________________
શારદા સરિતા
૮૨૭
એટલામાં ફરે છે ત્યાં લક્ષ્મી નદીના કિનારે ફરતી ફરતી ધરણુ હતા ત્યાં આવી. એટલે ધરણની નજર એકાએક તેના ઉપર પડી. પવિત્ર હૃદયના ધરણ પેાતાની પત્નીને જોઇને ખુશ થયા ને પૂછ્યું– હે પ્રિયા ! તું અહીં કયાંથી? એમ કહીને પ્રેમથી તેને ભેટી પડયા. દુષ્ટ હૃદયની લક્ષ્મી ધરણને જોઈને નાખુશ થઇ, પણ ઉપરથી પ્રેમ બતાવતી એક્દમ રડવા લાગી. આવી સ્ત્રીઓને માયાકપટ કરતાં બહુ આવડે. જાણે ધરણ પ્રત્યે કેટલેા પ્રેમ છે! એવું બતાવવા લાગી. ત્યારે ધરણ કહે છે પ્રિયા! તુ શા માટે રડે છે? હું તારી ચિંતા કરતા હતા એટલામાં તું મને મળી ગઈ એટલે મને ખૂબ આનંદ થયા, પણ તું અહીં કેવી રીતે આવી તે મને કહે. ત્યારે કપટભરેલી લક્ષ્મી રડતી રડતી કહે છે.“નાથ લૂંટ લી ચૌરેાને, મેં બહુત કઠીન સે આઇ, મેરી ભી તે! દશા બની યહી, પરદુ:ખ ઇતના નાહી જિતના થા તેરે વિયેગકા, અબ મિલ ખુશિયા છાઇ હા....પોતા
સ્વામીનાથ! યક્ષના મંદિરમાં આપણે અને સૂતા હતા. તે વખતે હું લઘુશંકા ટાળવા માટે બહાર ગઈ ત્યારે મને કોઇ ચાર ઉપાડી ગયા ને આ નદી કિનારે લાવીને મને લૂંટી લીધી ને અહીંથી ઘેાડે દૂર મને મૂકીને ચાલ્યેા ગયે હું આપને શેાધતી શેાધતી અહીં આવી ને મારા પુણ્યાયે મને આપના મેળાપ થઈ ગયા. ધરણે પણ પાતે ચાર તરીકે પકડાયા ને કેવી રીતે છૂટયા વિગેરે વાત કરીને કહ્યું. મને ભલે કષ્ટ પડયુ પણ તારા વિયોગનું દુઃખ મારા માટે અસહ્ય હતુ. તુ મળી ગઇ એટલે મારૂં બધું દુઃખ ચાલ્યું ગયું. અને પ્રેમથી મળ્યા ને આગળ ચાલ્યા.
બલિદાન માટે ધરણને પકડી લાવ્યાઃ- ધરણુ અને લક્ષ્મી અને નદીના કિનારે કિનારે આગળ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં દંતપુર નામનું ગામ આવ્યું. તે નગરમાં સ્કંદદેવ નામે ધરણના મામા રહેતા હતા. એટલે એ ગામ તેનું જાણીતું હતું. તેથી ધરણે વિચાર કર્યા કે આ નગરમાં જઇને મામાને ઘેર લક્ષ્મીને મુકી દઉં' ને પછી હું એકલા ધન કમાવા જાઉં તે મને ચિંતા નહિ એમ વિચાર કરીને તે ઢંતપુર તરફ્ ચાલ્યું. આ તરફ્ ભીલેાના રાજા કાળસેને તેની કુળદેવીને દશ પુરૂષનુ મિલઢાન આપવાની માનતા માની હતી. તેણે દેવીને અલિદાન આપવા ચેાગ્ય પુરૂષાની શેાધમાં પેાતાના સુભટને માકલ્યા હતા. તેઓ ધરણુ અને લક્ષ્મી જતાં હતા તે રસ્તે આવ્યા અને તેમણે તે દ ંપતીને પકડી લીધા. તેઓ તેમને પકડી કાળસેનની પાસે લાવ્યા. ત્યાર પછી તે ખ ંનેને તેની કુળદેવી (કાત્યાયની દેવીનું નામ છે) ના મંદિરે લઇ ગયા. તે વખતે કુરંગ નામના એક ભીલ હાથમાં તલવાર લઈ દુર્ખિલ નામના એક માણુસને લઈને ત્યાં આવ્યા. તેણે પેાતાના સ્વામી કાળસેનને ખેલવી તેના હાથમાં તલવાર આપીને કહ્યુ... આ દુ િ નામના લેખવાહી છે તેનુ અલિદાન આપવાનુ છે. એટલે કાળસેને