________________
શારદા સરિતા
૮૨૫
ઈચ્છા જન્મી. આખું રાજ્ય લેવાની ઈચ્છાથી રાજા પાસે જાય છે ત્યાં મનમાં વિચાર થયે કે ધિકકાર છે મને? હું કે દુષ્ટ છું! જે ઉદાર રાજાએ મારા ઉપર કૃપા કરી મને ઈચ્છા પ્રમાણે ધન માગવાનું કહ્યું, એ મારી ગરીબાઈ ટાળવા ઈચ્છે છે ત્યારે હું એનું આખું રાજ્ય લઈને તેમને ભિખારી બનાવવા ઈચ્છું છું. ધિક્કાર છે આ તૃષ્ણારૂપી રાક્ષસીને ! જેણે મારો વિવેક નષ્ટ કરી દીધે. મોં માંગ્યું સેનું મળવાથી કે આખું રાજ્ય મળવાથી પણ મારો આત્મા તૃપ્ત થશે ? મારા આત્માને શું લાભ મળશે? બે માસા સોનું લેવા આવ્યો તે ચોરની જેમ પકડાઈ ગયે તો આખું રાજ્ય માંગી લઉં તે ભવિષ્યમાં મારી કેવી દશા થાય? ખરેખર! હું મૂર્ખ છું. ધીમે ધીમે ક તૃષ્ણાના ઉંડા ખાડા તરફ દેટ લગાવી રહ્યો હતે. સારું થયું કે મને આ વિચાર આવ્યો, નહિતર હું તૃષ્ણના ઉંડા ખાડામાં પડી જાત. તે અનંતકાળ સુધી સંસારચક્રમાં ભમવું પડત અને આવી ગરીબાઈ વારંવાર વેઠવી પડત. આ ઉત્તમ માનવજન્મ પામીને મારે આત્મકલ્યાણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેના બદલે મેં આ શું કર્યું?
આ રીતે પાપને પશ્ચાતાપ કરતાં કરતાં ઉચ્ચ ભાવનાને વેગ વધતાં આઠમે ગુણસ્થાનકે જઈને ક્ષેપક શ્રેણી માંડી બારમે જઈને મેહને ક્ષય કરી કેવળજ્ઞાન પામી ગયા. હવે કપિલ બ્રાહ્મણ કપિલમુનિ બનીને રાજસભામાં પહોંચી ગયા. એને જોઈને રાજા આશ્ચર્ય પામીને બેલ્યા- અરે કપિલ! મેં તને ઈચ્છા મુજબ દાન માંગવાનું કહ્યું ને તે આ શું કર્યું? આ કયે વેશ પહેરી લીધે? બેલે, તમારે શું જોઈએ છે? ત્યારે કપિલ મુનિએ કહ્યું મહારાજા! મારે હવે કંઈ જોઈતું નથી. મારે જે જોઈતું હતું તે મને મળી ગયું છે. રાજાએ એને કંઈક માંગવા ખૂબ સમજાવ્યા ત્યારે કપિલ કેવળીએ રાજાને ઉપદેશ આપ્યો. अधुवे असासयम्मि, संसारम्मिदुक्ख पउराए।
ઉત્ત. સૂ. અ. ૮, ગાથા ૧ હે રાજન! આ સંસાર, અધવ, અશાશ્વત અને દુઃખથી ભરપુર છે. આપણું જીવન ક્ષણિક અને અનિત્ય છે. આ રીતે રાજાને કેવળીએ ઉપદેશ આપ્યો. રાજા પણ ક્ષણભર વિચાર કરતા થઈ ગયા કે આ શું? આવ્યો હતો દ્રવ્યોનું લેવા ને ચાલ્યા ભાવોનું લઈને. એનું મન કેટલું તૃષ્ણાવંત બની ગયું હતું એની રાજાને ખબર ન હતી. તૃષ્ણા ત્યાગી તે રાજા એના ચરણમાં નમી પડ્યા. કપિલ તૃષ્ણને બદલે તૃપ્તિમાં આવી ગયા ને અખંડ આત્માનંદ પ્રાપ્ત કર્યો.
બંધુઓ! તમે પણ તૃષ્ણને ત્યાગ કરી આત્માનંદને પ્રાપ્ત કરો. એ તૃષ્ણ તમે જેટલી વધારશે તેટલી વધશે. એને અંત આવવાનો નથી. સંત કબીરે એક દેહામાં કહ્યું છે કે