________________
૮૦૨
શારદા સરિતા જેનદર્શનમાં ત્રણ વેગ માનવામાં આવ્યા છે. મનોગ-વચનગ ને કાગ. આ ત્રણ યુગમાં વચનગનું સ્થાન મધ્યમાં છે. વચનગ એ મનના ભાવેને પણ સમજાવે છે ને કાયાથી પણ કામ કરાવી લે છે. એ બંને બાજુ ઢળે છે. એટલે એના ઉપર અંકુશ રાખવું ખૂબ જરૂરી છે તેથી મન અને કાયા એ બંનેને રોકીદાર રાખ્યા છે ને વચનને મધ્યમાં રાખ્યું છે. એક કટુ વચન બોલવાથી કેદની સાથે વર્ષોને સંબંધ હોય તે તૂટી જતાં વાર લાગતી નથી. એક દહામાં કહ્યું છે
“દૂધ ા ઘી કહાં ગયા, મન ફટા ગઈ પ્રીત,
મતી ફટા કિંમત ગઈ, તીઓં કી એક હી રીત.” દૂધમાં ઘી રહેલું છે પણ એ દૂધ ફાટી જાય તે ઘી નષ્ટ થઈ જાય છે. કેઈ વ્યકિતની સાથે વર્ષોથી ગાઢ પ્રેમ છે તે કઠેર વચન બોલવાથી મનદુઃખ થાય છે. ને મનદુઃખ થવાથી પ્રેમ તૂટી જાય છે. એવી રીતે મેતી ફાટી જવાથી તેની કોઈ કિંમત ઉપજતી નથી, આટલા માટે જ્ઞાની કહે છે કે કટુ વચનથી દૂર રહે. આ એક તમારી વાત નથી. શ્રાવક હોય કે સાધુ હોય, દરેકે વાણી ઉપગપૂર્વક બોલવી જોઈએ. પાંચ મહાવ્રતમાં બીજું મહાવ્રત છે તે કહે છે સત્ય છે. પાંચ સમિતિમાં બીજી સમિતિ કહે છે કઠોર કર્કશ-સાવધ-કેધકારી-માનકારી આદિ ભાષાઓ ન લે. ભાષાના દેષ ટાળવા માટે બીજી ભાષા સમિતિ છે. તે સિવાય ત્રણ ગુપ્તિઓમાં બીજી ગુપ્તિ વચનગુતિ છે. ભગવાન કહે છે તે સાધક! તું વચનગુપ્તિ સાચવીને બેલ. અમારે બોલવા માટે ત્રણ ત્રણ જગ્યાએ પ્રતિબંધ મૂકવામાં આવે છે. તે વચન કેટલું વિચારીને બેલવું જોઈએ! ટૂંકમાં કહેવાને આશય એ છે કે બોલે પણ સત્ય તૂયા વ્યાત્ ન ટૂથતિ સત્યપ્રિય” ” સત્ય બોલે, પ્રિય બેલે પણ અપ્રિય સત્ય ન બેસે.
આપણે અહીં એ વાત હતી કે જમાલિકુમારની માતા પ્રભુને પિતાને પુત્ર સુપ્રત કરતાં કેટલી પ્રિયકારી ને કેમળ ભાષા બેલે છે. એણે કહ્યું કે હે પ્રભુ! મારો પુત્ર કમળની જેમ સંસારમાં લપાતે નતી. અમે તેની ખૂબ પરીક્ષા કરી પણ હવે એ વૈરાગીને સમજાવવાની અમારામાં તાકાત નથી. એને તે આપના ચરણકમળમાં રહેવાની લગની લાગી છે.
"एसणं देवाणुप्पिया! संसार भय उद्विग्गे, भीए जम्म जरा मरणेणं इच्छइ देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए, तं एस णं देवाणुप्पियाणं अम्हे सोस भिक्खं दलयामो, पडिच्छं तुणं देवाणुप्पिया ! सीस भिक्खं ।"
હે ભગવંત! આ જમાલિકુમાર સંસારના ભયથી ઉદ્દવિગ્ન થયે છે. જન્મમરણથી ભયભીત બન્યું છે અને દેવાનુપ્રિય! એવા આપની પાસે (આગરવાસમાંથી