________________
૮૦૦
શારદા સરિતા કર્મના મેલથી મલીન અને ભારે બનાવે છે. ગમે તેટલા વ્રત-નિયમ–સામાયિક તપ આદિ અનુષ્ઠાન કરે પણ જ્યાં સુધી મેહ નથી મર્યો ત્યાં સુધી કેવળજ્ઞાન થવાનું નથી. માટે એક મોહનીય કર્મને જીતી લેવાય તે તેના સાથીદારો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ને અંતરાય એ ત્રણ તે આપોઆપ જીતી શકાય છે.
આપણે જેને અધિકાર ચાલે છે તે જમાલિકુમારે એક વખત પ્રભુની વાણી સાંભળીને સંસારને મેહ ઉતારી નાખ્યો. પ્રભુના સસરણમાં આવ્યા. તેના માતા-પિતા જમાલિકુમારને આગળ કરીને પ્રભુને વંદન કરે છે. જે આત્માએ મને ત્યાગ કરે છે તેની મહત્તા વધી જાય છે. એક તરફ રાજા, મહારાજા અને શ્રીમંત હોય ને બીજી તરફ જેની પાસે રાતી પાઈ પણ ન હોય એવા સતે હોય તે બંનેમાં વિશેષતા કેની? ત્યાગીની. જમાલિકુમાર સંસારનો ત્યાગ કરી સંયમી બને છે એટલે તેને તેના માતા-પિતા આગળ કરીને પ્રભુને તિકખુને પાઠ ભણે ત્રણ વખત વંદન નમસ્કાર કરી શું કહે છે
હે ભગવાન! જમાલિકુમાર અમારે એકને એક લાડીલે પુત્ર છે. અમને ખૂબ વહાલે છે, ખૂબ પ્રિય છે જેનું નામશ્રવણ પણું દુર્લભ છે તો તેના દર્શન દુર્લભ હોય તેમાં શું નવાઈ? એ દીકરે અમારાથી સહેજ પણ દૂર જાય ને ડીવાર અમે તેને ન જે હોય તે પણ દુઃખ થાય છે. એને વિયોગ અમે સહન કરી શક્તા નથી, એ લાડકવાયે દીકરે આપની પાસે આવવા ઈચ્છે છે. જેમ કેઈ સહસ્ત્ર પાંખડીવાળું કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે ને પાણીમાં વધે છે તે પણ તે કાદવની રજથી કે પાણીના બિંદુથી લેપતું નથી તે રીતે આ અમારો જમાલિકુમાર પણ કામરૂપી કાદવમાંથી ઉત્પન્ન થયે છે ને ભોગરૂપી જળથી વૃદ્ધિ પામે છે તે પણ તે કામરૂપી રજથી ને ભોગરૂપી જળથી લેપાત નથી તેમજ મિત્રજને, જ્ઞાતિજને, પિતાના સ્વજને અને સબંધીજનેથી પણ લપાતો નથી. તે અમારો દીકરો હે પ્રભુ! આપને ઑપવા માટે આવ્યા છીએ.
જમાલિકુમારની માતા કહે છે હે દેવાનુપ્રિય! એવા હે પ્રભુ! મારે એકને એક પુત્ર છે, મને ખૂબ પ્રિય છે. આ તો ભગવાનને દેવાનુપ્રિય શબ્દથી સંબોધે છે પણ એ લેકે પિતાના સેવકને પણ દેવાનુપ્રિય શબ્દથી સંબોધન કરતા હતા. દેવાનુપ્રિય એટલે દેવોને પ્રિય, શબ્દનું કઈ મહત્ત્વ નથી પણ તેની પાછળ રહેલી મધુરતાનું મહત્ત્વ છે. જેની વાણીમાં મીઠાશ હોય છે તે સેને પ્રિય લાગે છે. માણસની જીભમાં મીઠાશ હોય તે તેનું કામ સહેલાઈથી થાય છે, પણ જેની જીભમાં કડવાશ હોય છે તે વ્યક્તિ કોઈને ગમતી નથી. તેનું કામ પણ જી કઈ કરતું નથી. જેની આંખમાંથી અમી ઝરતું હોય, જેની આકૃતિ સેમ્ય હોય ને વાણીમાં મધુરતા હોય તેની સામે કૂરમાં ક્રૂર વ્યક્તિ પણ નમ્ર બની જાય છે. તેનું હૃદય પીગળી જાય છે. બુદ્ધિમાન પુરૂષ
ઈને દુઃખ થાય કે કેને અપમાન લાગે તેવી કડવી કે કઠેર ભાષા બોલતા નથી. તેઓ શું વિચારે છે?