________________
૮૨૮
શારદા સરિતા હાથમાં તલવાર પકડી તે પુરૂષને કહ્યું-તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે અને તારી ઈચ્છા હોય તે કહી દે. હવે તું પાંચ મિનિટને આ દુનિયાને મહેમાન છું. ત્યારે દુલિ તે બિચારે થરથર ધ્રુજવા લાગ્યા. કંઈ બેલી શકે નહિ. તેની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. આ જોઈ ધરણને ખૂબ દયા આવી એટલે તે બેલી ઉઠયે. ભાઈ! આ બિચારાને શા માટે મારે છે? એના બદલે મને પહેલા મારી નાંખે. આ શબ્દ સાંભળી કાળસેને વિચાર કર્યો કે જે સાર્થવાહ પુત્રે મને બચાવ્યું હતું તે આ પુરૂષ લાગે છે. તરત ધ્યાનપૂર્વક ધરણના સામે જોયું એટલે તેણે ધરણને ઓળખી લીધે. તેથી તેને ખૂબ આનંદ થયો ને ધરણને પ્રણામ કરીને બેલ્યો છે ઉપકારી પુરૂષ! તમે મારા મહાન ઉપકારી છો. મરણના પંજામાંથી તમે મને બચાવ્યા હતા. તે ભલેને રાજા હું કાળસેન છું. મારા અપરાધની ક્ષમા માંગુ છું. મારા સેવકે તમને અજ્ઞાનથી પકડી લાવ્યા છે. તમારે માટે મેં દશ પુરૂષેનું કુળદેવીને બલિદાન આપવાની માનતા કરી છે તેમાં દેવીને બલિદાન આપવા મેં મારા માણસને તેવા પુરૂષની શોધમાં મોકલ્યા છે તેમાં આપ પકડાઈ ગયા.
હિંસાથી ધર્મ ન થાય":- કાળસેન ધરણને ભેટી પડે ને પૂછયું તમે અહીં કયાંથી? એટલે ધરણે તેને બધી વાત કરી દીધી. ધરણે કહ્યું કાળસેન! તમે આ દેવીને આવા જીવતા પુરૂષનું બલિદાન આપીને પૂજે છે તે તદન અયોગ્ય છે. હિંસાથી કદી ધર્મ થતો નથી. કદાચ ગાયના શીંગડામાંથી દૂધ નીકળે, જળમાંથી અગ્નિ પ્રગટે, ઝેરમાંથી અમૃત થાય પણ હિંસા કરવાથી પુણ્ય ના થાય. ધરણને ઉપદેશ સાંભળી કાળસેને હિંસાને ત્યાગ કર્યો. ધરણની કાળસેને ખૂબ આગતાસ્વાગતા કરી. થોડા દિવસ ખૂબ આગ્રહ કરીને રોકો.
કાળસેન એરોનો રાજા હેવા છતાં ઉપકારીને ઉપકાર ભૂલતો નથી. એનાથી થાય તેટલી મહેમાનગતિ કરે છે, ને વારંવાર ધરણને ઉપકાર માનતે તેના ચરણમાં પડે છે. જ્યારે લક્ષમીને બચાવવા ધરણે કેટલું કર્યું છે છતાં તેને બદલો કે આપે છે. હવે ધરણ અહીંથી કયાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯ આ વદ ૯ ને શુક્રવાર
તા. ૧૯-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને!
અનંત કરૂણાનિધી શાસ્ત્રકાર ભગવંતે કર્મ ખપાવવા માટે તપના બાર પ્રકાર બતાવ્યા છે. તેમાં સ્વાધ્યાય પણ એક પ્રકારને તપ કહ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના