________________
૮૨૨
શારદા સરિતા તે ધરણને તરત ઓળખી ગયો. થોડા વખત પહેલાં મને જીવતદાન અપાવનારની આ દશા ? એકાંત સ્થાનમાં લઈ જઈને મૌરિકે ધરણને પકડાવાનું કારણ પૂછયું. ધરણે સત્ય હકીકત કહી એટલે મરિકે કહ્યું- મહાનુભાવ ! તમે મને ઓળખે છે? હું મેરિક ચંડાળ છું. થોડા સમય પહેલા શાના માણસો મને મારવા લઈ જતા હતા તે વખતે રાજાને મૂલ્યવાન મોતીની ભેટ આપીને મને છોડાવ્યા હતા. હું તમારે રાણું છું. હું તમને મારી શકશે નહિ. તમે અહીંથી ચાલ્યા જાઓ. ત્યારે ધરણું કહે છે. ભાઈ! તું રાજાની આજ્ઞા પ્રમાણે મારે વધ કરી નાખ. રાજા જાણશે તે તને મારી નાખશે. ત્યારે મૈરિક કહે છે મારું જે થવું હોય તે થાય પણ મારા પરમ ઉપકારીને હું નહિ મારું માટે તમે સત્વરે અહીંથી ચાલ્યા જાવ. જો તમે નહિ જાઓ તો હું મારી જાતે મારા આત્માની ઘાત કરીશ. આ પ્રમાણે મૌરિકના કહેવાથી ધરણ તેને ઉપકાર માનતે ત્યાંથી ચાલ્યો ગયો.
ધરણું પોતે આ સ્થિતિમાં મૂકાઈ ગયા છે છતાં મનમાં વિચાર કરવા લાગ્યા કે લક્ષ્મીનું શું થયું હશે? કઈ દુષ્ટ ઉપાડી ગયા હશે? કઈ જંગલી પશુને ભેગ બની હશે કે કઈ ચોર-લૂંટારાએ લૂંટી લીધી હશે? આ પ્રમાણે ચિંતા કરતે હરણ નદીના કિનારા તરફ ચાલ્યા ગયે. હવે આ તરફ લક્ષ્મીનું શું બન્યું ? ધરણને પકડીને સિપાઈઓ લઈ ગયા એ જોઈને લક્ષ્મી ખુશ થઈ. હાશ ! હવે એને રાજા મરાવી નાંખશે એમ આનંદ પામી. ધરણને લઈ ગયા પછી ચંડરૂદ્ર લક્ષ્મીને લઈને નદી કિનારે ગયો. ત્યાં એના મનમાં વિચાર થયે કે જે દુષ્ટ સ્ત્રીએ એના આવા પવિત્ર પતિને પણ કે દગો કર્યો ને મારી સાથે આવી. આ સ્ત્રી ખરેખર દુષ્ટ છે. જેણે પિતાના પતિને આ રીતે સંકટમાં નાંખે તો કોને ખબર કે મારી આવી દશા નહિ કરાવે ! તેમ વિચાર કરીને ચંડરૂદ્ર ચેરે લક્ષ્મી પાસે દાગીના આદિ જે કંઈ હતું તે લુટી લઈને તેને એકલી નદી કિનારે મૂકીને ભાગી ગયો. છતાં તે વિચારે છે કે મારા પતિને નાશ થયો તે સારું થયું. હવે હું બીજા કોઈ પુરૂષને શેધી નાંખીશ, ને તેની સાથે પ્રેમથી રહીશ. એમ વિચાર કરતી નદી કિનારા ઉપર આમતેમ ફરવા લાગી. હવે ધરણસેન પણ આ નદી કિનારે ફરે છે. હવે બંને ભેગા થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯૮ આ વદ ૮ ને ગુરૂવાર
તા. ૧૮-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેનો!.
અનંતજ્ઞાની મહાન પુરૂએ શાસ્ત્રમાં મુખ્યત્વે રાગ અને પરિગ્રહને ત્યાગ અને વૈરાગ્યભરી વાતનું વર્ણન કર્યું છે. જમાલિકુમાર એક વખત વાણી સાંભળીને