________________
શારદા સરિતા
૮૪૯ લક્ષ્મીને પૂછયું તે સ્ત્રી ! તેં આ માણસને કઈવાર જે છે? ત્યારે લક્ષ્મી કહે છે હું એને ઓળખતી નથી. પછી રાજાએ ધરણને પૂછ્યું આ સ્ત્રી તારી લક્ષ્મી છે કે નહિ? ત્યારે ધરણે કહ્યું એ પહેલાં મારી સ્ત્રી હતી પણ અત્યારે નથી. ફરીને રાજાએ પૂછયું તેં આ સુવદનને ક્યારે ય જે છે? ત્યારે ધરણ કહે એ સુવનને પૂછો. સુવદનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું એને ઓળખતે નથી. ત્યારે રાજાએ પૂછયું-તારા વહાણમાં સોનાની કેટલી ઈટે છે? તેની સુવદનને ખબર ન હતી પણ ધરણને ખબર હતી એટલે તેણે કહી દીધું કે દશ હજાર ઈટે છે. રાજાએ પૂછ્યું એકેક ઈટનું કેટલું વજન છે? ધરણે વજન કર્યું ન હતું અને સુવાનને ખબર ન હતી એટલે એમાં બને મૌન રહ્યા. સુવઇને ધરણને કહ્યું–હે પાપી! કેઈની સ્ત્રીને અને કેઈના ધનને મારું ધન એમ કહેતાં શરમ નથી આવતી? આ સાંભળી ધરણે રાજાને કહ્યું સાહેબ આ જૂઠે છે. બધું ધન મારૂં છે. આપને મારા ઉપર વિશ્વાસ આવતો ન હોય તો વહાણમાં તપાસ કરાવે. દરેક ઈટ ઉપર મારા નામને સિકકે છે. તરત રાજાએ ઈટ મંગાવીને ઈટ ફડાવી જોયું તે ધરણનું નામ જોયું. સાચે પૂરી મળી જવાથી રાજા સુવદન ઉપર ગુસ્સે થયા અને બોલ્યા.
હે સુભટો! આ બંનેને પકડી લે અને આ ધનનો માલિક ધરણ છે તેને તે સપી દે અને આ સ્ત્રીને ગધેડા ઉપર બેસાડી હદપાર કરી દે અને આ સુવદનને ફાંસીએ ચઢાવી દે. બેલો ધરણે આ શિક્ષા બરાબર છે ને? ધરણ તો ખૂબ પરેપકારી ને દયાળુ હતું. રાજાને કહે છે મને ધનની જરૂર નથી. વળી મારા નિમિત્તે પચેન્દ્રિયની હત્યા ન થવી જોઈએ. એને મારી નાંખશે નહિ. મારા ઉપર કૃપા કરી એને જીવતદાન આપો. ધરણની ઉદારતા જોઈ રાજાઓ અને સમસ્ત સભાજનેએ તેને ખૂબ ધન્યવાદ આપ્યા. રાજાએ સભા સમક્ષ બધું ધન ધરણને અર્પણ કર્યું, એટલે સુવદનને કહ્યું-ભાઈ! મેં જ્યારે તારા વહાણમાં મારી ઈટે ભરી ત્યારે તમને એક લાખ સુવર્ણદ્રવ્ય આપવાનું કહ્યું હતું માટે હું તમને આપું છું. સુવદન શું ઉંચું મોટું કરે! ત્યારે ધરણે શીખામણ આપીને આઠ લાખ સુવર્ણદ્રવ્ય આપી છૂટો કર્યો. ત્યાર બાદ ધરણ ટીપા શેઠના ઘેર આવ્યો ને જવાની રજા માંગી. શેઠ ખૂબ આગ્રહ કરે છે પણ ધરણને હવે જવું છે. તેણે શેઠને પરાણે પાંચ રન્નેમાંથી બે રને ભેટ આપ્યા ને શેઠને આભાર માની પિતાનું દ્રવ્ય લઈને વહાણુમાં બેસી માર્કદી નગરી આવી પહોંચે.
ધરણ ખૂબ ધન કમાઈને આવ્યું. ગામમાં તેને ખૂબ સત્કાર થયો. ખુદ રાજાએ પણ તેનું સન્માન કર્યું. માતા-પિતાને ખૂબ આનંદ થયે પણ લક્ષમીને ન જોઈ એટલે પૂછયું-તું ધન તે ખૂબ કમાઈને આવે પણ તું બીજીવાર લક્ષ્મીને શોધવા માટે ગયો હત તે લક્ષ્મી કેમ દેખાતી નથી? ત્યારે ધરણે કહ્યું-આ-બાપુજી! આટલી બધી લક્ષ્મી તે લાવ્યો છું. હવે કઈ લમી જોઈએ છે? ત્યારે માતા-પિતા કહે છે બેટા! એ લક્ષ્મી