________________
શારદા સરિતા
૮૩૧ લાગે સત્ય સ્વરૂપની પિછાણ થાય અને જીવને ભાન થાય કે આ ચોરાશી લાખ જવાનીમાં ભટક્તા ભટક્તા મહાન પુણ્યદયે માનવભવ મળે છે તે ક્ષે જવાનું સાધન કરી લેવું જોઈએ. સમ્યગદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યગચારિત્ર એ ત્રણ રત્ન છે. એ ત્રણ અને પ્રાપ્ત થવા દુર્લભ છે. બીજા રત્ન તે પૈસા આપીને ખરીદી શકાય છે. પણ આ રત્નો પૈસા આપવાથી મળતા નથી. તપ-સંયમ-સ્વાધ્યાય દ્વારા તે પ્રાપ્ત થાય છે. પણ જીવ અજ્ઞાનના કારણે પિતાના અંતરમાં પડેલા રત્નોને પારખતો નથી ને ભૌતિક રત્ન પ્રાપ્ત કરવા દે છે. આત્મિક-રત્ન પ્રાપ્ત કરી લે તે જરૂર મેક્ષ થયા વિના રહે નહિ. પણ આજને માનવી એ રત્નોને પ્રાપ્ત કરવા જરા પણ મહેનત કરતે નથી. આધ્યાત્મિક ક્ષેત્રમાં જેટલા ઉંચે ચઢીએ ને એટલે વિકાસ કરીએ તેટલે જ્ઞાનામૃતના પ્યાલાને આનંદ માણી શકીએ.
એક કવિએ ત્રણ મંકેડનું રૂપક બનાવ્યું છે. ત્રણ મંકડા ખાસ મિત્ર હતા. ત્રણેય સાથે ફરતા હતા. એક વખત એ ત્રણેયને ભૂખ લાગી. ભેજનની તપાસ કરતાં એક લીંબડાના ઝાડ નીચે આવ્યા. લીબડા ઉપર ખૂબ લી બળીઓ થઈ હતી. આમ તે લી બળીઓ કડવી હોય છે પણ જ્યારે એ પાકી થઈ જાય ત્યારે મીઠી લાગે છે. એક મંકેડે જરા બળવાન અને મોટો હતો તે જલ્દી લીંબડાની ટોચે ચઢી ગયે. પાકી ગયેલી લીંબેબીઓને રસ ચૂસવા લાગ્યું. તેને તે ખૂબ મઝા આવી ગઈ. એટલે નીચે ઉભેલા તેના બે મિત્રોને કહ્યું તમે નીચે શું ઉભા રહ્યા છો? જલ્દી ઉપર આવે. મને તે અમૃત જે મીઠે રસ પીવાની ખૂબ મઝા આવી છે. મારું પેટ ભરાઈ ગયું છે તમે જલ્દી ઉપર આવો.
પહેલા મકડાએ કહ્યું એટલે બીજે ઉપર ચઢયો પણ અડધે ચઢતા થાકી ગયા. એ લી બેબી સુધી પહોંચી શક્યો નહિ. એટલે લીંબડાના પાંદડા ખાવા લાગે. લીંબડાના પાંદડા તે કડવા હોય એટલે એનું મોટું કડવું કડવું થઈ ગયું. તેથી .ઘું કરવા લાગે ને ઉપર રહેલા મિત્રને કહે છે તું તે ઉપર બેઠા અમારી મજાક ઉડાવે છે. અહીં કયાં મીઠે રસ છે. મારું તે મોઢું બગડી ગયું. અહીં અમૃત નથી પણ ઝેર છે. ત્યારે ઉપરવાળે મંકેડે કહે છે ત્યાં બેઠે બેઠે શું બોલ્યા કરે છે? જરા ઉપર આવ. તને અમૃતરસ ચખાડું ને તું છે કે આ અમૃત છે કે ઝેર છે?
હવે ત્રીજે મંકેડે જરા નાનો ને દુર્બળ હતું એટલે એ તે ઝાડની નીચે થડ આગળ એક પથ્થર પડયે હતું તેની ઉપર ફર્યા કરતો હતે. ઉપરથી પહેલા મકેડાએ બૂમ પાડી એટલે તરત તેણે લીંબડાના થડની છાલ ઉપર મોઢું ફેરવવા માંડયું પણ છાલમાં કઈ સ્વાદ આવે? છાલ સાથે ડંખ મારી મારીને તેનું મોટું કચરાઈ ગયું. ખૂબ દર્દ થવા લાગ્યું. દઈને માર્યો થોડીવાર બોલી શકો પણ નહિ. પછી થોડીવારે