________________
૮૧૨
શારદા સરિતા
તમને ધન્ય છે ને હું પણ ભાગ્યવાન છું કે મારા ગામમાં આવા નીતિવાન અને દઢપ્રતિજ્ઞ માણસ વસે છે.
ઘણા સમય પછી ગામમાં કેવલી ભગવંત પધાર્યા. ત્યારે લોકોએ તેમને પૂછયું કે ભગવાન ! અમારા ગામમાં આવા નીતિવાન આત્માઓ વસે છે. જેમાં શેઠે કઠીયારા પાસેથી ચંદનના લાકડા અનિતીથી ન લીધા. વેશ્યાએ પણ રહેજે મળેલું તેનું લીધું નહિ ને કાનડકઠીયારાએ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે સેનાને મોહ છોડી દીધે ને રાજાએ બરાબર ન્યાય કર્યો. તે આપ કહો કે આ બધામાં શ્રેષ્ઠ કે? ત્યારે ભગવંતે કહ્યું કે આ બધામાં કાનડકઠીયારો સર્વશ્રેષ્ઠ ધન્યવાદને પાત્ર છે. બંધુઓ! ખુદ કેવલી ભગવંતે પણ શેઠની પ્રશંસા ન કરી. રાજાની કે વેશ્યાની કેઈની પ્રશંસા ન કરી. ફકત કાનડ કઠીયારાની પ્રશંસા કરી તેનું કારણ તમે સમજ્યા? એણે સંતની પાસે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. શેઠ-વેશ્યા અને રાજા એ ત્રણ નીતિવાન હતા,
જ્યારે કઠીયારાએ આટલી ગરીબાઈમાં પણ પ્રતિજ્ઞાનું પાલન કર્યું ને ધનને મોહ છોડી દીધે. એટલે તેની પ્રશંસા કરી.
આ પ્રશંસા થવાનું મૂળ કારણ શું છે? તેની સેવા. જે કાનડકઠીયારે સંતને માર્ગ બતાવવા ગયે ન હેત તો આવું વ્રત અંગીકાર ન કરત. કેવળી ભગવાન એની પ્રશંસા ન કરત ને આપણે પણ એને યાદ ન કરત. એ કઠીયારાના મનમાં પણ એમ થયું કે મેં સંતને માર્ગ બતાવ્યો, એમની પાસે પ્રતિજ્ઞા લીધી તો થોડા દિવસમાં આટલો બધે લાભ મળે. તે એમના જેવું બની જાઉં તે કેટલે લાભ મળે! આ તે દ્રવ્યસુવર્ણ મળ્યું પણ એમના જે બની જાઉં તે મારે આત્મા સેના જેવા તેજસ્વી બની જાય. લાકડા કાપનારો કાનડકઠીયારો આત્મા ઉપર રહેલા કર્મોને કાપનારે બની ગયે. સત્સંગને કેટલે અજબ મહિમા છે!
જમાલિકુમારને વૈરાગ્ય પણ ઉચ્ચ કેટીને છે. એની સાથે પ૦૦ તે પુરૂષ દીક્ષા લેવા નીકળ્યા. પ્રભુના સસરણમાં આવી પ્રભુના દર્શન કરીને તેઓ વેશ પરિવર્તન કરવા માટે ગયા. જમાલિકુમાર સ્વયં એક પછી એક અલંકાર ઉતારી રહ્યા છે ને માતા તેના મેળામાં હંસલક્ષણયુકત શ્રેષ્ઠ વસ્ત્રમાં ઝીલી રહી છે. એ ઝીલતાં ઝીલતાં આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. બસ, હવે મારે દીકરે ચાલે. હવે મારે એને દીકરા કહીને કદી બેલાવવાને નહિ. એ પણ હવે મને માતા કહેશે નહિ. આજથી અમારો સબંધ છૂટી જાય છે. રડતાં રડતાં પણ માતા શું કહે છે-હે દીકરા!
"जाइ सध्धाइ निक्खन्तो, परियाय ठाणमुत्तमं । તમેવ મyપાસેના, શુને મારા સંમ ”
દશ. સૂ. અ. ૮, ગાથા ૬૧