________________
શારદા સરિતા
૮૦૭
विप्रिय मप्याकर्ण्य बते प्रियमेव सर्वदा सुजन।
क्षारं पिबति पयोधेवर्षत्यम्भोघरो मधुरम् ॥ ..
જેવી રીતે વાદળ સમુદ્રનું ખારું પાણી પીને પણ સદા મીઠું પાણી વરસાવે છે તેવી રીતે સજજન અને સરળ પ્રકૃતિના મનુષ્ય જે કઈ કટુ વચન કહે તે પણ એ કટુ વચન સાંભળીને સદા મધુર વચન બોલે છે.
જે મનુષ્ય પ્રકૃતિથી ભદ્રિક હોય છે તે કરૂણુ-પરોપકાર, સત્ય, નીતિ, સદાચાર આદિ ઉત્તમ ગુણે તેના જીવનમાં અપનાવીને શાંતિથી પિતાનું જીવન વ્યતીત કરે છે અને તે ફરીને મનુષ્યજન્મનું આયુષ્ય બાંધી શકે છે.
હવે મનુષ્યગતિનું આયુષ્ય બાંધવાનું બીજું કારણ પ્રકૃતિની વિનીત. એટલે પ્રકૃતિથી વિનયગુણ સંપન્ન હેવું . આપણે ત્યાં વિનયને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જેના જીવનમાં એક વિનયને ગુણ હોય છે તેના જીવનમાં બીજા ઘણુ ગુણો હોય છે. એક વિનયની પાછળ બીજા ઘણુ ગુણ આવે છે. બીજા બધા ગુણો હોય પણ જો વિનય ન હોય તો એ ગુણોની શોભા નથી. વિનય વિનાનું જ્ઞાન-વિદ્વતા બધું નકામું છે. સંસારમાં પણ કેઈ વ્યકિત ગમે તેટલી ધનવાન હોય પણ જે એનામાં અભિમાન ભર્યું હોય, વિનય ન હોય તો એની શ્રીમંતાઈ મીઠા વિનાના શાક જેવી ફીકી છે. જ્ઞાનની સાથે, શ્રીમંતાઈની સાથે જે વિનયને ગુણ હોય તો સેનામાં જેમ હીરા જડવાથી સોનાની શોભા વધે છે તેમ જ્ઞાનની સાથે વિનય આવવાથી એની શોભા વધે છે.
ન્યૂટન નામનો એક પ્રભાવશાળી વૈજ્ઞાનિક હતો. એણે ફકત બ વીસ વર્ષની ઉંમરમાં બીજગણિતના દ્વિપદ સિદ્ધાંતનું જ્ઞાન ખૂબ સારી રીતે મેળવ્યું હતું. ત્યારપછી સૂર્યના કિરણમાં સાત રંગ કેમ હોય છે? સમુદ્રમાં ભરતી ને એટ કેમ આવે છે? ચંદ્ર ક્ષીણ કેવી રીતે થાય છે તે પૂર્ણ કેવી રીતે થાય છે તેનું સારું જ્ઞાન મેળવ્યું હતું. તેનું ચિંતન અને વિદ્વતા ઉપર આજે પણ યુરોપને ગર્વ છે. એ મહાન વૈજ્ઞાનિકની પાસે એક સ્ત્રી આવીને અંતઃકરણપૂર્વક તેમના જ્ઞાન અને વિદ્વતાની પ્રશંસા કરવા લાગી. સીએ કરેલી પ્રશંસા સાંભળીને ન્યૂટને કહ્યું, બહેન! તું આ શું કહી રહી છે? હું તો નાના બાળક જેવો છું. સમુદ્ર કિનારે બેઠે બેઠે કાંકરા વીણું રહે છું, જ્ઞાનરૂપી મહાસાગરમાં મેં હજુ ડૂબકી લગાવી નથી, ન્યૂટનની નમ્રતા જોઈને તે સ્ત્રી આશ્ચર્યચક્તિ થઈને તેના ચરણમાં નમી પડી. આવી રીતે જે મનુષ્ય પ્રકૃતિથી વિનયવાન હોય છે તે ધીમે ધીમે મહાન ગુણને ભંડાર બની એક દિવસ મહાન પુરૂષ બની જાય છે, બાળકમાં નાનપણથી વિનયને ગુણ હોય છે એ મોટે થતાં એ ખૂબ સંસ્કારી બને છે. ગુરૂઓની પાસે જઈ સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરી આત્માની ઉન્નતિના પંથે પ્રયાણ કરે છે, આ વિનયવાન છવ મનુષ્યગતિ પામે છે.