________________
શારદા સરિતા
૮૨૩ વૈરાગ્ય પામી ગયા ને પાંચસે પુરૂષની સાથે તેમણે દીક્ષા લીધી. એમને એક વાત સમજાઈ ગઈ કે સંસાર એ સમસ્ત દુઃખને ભંડાર છે. ધન–સગાસ્નેહીઓ-શરીર અને સત્તાનો મેહ સંસારમાં ફસાવનાર છે. સંસારની અસારતા સમજાય તેને સંસારની ભયંકર જકડામણમાંથી છૂટવાનું અવશ્ય મન થાય છે. સંસારના ભૌતિક સુખમાં અટવાયેલા અને મેહની વિટંબણામાં ફસાયેલા જીવોને વિષય-તૃષ્ણ સતાવે છે ને ધનનો લાભ મૂંઝવે છે. તૃષ્ણાના પૂરમાં તણાત ને લેભના ખાડામાં ડૂબતે માનવી પોતાના સુખને માટે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, ચારિત્ર ચૂકી જાય છે ને પરિગ્રહમાં આસકત બને છે. એના ઉપર એટલી મમતા કરે છે, કે બસ, આ બધું મારૂં છે. હવે એને કેમ વધારૂં! એવી રીતે તૃષ્ણ કર્યું જાય છે. જેમ મળે તેમ તૃષ્ણા વધે છે. ઉત્તરાધ્યયન સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છે કે –
जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ । दो मास कयं कज्जं कोडीए विन निट्ठियं ।
ઉત્ત. સૂ. અ. ૮ ગાથા ૧૭ તૃષ્ણ માણસને પિતાને દાસ બનાવી દે છે. એટલે જેમ જેમ લાભ મળતું જાય છે તેમ તેમ માનવીનો લેભ વધતું જાય છે. લાભથી લેભની વૃદ્ધિ થાય છે, અને બે માસા શેનાથી થવાનું કાર્ય કેડ સેનામહોરથી પણ થતું નથી. કપિલકુમાર બે માસા સેનું લેવા માટે ગયા હતા. પણ વધતાં વધતાં એવા તૃષ્ણના દાસ થઈ ગયા કે જાણે હું કેટલું બધું માંગી લઉં! જે મનુષ્ય તૃષ્ણને દાસ બને છે તે પોતાના જીવનનું પતન કરે છે ને હૃદયમાં અસંતોષની અગ્નિ ભભૂકી ઉઠે છે. જેમાં અંતરને આનંદ–સંતોષ-શાંતિ આદિ સમસ્ત સદ્દગુણે બળીને ખાખ થઈ જાય છે, પણ ભાન ભૂલેલા માનવીને ખબર નથી કે મને આટલું મળવા છતાં સંતોષ થતું નથી, તો આ બધું શું મારી સાથે આવશે? આ ઉત્તમ માનવજન્મ પામીને મારું કર્તવ્ય શું છે? કયારે પણ તૃષ્ણાને ખાડે પૂરાવાને નથી.
કપિલ નામને બ્રાહ્મણ ખૂબ ગરીબ હતું. તેને ખબર પડી કે શ્રાવસ્તી નગરીના રાજા સવારમાં જે બ્રાહ્મણ પહેલે આશીર્વાદ આપવા જાય તેને બે માસા સેનું આપે છે. તેથી તે બે દિવસ વહેલો ગયે પણ તેની આગળ આશીર્વાદ આપનાર પહોંચી ગયા હતા, તેથી ત્રીજે દિવસે મધરાતે તે પહોંચી ગયે ને મહેલના દરવાજા શોધવા લાગે. તેથી પહેરેગીરે ચેર માનીને પકડે અને કેદમાં પૂરી દીધા. બીજે દિવસે સવારમાં રાજાની પાસે હાજર કર્યો. એની આકૃતિ જોઈને રાજાના મનમાં થયું કે આ ચાર જે દેખાતો નથી એટલે રાજાએ તેને પૂછ્યું – ભાઈ! તું સાચું બેલી જા. રાજમહેલમાં ચેરી કરવા આવ્યું હતું?