાલકને કહ્યું કે હું સેળ વર્ષ ગંધહસ્તિની જેમ વિચરવાને છું ત્યારે રાજાઓએ એ વાત ધ્યાનમાં રાખી હતી તેથી નવમલ્લી અને નવલચ્છી એ અઢાર દેશના રાજાએ પ્રભુની પાસે આવ્યા. એ અઢાર દેશના રાજાઓની મંડળી હતી કે જ્યારે ધર્મનું કઈ મહાન કાર્ય કરવાનું હોય. ધર્મ ઉપર આફત આવે એવું લાગે ત્યારે બધા રાજાઓ ભેગા થઈને તેનું નિરાકરણ કરતા. ભગવાન ક્ષે પધારવાના છે એ વાતની એકબીજાએ બધાને ખબર આપી દીધેલી એટલે ધનતેરસને દિવસે સાંજના પ્રભુની પાસે હાજર થઈ ગયા ને ભગવાનની પાસે પૌષધ લગાવીને બેસી ગયા. રાજાઓ આશ્રવના દ્વાર બંધ કરીને સંવરના ઘરમાં આવી ગયા. તમારે બધાએ પણ ચૌદશ પાણીના છ કરવા જોઈએ. અન્ય લોકોને માટે ભલે આ પર્વ લૌકિક હોય પણ જેને માટે લેકેન્નર પર્વ છે. માટે બને તેટલે આરંભ સમારંભને ત્યાગ કરે.
ધન્ય છે પાવાપુરીની પવિત્ર ભૂમિના હસ્તિપાળ રાજાને કે છેલ્લું ચાતુર્માસ પ્રભુને પાવાપુરીમાં કરાવ્યું. ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પાવાપુરીમાં