________________
૮૪૪
શારદા સરિતા અને ઉપાધિ રૂપી સંતાપથી સંતપ્ત થયેલા વિશ્વના જીવને શાન્તિ આપવા માટે કરૂણાથી પ્રેરિત થઈને દિવ્યદેશના રૂપી પવિત્ર સરિતા વહાવી છે. તે નિર્મળ સરિતામાં સ્નાન કરીને અનંત જીએ ત્રિવિધતાપથી મુક્તિ પ્રાપ્ત કરી છે અને ભવિષ્યમાં અનંત છ મુક્તિ મેળવશે ને ભૂતકાળમાં અનંત જીવો વીતરાગ વાણીનું પાન કરી આચરણમાં ઉતારી મોક્ષમાં ગયા છે.
આત્મસાધનાનું લક્ષ એક્ષપ્રાપ્તિ છે. જમાલિ અણગારે મેક્ષના લક્ષે સંયમમાર્ગ અપનાવ્યું હતું. એમના પથદર્શક મહાવીર પ્રભુ હતા. સુંદર રીતે સંયમની આરાધના કરતા હતા. સંસારના બંધનથી મુક્ત થવા માટે ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં દશ પ્રકારની રૂચી બતાવી છે.
निसग्गुवएसरुई, आणारई सुय बीयरुईमेव । अभिगम वित्थार रुई, किरिया संखेव घम्मरुई॥
ઉત્ત. સૂ. અ. ૨૮, ગાથા ૧૬ નિસર્ગરૂચી, ઉપદેશરૂચી, આજ્ઞારૂચી, સૂત્રરૂચી, બીજરૂચી, અભિગમ રૂચી, વિસ્તારરૂચી, ક્રિયારૂચી, સક્ષેપરૂચી અને ધર્મરૂચી. દશ પ્રકારની રૂચીમાં સાધક મસ્ત રહે તે સાધનાના પંથમાં સાધક આનંદ પ્રાપ્ત કરે છે. આ દશ પ્રકારની રૂચીમાં એક આજ્ઞારૂચી છે.
આપણે જમાલિકુમારની વાત ચાલે છે. જમાલિકુમારે ભગવાનની આજ્ઞા માની નહિ. એમનામાં બધી રૂચી હતી પણ એક આજ્ઞાચીની ખામી હતી. જે આજ્ઞારૂચી હતી તે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વિહાર કરતા નહિ. વિનયવાન શિષ્ય ગુરૂ જે આજ્ઞા કરે તે તહેત પ્રમાણ કરે છે. આજ્ઞાચી કેને કહેવાય?
रागो दोसो मोहो, अन्नाणं जस्स अवगयं होई। आणाए रोयन्तो, सो खलु आणारुइ नाम ॥
ઉત્ત. સૂ. અ. ૨૮, ગાથા ૨૦ જેના રાગ-દેવ–મહ અને અજ્ઞાન દૂર થઈ ગયા છે એવા મહાન પુરૂષની આજ્ઞાની રૂચી એ આજ્ઞારચી છે. સદ્દગુરૂ દેવેની આજ્ઞાનું પાલન કરવું એ આજ્ઞારૂચી છે.
સૂત્રમાં ઘણી જગ્યાએ મહાવીર સ્વામીને ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછ્યા છે ને ભગવાને તેમના પ્રશ્નનું સમાધાન કર્યું છે. મૈતમસ્વામી ભગવાનના પટ્ટશિષ્ય હતા. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. છતાં મનમાં અભિમાનનું નામ નહિ. ભગવાન આજ્ઞા કરે તે તહેત કરતા હતા. એમને વિનય પણ એ હતે. આપણે બેલીએ છીએ. મહાવીરને ચરણે, ગૌતમને શરણે, સદા રહે પ્રભુ મહાવીરને ચરણે
ભગવાનને ઘણું શિષ્ય હતાં પણ આજે ગૌતમસ્વામીનું નામ કેમ ગવાય છે? બધા સંતે મોતીની માળા જેવા હતા. એકએકથી ચઢિયાતા હતા. ગૌતમસ્વામીમાં