________________
૮૧૦
શારદા સરિતા વાંધો ન હતો, પણ એની નીતિ એટલી ચોખ્ખી છે કે કઈ દિવસ અનીતિને માલ લેતા નથી, પણ આ જગ્યાએ તમને એક રૂપિયામાં જે ચંદનના લાકડાને ભારો મળે તે લઈ લે કે પેલા શેઠની જેમ કઠીયારાને કહો કે આ તો મૂલ્યવાન લાકડા છે. (હસાહસ). તમે તે રૂપિયા આપીને લાકડા લઈ લે, પણ યાદ રાખજે અનીતિનું ધન તમને સુખે રહેવા નહિ દે.
પેલા શેઠે કઠીયારાને ૫૦૦ તેલા સેનું આપ્યું. આ જેઈ કાનડ કઠીયારે ખુશ ખુશ થઈ ગયે. આટલા વખતથી લાકડાના ભારા વેચું છું પણ એક રૂપિયે કદી મળે નથી ને આજે આટલું બધું સોનું મળ્યું. સોનાની પિટલી બાંધી કાનડ શેઠના ઘેરથી રવાના થયે. ચાલતા ચાલતે એક વેશ્યાના મકાન પાસે આવ્યો. વેશ્યા બારીએ ઉભી હતી. તેને જોઈને સ્થિર થઈ ગયે, ને વેશ્યાના ઘરમાં ગયે. આ તે બિચારો ગરીબ કઠીયારો હતે. એને દેખાવ પણ સારો ન હતો. આ સમયે વેશ્યાના ઘરમાં બીજા માણસે બેઠા હતા. એ કઠીયારાને જોઈને હસવા લાગ્યા. એની મજાક ઉડાવવા લાગ્યા પણ આ કઠીયારાએ કેઈના સામું જોયું નહિ. એણે તો જઈને વેશ્યાના હાથમાં સોનાની પિટલી આપી દીધી. આ જોઈને વેશ્યાને ખુબ આનંદ થયે, ને એ કઠીયારાની ખુબ આગતા સ્વાગતા કરવા લાગી અને તેને કહ્યું તમે નાહી લો. આ જુના કપડાં ઉતારીને નવા કપડા પહેરી લે. વેશ્યાના કહેવાથી કઠીયારો નાહી ધોઈને બીજે માળે જઈને બેઠે. આકાશ સામી દષ્ટિ કરી તે પૂનમને ખીલેલો ચંદ્ર જોયો. એટલે તેને તરત યાદ આવ્યું કે મેં તે પૂનમને દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવાની સંત પાસે પ્રતિજ્ઞા લીધી છે. મહારાજે તેને ખુબ બુદ્ધિપૂર્વક પ્રતિજ્ઞા આપી હતી કારણ કે આ શ્રાવક ન હતું કે એને પાંચમ અગિયારસનું ધ્યાન રહે. એટલે એને મહારાજે એમ કહેલું કે આકાશમાં આખો ચંદ્રમાં ઉગે તે દિવસે તારે બ્રહ્મચર્યનું પાલન કરવું. એટલે ચંદ્રમાં જોઈને તેને પ્રતિજ્ઞા યાદ આવી એટલે એના મનમાં વિચાર થયે કે આજે હું વેશ્યાની સાથે કઈ જાતને વ્યવહાર કરી શકીશ નહિ. તેથી મારે કોઈ પણ રીતે અહીંથી ચાલ્યા જવું જોઈએ. એમ વિચાર કરીને નીચે ઉતર્યો ને વેશ્યાને કહ્યું કે મારે જંગલ જવા જવું છું. એટલે બહાર જાઉં છું એમ કહીને ચાલતે થઈ ગયા.
એને સોનાની પિટલી યાદ આવી પણ જે વેશ્યાને કહીશ તે મને જવા દેશે નહિ. સેનું જાય તે ભલે જાય પણ મારી પ્રતિજ્ઞા તૂટવી ન જોઈએ એક દિવસ બ્રહ્મચર્ય પાળવા માટે ૫૦૦ તેલા સેનાની એણે પરવા ન કરી. તેના કરતાં પ્રતિજ્ઞાનું એને વધુ મહત્વ લાગ્યું અને હોવું પણ જોઈએ. સંસ્કૃતમાં કહ્યું છે કે “પ્રાન્ત ડ ઉT 7 મંતવ્યં સાક્ષેતં વ્રતમ્” ગુરૂની પાસે જે વ્રત લીધું હોય તેનું પ્રાણ જાય તે પણ દઢતાપૂર્વક પાલન કરવું જોઈએ. પ્રાણ જાય પણ વત નહિ જવું